Gandhinagar: ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો પર ટ્રાફિક પોલીસની તવાઇ, 15 બુલેટ જપ્ત કરાયા
Trending Photos
ગાંધીનગર : બુલેટને મોડીફાઇડ કરી અને તેના સાયલેન્સરને મોડીફાઇડ કરીને ધ્વની પ્રદૂષણ ફેલાવાતા લોકોની શાન ઠેકાણે લાવવા માટે ગાંધીનગર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્ટ્રાઇક શરૂ કરીને વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. ગુજરાતનાં વિવિધ શહેરોમાં તબક્કાવાર આ પ્રકારની ડ્રાઇવ કરવામાં આવી રહી છે. ગાંધીનગર પોલીસ દ્વારા 15 બુલેટ અને 5 બાઇક ડિટેઇન કરવામાં આવી છે. 38 વાહન ચાલકોને ધ્વનિ પ્રદૂષણ સહિતનાં વિવિધ નિયમ ભંગ બદલ 1000 રૂપિયાના દંડ પણ ફટકારવામાં આવ્યા છે.
બુલેટનું ઓરિજનલ સાયલેન્સર કઢાવીને વધારે પડતું લાઉડ સાયસેન્સર નંખાવીને દેખાડો કરતા નબીરાઓ સામે ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા સ્ટ્રાઇકની શરૂઆત કરવામાં આવી છે. થોડા સમય અગાઉ ગોધરાના એડ્વોકેટ રમઝાન જુજારાએ વાહન વ્યવહાર મંત્રીઆર.સી ફળદુને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ સંચાલકોની બાઇક ડિટેઇન કરીને સાયલેન્સર કાઢી લેવા અંગેની રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત હાઇકોર્ટમાં પણ આ અંગેની અરજી થઇ હતી. હાઇકોર્ટ દ્વારા પણ ધ્વનિપ્રદૂષણ મુદ્દે ઝાટકણી કાઢવામાં આવે તે પહેલા જ સરકાર હરકતમાં આવી ગઇ હતી.
વાહન વ્યવહાર મંત્રીએ રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને મોડીફાઇડ બુલેટ લઇને બેફામ ગતિએ દોડતા બુલેટ ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે ભલામણ કરી હતી. ત્યારે સરકારનાં આદેશ બાદ ગાંધીનગર ટ્રાફિક પોલીસ હરકતમાં આવી ચુકી છે. શહેરનાં મુખ્ય પ્રવેશદ્વાર સહિતના માર્ગો પર સધન ચેકિંગ હાથધરીને ધ્વની પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે