જાન્યુઆરીમાં આટલા દિવસ બેંકોમાં રહેશે રજાઓ, અત્યારથી જાણી લો ક્યારે ક્યારે રહેશે બંધ

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ જાન્યુઆરી 2021ની રજા જાહેર કરી છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા મુજબ, આ વખતે 8 દિવસથી બેંકોમાં રજા હોવાને કારણે કોઈ પણ પ્રકારનું કામ થશે નહીં. આ સિવાય બીજા અને ચોથા શનિવાર અને રવિવારે રજાઓ છે

જાન્યુઆરીમાં આટલા દિવસ બેંકોમાં રહેશે રજાઓ, અત્યારથી જાણી લો ક્યારે ક્યારે રહેશે બંધ

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ જાન્યુઆરી 2021ની રજા જાહેર કરી છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા મુજબ, આ વખતે 8 દિવસથી બેંકોમાં રજા હોવાને કારણે કોઈ પણ પ્રકારનું કામ થશે નહીં. આ સિવાય બીજા અને ચોથા શનિવાર અને રવિવારે રજાઓ છે. તમામ સરકારી, ખાનગી, વિદેશી અને સહકારી બેંકોએ આરબીઆઈ દ્વારા જારી કરાયેલી રજાઓને ધ્યાનમાં લેવી પડશે.

આટલા દિવસો નહીં ખુલે બેંકો
જાન્યુઆરીમાં કુલ 13 દિવસ બેંકોમાં કોઈ કામ થશે નહીં. જણાવી દઇએ કે આ 13 રજાઓ (Bank Holidays)માં જુદા જુદા રાજ્યોમાં રજાઓ સાથે મહિનાના બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વર્ષ 2020 માટે બેંક હોલીડેઝ 2020 કેલેન્ડર (Bank Holidays 2020 Calendar) બહાર પાડ્યું છે.

આ છે રજા
આરબીઆઈ વેબસાઇટ અનુસાર, રજાઓ આ રીતે ઘણા રાજ્યો અનુસાર નક્કી કરવામાં આવી છે. હોઈ શકે છે કે બેંક તમારા રાજ્યમાં ખુલ્લી હોય અને બીજા રાજ્યમાં બંધ હોય.

1 જાન્યુઆરી, શુક્રવાર - નવું વર્ષ
2 જાન્યુઆરી, શનિવાર - નવા વર્ષની રજા
11 જાન્યુઆરી, સોમવાર - મિશનરી દિવસ
14 જાન્યુઆરી, ગુરુવાર - મકરસંક્રાંતિ અને પોંગલ
15 જાન્યુઆરી - બિહુ
16 જાન્યુઆરી - ઉઝવર થિરુનલ
23 જાન્યુઆરી, ચોથો શનિવાર - નેતાજી જયંતિ
25 જાન્યુઆરી - ઇમોનીયુ ઇરાપ્તા
26 જાન્યુઆરી, મંગળવાર - પ્રજાસત્તાક દિવસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news