ZEEL-Invesco Case: NCLT એ ZEE એન્ટરટેનમેંટને 22 ઓક્ટોબર સુધી જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો

ZEEL-Invesco Case: ઇન્વેસ્કો મામલે ZEE ને NCLT માં સારો રિસ્પોન્સ મળ્યો છે. NCLAT ના નિર્દેશ બાદ હવે ઝી એન્ટરટેનમેંટને જવાબ દાખલ કરવા માટે 22 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

ZEEL-Invesco Case: NCLT એ ZEE એન્ટરટેનમેંટને 22 ઓક્ટોબર સુધી જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો

ZEEL-Invesco Case: ઇન્વેસ્કો મામલે ZEE ને NCLT માં સારો રિસ્પોન્સ મળ્યો છે. NCLAT ના નિર્દેશ બાદ હવે ઝી એન્ટરટેનમેંટને જવાબ દાખલ કરવા માટે 22 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પહેલાં NCLAT એ ગુરૂવારે ZEEL ની અરજી પર સુનાવણી કરતાં કહ્યું હતું કે જવાબ દાખલ કરવા માટે NCLT એ ZEEL ને પર્યાપ્ત સમય આપ્યો નથી. આમ કરવું પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતના વિરૂદ્ધ છે. એટલા માટે ઝી એન્ટરટેનમેંટને પોતાનો જવાબ દાખલ કરવા માટે સમય આપવો જોઇએ. 

NCLAT એ ઝીના હકમાં આપ્યો નિર્દેશ
ZEEL એ બુધવારે જ NCLAT માં ઇન્વેસ્કોની નોટિસના વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. ઝીએ ગ્લોબલ ચાઇના ફંડ LLC અને ઇન્વેસ્કોના નોટિસને ગેરકાનૂની જણાવતાં બોમ્બે હાઇકોર્ટમાં એક કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે ઇન્વેસ્કો ખોટી રીતે કંપની પર ટેકઓવર કરવા માટે બોર્ડ પર સતત EGM બોલાવવાનું દબાણ બની રહ્યું છે. તેના પર NCLAT એ ZEEL ના હકમાં ચૂકાદો સંભળાવતાં  NCLT ને નિર્દેશ આપ્યો હતો કે ઝી એન્ટરટેનમેંટને જવાબ આપવા માટે પર્યાપ્ત સમય આપવો જોઇએ. 

ઇન્વેસ્કોની મંશા પર સતત ઉઠી રહ્યા છે સવાલ
Zee Entertainment ની EGM ને લઇને સતત ચર્ચા થઇ છે. કંપનીનું કહેવું છે કે આ બોર્ડ નક્કી કરશે કે EGM ક્યારે બોલાવવી જોઇએ. બોર્ડ નક્કી સમય પર જ EGM બોલાવશે. તો બીજી તરફ ઇન્વેસ્કો ઇચ્છે છે કે બોર્ડ જલદી EGM બોલાવશે અને તેના પ્રસ્તાવિત નામોને સામેલ કરવામાં આવે છે. તમને ઇન્વેસ્કોએ બોર્ડમાં ફેરફાર માટે 6 નામોનો પ્રસ્તાવ આપ્યો છે. પરંતુ આ તમામ 6 નામોનું ઇંડસ્ટ્રીમાં કોઇ અનુભવ નથી. ઇન્વેસ્કોએ અત્યાર સુધી એ પણ સ્પષ્ટ કર્યું નથી કે તે કયા આધારે બોર્ડમાં ફેરફાર ઇચ્છે છે અને મેનેજમેન્ટ કોના હાથમાં આપશે. કંપની કાયદાના અનુસાર શેરહોલ્ડરો તરફથી ડિમાન્ડ મળતાં 21 દિવસની અંદર કંપની EGM બોલાવવાની જોઇએ. 

ZEEL નો પક્ષ એકદમ મજબૂત
હાલ ઝી, એન્ટરટેનમેન્ટનો પક્ષ મજબૂત દેખાય છે. કારણ કે ZEE-Sony પિક્ચર્સની ડીલ સૌની સામે છે. 22 સપ્ટેમ્બરના રોજ તેના મર્જરની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઇન્વેસ્કો આ ડીલમાં અંડીગો લગાવવા માટે બોર્ડમાં ફેરફાર કરવા માંગે છે. ઝી એન્ટરટેનમેન્ટના પ્રવક્તાનું કહેવું છે કે 'કંપની પોતાના તમામ શેરધારકોના સર્વોત્તમ હિતમાં કામ કરી રહી છે અને લાગૂ કાયદા અનુસાર તમામ જરૂરી પગલાં ભરવાનું ચાલુ રાખશે.'

ડો. સુભાષ ચંદ્રાનો સૌથી મોટો ઇન્ટરવ્યુ
ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ફાઉન્ડર ડો. સુભાષ ચંદ્રાએ બુધવારે ઝી ન્યૂઝના શો DNA ને મોટો ઇન્ટરવ્યું આપ્યો હતો, જેમાં તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી કે કેટલીક વિદેશી કંપની ZEE TV પર કબજો કરવાની મંશાથી કાવતરું કરી રહી છે. એવું ન થવા દો. તેના પર દેશમાંથી મોટો સપોર્ટ ZEE Entertainment ને મળ્યો છે. ટ્વિટર પર સતત આ ચર્ચા થઇ રહી છે કે #DeshKaZee વિદેશીઓના હાથ ન જવા દેવી જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news