Bank Privatisation: હજારો કર્મચારીઓની નોકરી જોખમમાં, આ 4 સરકારી બેંક બની શકે છે પ્રાઈવેટ

કેન્દ્ર સરકારે 4 મિડ સાઈઝ બેંકોને પ્રાઈવેટાઈઝેશન માટે  શોર્ટ લિસ્ટ કરી છે. જે 4 સરકારી બેંકોને સરકારે પ્રાઈવેટાઈઝેશન માટે શોર્ટ લિસ્ટ કરી છે. જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનું નામ છે. ટૂંક સમયમાં તેમને સરકારીમાંથી પ્રાઈવેટ બેંક બનાવી દેવામાં આવશે.

Bank Privatisation: હજારો કર્મચારીઓની નોકરી જોખમમાં, આ 4 સરકારી બેંક બની શકે છે પ્રાઈવેટ

1. સરકારી બેંકોમાં ભાગીદારી વેચીને સરકાર રાજસ્વને વધારવા માગે છે
2. 4 મિડ સાઈઝ બેંકોને પ્રાઈવેટાઈઝેશન માટે શોર્ટ લિસ્ટ કરી
3. ટૂંક સમયમાં આ 4 સરકારી બેંક પ્રાઈવેટ બની જશે

નવી દિલ્લી: કેન્દ્ર સરકારે 4 મિડસાઈઝ સરકારી બેંકોને ખાનગીકરણ માટે શોર્ટ લિસ્ટ કરી છે. અને ટૂંક સમયમાં તેને સરકારીમાંથી ખાનગી બનાવવામાં આવશે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ પ્રમાણે જે 4 સરકારી બેંકોને પ્રાઈવેટાઈઝેશન માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવી છે. તેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra), બેંક ઓફ ઈન્ડિયા (BoI), ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (Central Bank)નું નામ છે. સરકારી બેંકોમાં ભાગીદારી વેચીને સરકાર રેવન્યુને વધારવા માગે છે. જેથી તે પૈસાનો ઉપયોગ સરકારી યોજનાઓ પર થઈ શકે.

હજારો કર્મચારીઓની નોકરી જોખમમાં:
હજારો કર્મચારીઓની હાજરીવાળા બેન્કિંગ સેક્ટરમાં ખાનગીકરણ રાજકીય રીતે એક જોખમ ભરેલું કામ છે. કેમ કે તેનાથી નોકરીઓ પર મોટું સંકટ આવી શકે છે. બેંક યુનિયન્સના એક અનુમાન પ્રમાણે બેંક ઓફ ઈન્ડિયામાં લગભગ 50,000 કર્મચારી છે. તો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 33,000, બેંક ઓફ મહારાષ્ટ્રમાં લગભગ 13,000 અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 26,000 કર્મચારી છે. બેંક ઓફ મહારાષ્ટ્રમાં ઓછા કર્મચારી હોવાના કારણે તેનું ખાનગીકરણ સરળ બની શકે છે. અને તેના કારણે તેને સૌથી પહેલાં પ્રાઈવેટ બનાવવામાં આવે.

બે બેંકને નવા નાણાંકીય વર્ષમાં બનાવાશે પ્રાઈવેટ:
શોર્ટ લિસ્ટ કરવામાં આવેલ આ 4 બેંકમાંથી 2નું ખાનગીકરણ નવા શરૂ થતાં નાણાંકીય વર્ષ 2021-22થી થશે. સરકાર બેંકિંગ સેક્ટરમાં ખાનગીકરણના પહેલા તબક્કા અંતર્ગત મિડ સાઈઝ અને નાની બેંકોમાં ભાગીદારી વેચવા પર વિચાર કરી રહી છે. આવનારા વર્ષોમાં સરકાર દેશની મોટી બેંકો પર જુગાર રમી શકે છે.

SBI બની રહેશે સરકારી બેંક:
આ મામલામાં નાણાં મંત્રાલય તરફથી કોઈ માહિતી મળી શકી નથી. જોકે આ સામે આવ્યું છે કે સરકાર દેશની સૌથી મોટી બેંક SBIમાં પોતાની મોટી ભાગીદારી જાળવી રાખશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2021ને રજૂ કરતાં પોતાના ભાષણમાં જાહેરાત કરી હતી કે સાર્વજનિક ક્ષેત્રની બે બેંકો અને એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ કરવાની યોજના છે. કેમ કે આ સમયે કેન્દ્ર સરકાર રોકાણ પર વધારે ધ્યાન આપી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news