તાતા મોટર્સના શેરધારકો માટે આજે ઉગ્યો કાળો દિવસ, રોયા રાતા પાણીએ
નબળું પરિણામ આવતા તાતા મોટર્સના શેરમાં આજે ભારે કડાકો બોલ્યો હતો
Trending Photos
નવી દિલ્હી : તાતા મોટર્સને 2018ના ડિસેમ્બર ત્રિમાસીક ક્વાર્ટરમાં રુ. 26,961 કરોડ રુપિયાનું નુકસાન થયું છે. જે અત્યાર સુધીની સૌથી મોટી ત્રિમાસિક ખોટ છે. તાતા મોટર્સ માટે આ સળંગ ત્રીજા ક્વાર્ટરમાં ખોટ છે. 2017માં ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ 1,214 કરોડ રુપિયાનો નફો નોંધાવ્યો હતો. નબળું પરિણામ આવતા તાતા મોટર્સના શેરમાં આજે ભારે કડાકો બોલ્યો હતો. આજે માર્કેટ ખુલતા તાતા મોટર્સનો શેર 17% જેટલા ઘટાડા સાથે 32 રુપિયા તુટી ગયો હતો. જે બાદ શેરના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. 2018ના 12 મહિના પૈકી 8 મહિનામાં જેગુઆરની લક્ઝરી કારના વેચાણમાં સતત ઘટોડો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે એક સમયે જબરજસ્ત નફામાં રહેતી તાતા મોટર્સની આ ખોટ પાછળ કંપનીએ એક્વાયર કરેલી જેગુઆર લેન્ડ રોવર જવાબદાર છે. જેગુઆર હવે તાતા મોટર્સ હસ્તકની બ્રિટિશ કંપની છે. કંપનીના રેવન્યુમાં તેનો ભાગ 72% જેટલો છે પરંતુ ચીનમાં વેચાણ ઘટતા તેમજ બ્રેગ્ઝિટની અનિશ્ચિતતાઓનો કારણે જેગુઆર સંકટ હજુ પણ ઘેરુ બની રહ્યું છે. જ્યારે મહત્વપૂર્ણ છે કે જુલાઈથી ડિસેમ્બરના ગાળામાં કંપનીનું વેચાણ સતત ઘટ્યું છે.
જેગુઆર લેન્ડ રોવરની રેવન્યુ ગત વર્ષે એક ટકા જેટલો ઘટી 6.2 અબજ પાઉન્ડ પર આવી ગઈ હતી. કંપની મુજબ આ પાછળ ચીનમાં વેચાણ ઘટવા ઉપરાંત ટેક્નોલોજીકલ સમસ્યાઓ અને લોન મોંઘી થવા જેવા અનેક પરિબળો જવાબદાર છે. તેમજ નાણાકીય સ્થિતિ જોતા જેગુઆર લેન્ડ રોવરે નક્કી કર્યું છે કે મૂડી રોકાણને ઓછું કરવામાં આવે. જેના કારણે પણ આ ક્વાર્ટરમાં 3.4 અબજ પાઉન્ડનું નુકસાન થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે