કોરોના સંકટ બાદ ચીનનો વધુ એક ખતરનાક પ્લાન, PAK સાથે કરી રહ્યું છે સીક્રેટ ડીલ

જૈવિક યુદ્ધ ક્ષમતા બનાવવા માટે ચીન (China) અને પાકિસ્તાન (Pakistan)ની વચ્ચે એક કરારના સમાચાર મળી રહ્યાં છે, અને આ કરારથી જોડાયેલા દાવાના કેન્દ્રમાં વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી (Wuhan Institute of Virology) છે. ઓસ્ટ્રેલિયાના પત્રકાર એન્થની ક્લેન જે એક વેબસાઇટ ક્લેક્સોન (Klaxon)ના સંપાદક છે. ક્લેનના જણાવ્યા અનુસાર, આ કરાર ચીનની વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી અને પાકિસ્તાનની ડિફેન્સ, સાયન્સ અને ટેક્નોલોજી ઓર્ગનાઇઝેશનની વચ્ચે થયો છે.
કોરોના સંકટ બાદ ચીનનો વધુ એક ખતરનાક પ્લાન, PAK સાથે કરી રહ્યું છે સીક્રેટ ડીલ

નવી દિલ્હી: જૈવિક યુદ્ધ ક્ષમતા બનાવવા માટે ચીન (China) અને પાકિસ્તાન (Pakistan)ની વચ્ચે એક કરારના સમાચાર મળી રહ્યાં છે, અને આ કરારથી જોડાયેલા દાવાના કેન્દ્રમાં વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી (Wuhan Institute of Virology) છે. ઓસ્ટ્રેલિયાના પત્રકાર એન્થની ક્લેન જે એક વેબસાઇટ ક્લેક્સોન (Klaxon)ના સંપાદક છે. ક્લેનના જણાવ્યા અનુસાર, આ કરાર ચીનની વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી અને પાકિસ્તાનની ડિફેન્સ, સાયન્સ અને ટેક્નોલોજી ઓર્ગનાઇઝેશનની વચ્ચે થયો છે.

એવુ લાગે છે કે, આ માત્ર સંયુક્ત સંશોધન માટે કરવામાં આવેલો એક કરાર હશે. જે ઉભરતી સંક્રામક બીમારીઓ પર થશે. પર હશે, પરંતુ એન્થોની ક્લેઈન દાવો કરે છે કે આ કરાર કરતાં કપટી એજન્ડા છે. આ પ્રોગ્રામને સંપૂર્ણ રીતે ચીન દ્વારા નાણાં પૂરા પાડવામાં આવે છે, અને તેમાં આશ્ચર્યની કોઇ વાત નથી, કેમ કે, ચીન પાકિસ્તાનમાં ઘણું બધુ રોકાણ કરી રહ્યું છે. આ કરારના અંતર્ગત ચીનને ચીનની સીમાઓ બહાર એટલે કે પાકિસ્તાનમાં પણ જૈવિક એજેન્ટ્સ પર પરીક્ષણ કરવાની પરવાનગી મળી ગઇ છે.

રિપોર્ટ અનુસાર, આ એક ગુપ્ત કરાર છે. જેની જાણકારી દુનિયાથી છુપાવવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં એક સીક્રેટ જગ્યા છે જ્યાં રોગ ફેલાવતા ઘાતક જંતુઓ (પેથોજેન)થી જોડાયેલા રિસર્ચ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યાં છે. પેથોજેન એન્થ્રેક્સની જેમ છે. જેનો ઉપયોગ જૈવિક હથિયાર તરીકે કરવામાં આવ્યો છે. આ પહેલા શુક્રવારના ઝી ન્યૂઝની સહયોગી ચેનલ WIONએ એન્થની ક્લેન સાથે વાત કરી હતી. તેમનું કહેવું છે કે, નવી દિલ્હીને આ તરફ ધ્યાન આપવું જોઇએ કેમ કે, આ મામલો ભારત માટે સીધો અને મોટો ખતરો છે.

ક્લેનનું કહેવું છે કે, આ પ્રોજેક્ટનો ઉદેશ્ય અને ઇરાદો એકદમ ઉલટો છે. ચીન બધાની નજરથી દુર પાકિસ્તાનના આ ગુપ્ત રિસર્ચ કેન્દ્રમાં તમામ ખતરનાક પ્રયોગ કરવા ઇચ્છે છે. જો કે, આ પ્રયોગો પાકિસ્તાનની જેવી વિદેશી ધરતી પર પરંતુ ચીની વસાહતમાં કરવામાં આવશે, તેથી જો ભવિષ્યમાં કંઇક ખોટું થાય તો ચીન સરળતાથી પોતાની જવાબદારીથી દુર કરી શકે છે. ક્લેનના જણાવ્યા અનુસાર તેઓ વુહના કેસ બાદ આ પાઠ ભણી ચુક્યા છે કે, પોતાની જમીન પર કંઇપણ કરવું નથી.

પેથોજેનનું પરીક્ષણ પાકિસ્તાનમાં ખુબજ ઓછી સુરક્ષાવાળી પ્રયોગશાળામાં કરવામાં આવી રહ્યું છે. સાયન્સમાં બાયોસેફ્ટી માત્ર 4 સૌથી સારા બાયોસેફ્ટી બચાવની રીત માનવામાં આવે છે. જીવલેણ બીમારીઓ (જેનો વાયરસ સરળતાથી બીજાના શરીરમાં ફેલાઇ શકે)થી જોડાયેલા પરીક્ષણ હમેશા વાયોસેફટી લેવલ 4ની સુરક્ષામાં કરવા જોઇએ.

વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીમાં બાયોસેફ્ટી લેવલ 4 હતું અને હવે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે કે, શું તેના ધોરણો અને સલામતીના નિયમોનું પણ પાલન કરવામાં આવી રહ્યું હતું કે નહીં? રિપોર્ટ જણાવે છે કે, પાકિસ્તાન એવી પ્રયોગશાળાઓમાં રિસર્ટ ટેસ્ટ કરી રહ્યું છે, જે ખતરનાક સ્તરના વાયરસોનો સામનો કરવામાં સજજ નથી. ચીન પાકિસ્તાનમાં વગર કોઇ સાવધાનીઓના વધુ એક વાયરસ બેંક તૈયાર કરી રહ્યું છે.

એક અથવા બીજી રીતથી, આ વધુ એક મોટી ઘટના થવા પહેલાની દસ્તક છે. જો તેઓ જૈવિક હથિયાર બનાવે છે તો આ મોટો ખતરો છે, પરંતુ જો ત્યાં સુરક્ષાનો ભંગ થયા છે તો તે સંપૂર્ણ દુનિયા માટે ખતરનાક થઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news