MGએ ભારતમાં લોન્ચ કરી E-SUV, સિંગલ ચાર્જમાં ચાલશે 461 કિમી, સાથે જ મળશે ધમાકેદાર ફીચર્સ

MGએ ભારતમાં લોન્ચ કરી E-SUV, સિંગલ ચાર્જમાં ચાલશે 461 કિમી, સાથે જ મળશે ધમાકેદાર ફીચર્સ

નવી દિલ્લીઃ MG Motor Indiaએ ભારતમાં 2022 MG ZS EVને સત્તાવાર રીતે 21.99 લાખની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત સાથે લોન્ચ કરી છે. આ કિંમત ઈલેક્ટ્રિક SUVના બેઝ એક્સાઈટ વેરિઅન્ટ માટે છે જે જુલાઈ 2022થી ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. જ્યારે હવેથી ઉપલબ્ધ કરવામાં આવેલા મોડલનું નામ એક્સક્લુઝિવ છે અને તેની એક્સ-શોરૂમ કિંમત 25.88 લાખ રૂપિયા છે. આ ઈલેક્ટ્રિક કારને ભારતમાં પહેલીવાર 2019માં લૉન્ચ કરવામાં આવી હતી, જેને હવે કંપનીએ મોટા ફેરફારો સાથે માર્કેટમાં ફરીથી લૉન્ચ કરી છે. અગાઉના મોડલની સરખામણીમાં ઈલેક્ટ્રિક SUVના એક્સટીરિયર અને ઈન્ટીરીયરમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે.

દરેક જગ્યાએ LED લાઈટ આપવામાં આવી-
2022 MG ZS EVને એક ફેસલિફ્ટ આપવામાં આવ્યું છે જે નવી ગ્રિલ સાથે આવે છે, જે તેને એકદમ સ્ટાઈલિશ બનાવે છે. ઈલેક્ટ્રિક SUVમાં 17 ઈંચના ટોમહોક હબ ડિઝાઇન એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આ સિવાય કારમાં દરેક જગ્યાએ LED લાઈટ આપવામાં આવી છે. નવી ZS EVની કેબિને જૂના મૉડલમાંથી કન્વીનિયેન્સ અને કનેક્ટિવિટી ફીચર્સ સહિતની ઘણી સુવિધાઓ સામેલ છે.

પ્રીમિયમ લેધરથી ઢંકાયેલું ડેશબોર્ડ-
SUVને પ્રીમિયમ લેધર કવર્ડ ડેશબોર્ડ, ડ્યુઅલ-પેન પેનોરેમિક સ્કાય રૂફ, રિયર સેન્ટર હેડરેસ્ટ, કપ હોલ્ડર્સ સાથે રિયર સેન્ટર આર્મરેસ્ટ અને પાછળ એસી વેન્ટ્સ આપવામાં આવ્યા છે. કેબિનમાં 10.1-ઈંચની HD ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે જે Apple CarPlay અને Android Autoને સપોર્ટ કરે છે. કંપનીએ અહીં 7-ઈંચ LED ડ્રાઈવર્સ ડિસ્પ્લે, 5 USB પોર્ટ, વાયરલેસ ફોન ચાર્જિંગ, એર ફિલ્ટર, ડિજિટલ બ્લૂટૂથ કી જેવા ઘણા ફીચર્સ આપ્યા છે.

સિંગલ ચાર્જમાં 461 કિમીની રેન્જ-
MG Indiaએ આ ઈલેક્ટ્રિક SUVમાં 50.3 kW-R બેટરી પેક આપ્યું છે, જે IP69 વોટરપ્રૂફ રેટિંગ સાથે આવે છે. આ SUV સિંગલ ચાર્જમાં 461 કિમીની રેન્જ આપે છે અને 176 PS પાવર જનરેટ કરે છે, જે 0-100 કિમી/કલાકની સ્પીડે પહોંચવા માટે માત્ર 8.5 સેકન્ડ લે છે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ ઈલેક્ટ્રિક SUV મજબૂત છે, કારણ કે આ કારમાં 6 એરબેગ્સ, iSmart કનેક્ટેડ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સિવાય લેન ચેન્જ આસિસ્ટ, બ્લાઈન્ડ સ્પોટ ડિટેક્શન, રિયર ક્રોસ-ટ્રાફિક એલર્ટ, 360-ડિગ્રી કેમેરા, હિલ ડિસેન્ટ કંટ્રોલ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સામેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news