ભાગેડૂ પાસેથી ભરપાઇ બાદ આટલી વસૂલી બાકી, સુપ્રીમ કોર્ટમાં સરકારને આપી જાણકારી

ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યા (Vijay Mallya)ને સુપ્રીમ કોર્ટ (Supreme Court)માંથી વધુ આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે માલ્યાની યૂનાઇટેડ બ્રેવરીઝ હોલ્ડિંગ્સ લિમિટેડ (UBHL) દ્વારા કર્ણાટક હાઇકોર્ટ (Karnataka High Court)ના આદેશને પડકાર આપવા માટે દાખલ અરજીને નકારી કાઢી. 

ભાગેડૂ પાસેથી ભરપાઇ બાદ આટલી વસૂલી બાકી, સુપ્રીમ કોર્ટમાં સરકારને આપી જાણકારી

નવી દિલ્હી: ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યા (Vijay Mallya)ને સુપ્રીમ કોર્ટ (Supreme Court)માંથી વધુ આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે માલ્યાની યૂનાઇટેડ બ્રેવરીઝ હોલ્ડિંગ્સ લિમિટેડ (UBHL) દ્વારા કર્ણાટક હાઇકોર્ટ (Karnataka High Court)ના આદેશને પડકાર આપવા માટે દાખલ અરજીને નકારી કાઢી. 

સુપ્રીમ કોર્ટમાં કિંગફિશર એરલાઇન્સના બાકી રિકવરી માટે કંપનીને બંધ કરવા પર પ્રતિબંધ લગાવવાના આદેશ વિરૂદ્ધ આવેલા નિર્ણયને પડકારવામાં આવી હતી. 

કાર્યવાહીની જાણકારી
કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ યૂ યૂ લલિતની ખંડપીઠે કંપનીને રાહત આપવાની મનાઇ કરી દીધી. તો બીજી તરફ વરિષ્ઠ અધિવક્ત્તા મુકુલ રોહતગી (Mukul Rohatgi) એ એસબીઆઇ (SBI)ના નેતૃત્વમાં બેંકોને કંસોર્ટિયમના પ્રતિનિધિત્વ કરતાં કોર્ટને સૂચિત કરવામાં આવ્યું છે કે ફરાર માલ્યા પાસેથી લગભગ 3600 કરોડ રૂપિયાની વસૂલી થઇ ચૂકી છે પરંતુ અત્યારે 11 હજાર કરોડની વસૂલી બાકી છે.  

રોહતગીએ દાવો કર્યો કે ઇડી (ED)ને કંપનીની સંપત્તિને કુર્ક કરવી જોઇતી ન હતી કારણ કે આ એનક્મબર્ડ સંપત્તિ હતી અને આ પ્રકારની બેંકોની સંપત્તિઓ પર પહેલો દાવો હતો. 

અત્રે ઉલ્લેખની છે કે ફેબ્રુઆરી 2018માં કર્ણાટક હાઇકોર્ટના આદેશના અનુસાર યૂબીએચએલના પોતાના લેણદારોને કુલ બાકી લગભગ 7,000 કરોડ રૂપિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news