Air Indiaની ધમાકેદાર ઓફર, 979 રૂપિયામાં ફરવાનો ચાન્સ 

આ ઓફર દરમિયાન ખરીદવામાં આવેલી ટિકિટ પર 30 સપ્ટેમ્બર, 2019 સુધી પ્રવાસ કરી શકાય છે

Air Indiaની ધમાકેદાર ઓફર, 979 રૂપિયામાં ફરવાનો ચાન્સ 

નવી દિલ્હી : સરકારી કંપની Air India તરફથી રિપબ્લિક ડે પર સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેલ અંતર્ગત માત્ર 979 રૂપિયામાં હવાઇ પ્રવાસ કરવાની તક મળી રહી છે. આ સેલ 26 જાન્યુઆરીથી શરૂ થયું છે અને 28 જાન્યુઆરી સુધી ચાલશે. આ ઓફર દરમિયાન ખરીદવામાં આવેલી ટિકિટ પર 30 સપ્ટેમ્બર, 2019 સુધી પ્રવાસ કરી શકાશે. 

કંપની તરફથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન પ્રમાણે ટિકિટ પર કોઈ વધારાનો ચાર્જ નહીં વસુલ કરવામાં આવે. આ ટિકિટ એર ઇન્ડિયાના બુકિંગ કાઉન્ટર, કંપનીની ઓફિશિયલ વેબસાઇટ તેમજ ઓનલાઇન ટ્રાવેલ વેબસાઇટથી બુક કરાવી શકાશે. ડોમેસ્ટિક ફ્લાઇટ માટે લઘુત્તમ ભાડું 979 રૂપિયાથી શરૂ થાય છે. જોકે,  બિઝનેસ ક્લાસનું ડોમેસ્ટિક ભાડું 6,965 રૂપિયાથી શરૂ થાય છે. 

ઇન્ટરનેશનલ ફ્લાઇટની વાત કરીએ તો અમેરિકા માટે ઇકોનોમી ક્લાસની રાઉન્ડ ટ્રીપ એટલે કે આવવાનું અને જવાનું ભાડું 55000 રૂપિયાથી શરૂ થાય છે. ઇંગ્લેન્ડ અને યુરોપનું ભાડું 32,000 રૂપિયાથી તેમજ ઓસ્ટ્રેલિયાની ઇકોનોમી ક્લાસની ટિકિટ 50,000 રૂપિયાથી શરૂ થઈ રહી છે. આ સિવાય સાઉથ એશિયાના દેશોનું ભાડું 11,000 રૂપિયાથી શરૂ થાય છે તેમજ SAARC દેશોના ભાડામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news