મોટિવેશનલ સેશન "શાર્ક ટેલ્સ"માં અમન ગુપ્તાએ કહ્યું, 'એક દસક નહી પરંતુ આખી સદી ભારતની છે'
આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, અને નજીકના ભવિષ્યમાં ત્રીજા સ્થાન માટેનો દાવો કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, અને નિર્ણાયક તબક્કે ઊભું છે.
Trending Photos
તાજેતરમાં ચિરીપાલ ગ્રુપ દ્વારા "શાર્ક ટેલ્સ" નામના વિશિષ્ટ મોટિવેશનલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં "BOAT"ના ફાઉન્ડર અને સીરીયલ આન્ત્રપ્રેન્યોર "અમન ગુપ્તા" સાથે ચિરીપાલ ગ્રુપના યુવા પ્રમોટર રોનક ચિરીપાલે વાર્તાલાપ કર્યો હતો. આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય યુવાનોના મનમાં ઉદ્યોગસાહસિકતાની ભાવનાને પ્રજ્વલિત કરવાનો અને તેમની ભાવિ કારકિર્દીમાં સાહસિક પગલાં ભરવા માટે પ્રેરિત કરવાનો હતો.
આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, અને નજીકના ભવિષ્યમાં ત્રીજા સ્થાન માટેનો દાવો કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, અને નિર્ણાયક તબક્કે ઊભું છે. 2025 સુધીમાં 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવા માટે, રાષ્ટ્રને વધુ ને વધુ એવા ઉદ્યોગસાહસિકોની જરૂર છે જે વૃદ્ધિ અને નવીનતાને આગળ વધારી શકે. આ જરૂરિયાતને ઓળખીને "શાર્ક ટેલ્સ" સત્રનું આયોજન કરવાની પહેલ કરી, જેમાં વિદ્યાર્થીઓની ઉદ્યોગસાહસિક ક્ષમતાને સશક્ત બનાવવા અને તેનું સંવર્ધન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
આ સેશનમાં ઉધોગ જગતના જાણીતા અને સફળ ઉધોગપતિ અમન ગુપ્તાની પ્રેરણાદાયી યાત્રાને શેર કરવામાં આવી, જેમણે અત્યંત સફળ BOAT બ્રાન્ડની સ્થાપના કરી હતી. તેમણે હાજર રહેલા યુવા શ્રોતાઓને મોટા સપના જોવા અને ગણતરીપૂર્વકના જોખમો લેવા પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે હાલ ઉદ્યોગસાહસિકો માટે દેશમાં અભૂતપૂર્વ તકો અને વાતાવરણ ઉપલબ્ધ છે, વધુમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે ફક્ત આ એક દસક નહી પરંતુ આખી સદી ભારતની છે.
રોનક ચિરીપાલે જણાવ્યું કે, "દરેક યુવાન વ્યક્તિમાં સફળ ઉદ્યોગસાહસિક બનવાની ક્ષમતા છે. સાહસિકતા એ સપનાને વાસ્તવિકતામાં ફેરવવાની સફર છે, જેમાં જુસ્સા અને દ્રઢતા સાથે અનિશ્ચિતતાનનો સામનો કરી હિંમત પૂર્વક આગળ વધવુ જોઇએ."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે