...તો ગુજરાતમાં બની શકે છે કોરોના વેક્સીન માટેનો કોલ્ડ સ્ટોરેજ પ્લાન્ટ

...તો ગુજરાતમાં બની શકે છે કોરોના વેક્સીન માટેનો કોલ્ડ સ્ટોરેજ પ્લાન્ટ
  • લક્ઝમબર્ગની બી મેડિકલ સિસ્ટમ કંપની ભારતમાં કોરોના વેક્સીનની સ્ટોરીજ માટે કોલ્ડ ચેઈન ફેસેલિટીનું નિર્માણ કરશે.
  • રાજ્ય સરકારની સૂચના બાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રિજનલ વેક્સીન કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરાયા છે

ઝી મીડિયા/બ્યૂરો :દેશમાં કોરોના વાયરસ વેક્સીન બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર દરેક ભારતીયને વેક્સીન (corona vaccine) આપવાની રણનીતિ પર કામ કરી રહી છે. વેક્સીનના સ્ટોરેજ (cold storage) માટે તેની જરૂરી કોલ્ડ ચેન સહિત દરેક નાની-મોટી બાબત પર પ્રધાનમંત્રી કાર્યાલયની સીધી નજર છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લક્ઝમબર્ગની બી મેડિકલ સિસ્ટમ કંપની (b medical systems) ભારતમાં કોરોના વેક્સીનની સ્ટોરીજ માટે કોલ્ડ ચેઈન ફેસેલિટીનું નિર્માણ કરશે. કંપનીના CEO એલ પ્રોવોસ્ટે કહ્યું કે, દેશમાં આગામી વર્ષે માર્ચ મહિના સુધી કોલ્ડ સ્ટોરેજ સેન્ટર સ્થાપિત કરી લેવાશે. તેનો પ્લાન્ટ ગુજરાતમાં લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. 

આ પણ વાંચો : KBCમાં રાજકોટની રચના 3.20 લાખ જીતી, અભિનેત્રી હરમીત કૌરના રિયલ નામનો જવાબ ન આપી શકી

ઉલ્લેખનીય છે કે, કંપનીના CEO હાલ ભારતની મુલાકાતે છે. તેઓએ કહ્યું કે, લક્ઝમબર્ગથી ભારતમાં કોલ્ડ ચેન ફેસેલિટીની સુવિધા માટે ટેકનોલોજી સ્થળાંતર કરવા માટે આ મુલાકાત કરવામાં આવી છે. ગુજરાત એ રાજ્યોમાંથી એક છે, જ્યાં અમે તેનો પ્લાન્ટ લગાવવાના સાઈટની શોધ કરી રહ્યાં છે. 

— ANI (@ANI) December 8, 2020

તો કંપનીના ડેપ્યુટી CEO જે.દોશીએ કહ્યું કે, અમે ભારતમાં કોલ્ડ ચેન ફેસેલિટીનું નિર્માણ કરીશું અને અમારું લક્ષ્ય માર્ચ 2021 સુધી એક સંસ્થા ઉભી કરવાનું છે. તેના માટે તેલંગાના અને મહારાષ્ટ્ર રાજ્ય અમારી સાથે સંપર્કમાં છે. 

આ પણ વાંચો : ગુજરાતના આ ગામના બાળકો મોબાઈલ નેટવર્ક માટે પહાડીઓ પર ભટકે છે, ત્યારે જઈને માંડ ઓનલાઈન અભ્યાસ થાય છે

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની સૂચના બાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રિજનલ વેક્સીન કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરાયા છે. જેમાં 20 થી 25 લાખ ડોઝ રાખી શકાય તેવા કોલ્ડસ્ટોરેજ તૈયાર કરાયા છે. આ માટે જિલ્લામાં 53 કોલ્ડસ્ટોરેજ ચેન પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. PHC, CHC, UHC સેન્ટર સુધી ટેમ્પરેચર મેન્ટેન કરી વેક્સીન રાખી શકાશે. કોરોના વેકસિન ટેમ્પરેચર જાળવવા આધુનિક નેટવર્ક પણ તૈયાર કરાયું છે. ઈલેક્ટ્રોનિક્સ વેક્સીન ઇન્ટેલિજન્સ નેટવર્ક (EVIN) દ્વારા વેક્સીનના ટેમ્પરેચર પર નજર રાખશે. ફ્રીઝરમાં જો ટેમ્પરેચર વધુ-ઓછું થશે તો તરત જ વેક્સીન ઓફિસરને ઓટોમેટિક મેસેજ જનરેટ થઈને તેમના મોબાઇલ પર માહિતી મળશે. રાજ્યના તમામ વેક્સીન ઓફિસરના મોબાઇલ EVIN થી જોડવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news