ઘરેલૂ હવાઇ યાત્રા માટે ખુશખબરી, ઉડ્ડયન મંત્રાલયે કરી આ મોટી જાહેરાત
Trending Photos
નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઘરેલૂ હવાઇ યાત્રાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. તેનાથી કરોડો યાત્રીઓને ખૂબ ફાયદો થશે અને સસ્તા ભાડામાં મુસાફરી કરી શકો છો. મંત્રાલ્યે વિમાન યાત્રા વધારવા નિર્ણય પર 24 નવેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધી છે.
લોકડાઉન બાદ વિમાન કંપનીઓએ સંચાલનનઈ અનુમતિ મળ્યા બાદ 21 મેના રોજ તેની સાથે જોડાયેલ આદેશ જાહેર કર્યો હતો. તેમાં હવાઇ યાત્રાની દૂરીના આધાર પર ભાડાની શ્રેણી નિર્ધારિત કરવામાં આવી હતી. કોવિડ મહામારી ફેલાયા બાદ મંત્રાલયે ઘરેલૂ વિમાન ભાડુ વધારવા પર પ્રતિબંધ લગાવ્યો હતો અને ઉડાનોના ભાડાની અધિકત્તમ અને ન્યૂનતમ સીમા નક્કી કરી હતી.
હવાઇ યાત્રાની વધતી જતી માંગના કારણે ભાડામાં વધારો રોકવા માટે અધિકતમ સીમા નક્કી કરવામાં આવી હતી જ્યારે વિમાન કંપનીઓના સંચાલન ખર્ચ સુનિશ્વિત કરવા માટે નિચલી સીમા નક્કી કરવામાં આવી હતી. જૂનમાં જ વિમાન ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ઘરેલૂ રૂટ પર વિમાનોના ભાડા પર કેપિંગની જાહેરાત કરી હતી. તે દરમિયાન આ કેપિંગ 24 ઓગસ્ટ સુધી હતી, જેને હવે 3 મહિના માટે વધુ વધારી દીધી છે.
આટલી છે હવાઇ કેપિંગ
40 મિનિટથી વધુ અવધિવાળા ઘરેલૂ ફ્લાઇટ માટે ન્યૂનતમ ભાડું 2,000 રૂપિયા અને અધિકતમ ભાડું 6,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. 40 થી 60 મિનિટ માટે આ લિમિટ ક્રમશ: 2,500 રૂપિયા અને 7,500 રૂપિયા હતા. 60 થી 90 મિનિટની ફ્લાઇટ માટે ન્યૂનતમ ભાડું 3,000 રૂપિયા અને અધિકતમ ભાડું 9000 રૂપિયા સુધી કરવામાં આવ્યું છે.
અ પ્રકારે 90 થી 120 મિનિટ માટે આ લિમિટ 3,500 અને 10,000 રૂપિયા છે. 120 મિનિટથી 150 મિનિતની અવધિવાળા ફ્લાઇટ્સ માટે ભાડું 4,500 રૂપિયાથી લઇને 13,000 રૂપિયા વચ્ચે નિર્ધારિત કરવામાં આવી છે. 150 મિનિટથી માંડીને 180 મિનિટની ફ્લાઇટ માટે ભાડું ઓછામાં ઓછું 5,500 રૂપિયા અને અધિકત્તમ 15,570 રૂપિયા રાખવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે