BSNLએ માર્યો માસ્ટરસ્ટ્રોક અને કરી લીધી હજારો કરોડની બચત

પબ્લિક સેક્ટરની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ને ચાલુ નાણાકીય વર્ષમાં 1,300 કરોડ રૂપિયા જેટલી મોટી બચતની અપેક્ષા છે

BSNLએ માર્યો માસ્ટરસ્ટ્રોક અને કરી લીધી હજારો કરોડની બચત

મુંબઈ : પબ્લિક સેક્ટરની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ને ચાલુ નાણાકીય વર્ષમાં 1,300 કરોડ રૂપિયા જેટલી મોટી બચતની અપેક્ષા છે. આ બચત કંપનીની સ્વૈચ્છિક નિવૃતિ યોજના (VRS)ના કારણે થશે. નોંધનીય છે કે બીએસએનએલના 78,569 જેટલા કર્મચારીઓએ વીઆરએસનો વિકલ્પ પસંદ કર્યો છે અને આ યોજના જાન્યુઆરીથી અમલમાં મુકાશે. 

ખોટના ખાડામાં ગરકાવ થયેલા બીએસએનએલના કર્મચારીઓ માટે ખાસ વીઆરએસ પોલીસી તૈયાર કરી દેવામાં આવી છે. સરકારી ટેલીકોમ કંપનીના કર્મચારીઓ માટેની આ સ્વૈચ્વીક ફિનવૃતિ યોજનામાં લાભ લેવા ઇચ્છુકોને પેન્શન, ગ્રેચ્યુટી સહિતનું આકર્ષક પેકેજ અપાશે. આ માટે તૈયાર કરાયેલ ખાસ પોલીસી પેકેજમાં કર્મચારીઓને 125 પગાર અપાશે તેની સાથે રજાઓનું પણ રોકડ રૂપાંતર ચૂકવાશે. 50 વર્ષ ઉપરના કર્મચારીઓ આ યોજનાનો લાભ લઇ શક્યા છે. આ યોજનામાં વીઆરએસ યોજનાનો લાભ લેનારા કર્મચારીઓની વય 60 વર્ષની થાય ત્યારે તેને આઠ ટકા વ્યાજ સાથે ગ્રેજયુટી સહિતના લાભો આપી દેવાશે.

BSNLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પી.કે. પુરવારે કહ્યું છે કે વીઆરએસ યોજના 2020ની 31 જાન્યુઆરીથી અમલમાં મુકવામાં આવશે અને આના કારણે કંપનીના પગારભારણમાં નાણાંકીય વર્ષમાં 1,300 કરોડ રૂપિયાની બચત થશે. હાલમાં સરકાર તરફથી બીએસએનએલ અને એમટીએનએલ માટે 69,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આ પેકેજમાં બંને સરકારી ટેલિકોમ કંપનીના વિલયની સાથેસાથે કર્મચારીઓના વીઆરએસનો પણ સમાવેશ થાય છે. હવે સરકાર વિલય પછી બે વર્ષમાં એકમને નફાકારક બનાવવા ઇચ્છે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news