ગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળ
અદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી બંને માટે ખરાબ સમાચાર આવ્યા છે. અમેરિકાના ન્યૂયોર્ક ફેડરલ કોર્ટમાં ગૌતમ અદાણી પર સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુમરાહ કરવાના આરોપ લાગ્યા છે. બજાર ખુલતા પહેલા આ સમાચાર આવ્યા અને બજાર જેવું ખુલ્યું કે ગ્રુપના તમામ સ્ટોક્સ ધરાશાયી થઈ ગયા. મોટાભાગના શેરોમાં લોઅર સર્કિટ લાગી છે.
Trending Photos
અદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી બંને માટે ખરાબ સમાચાર આવ્યા છે. અમેરિકાના ન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી પર સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુમરાહ કરવાના આરોપ લાગ્યા છે. તેમના પર લાંચ આપવાનો અને ફ્રોડ આચરવાનો આરોપ લાગ્યો છે તેમાં ગ્રુપ સાથે જોડાયેલા સાત અન્ય લોકો પણ સામેલ છે. આરોપો બાદ અદાણી એન્ટરપ્રાઈસીસે બોન્ડ દ્વારા 60 કરોડ ડોલર ભેગા કરવાની યોજના રદ કરી છે. રોયટર્સ મુજબ આ લાંચ સોલર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને અપાઈ હતી. બજાર ખુલતા પહેલા આ સમાચાર આવ્યા અને બજાર જેવું ખુલ્યું કે ગ્રુપના તમામ સ્ટોક્સ ધરાશાયી થઈ ગયા. મોટાભાગના શેરોમાં લોઅર સર્કિટ લાગી છે.
અદાણી ગ્રુપના સ્ટોક્સ ધરાશાયી
અદાણી એનર્જી સોલ્યુશનમાં 20%ની લોઅર સર્કિટ લાગી. આ સિવાય અદાણી એન્ટરપ્રાઈસીસમાં 10%ની લોઅર સર્કિટ, અદાણી ગ્રીન એનર્જીમાં 20%, અદાણી પોર્ટ્સમાં 10%, અદાણી પાવરમાં 13%, અદાણી ટોટલ ગેસમાં 15%, અંબુજા સિમેન્ટ્સમાં 10%ની લોઅર સર્કિટ જોવા મળી છે. આ સમાચારના કારણે બજારની સેન્ટિમેન્ટ્સ પણ નબળી થતી જોવા મળી છે. જે પહેલેથી દબાણ હેઠળ હતું. નિફ્ટીમાં 230 અંકોથી વધુનો કડાકો જોવા મળ્યો અને તે 23300 ની નીચે ગગડી ગયો.
અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે કહ્યું કે વર્ષ 2020થી 2024 વચ્ચે એક ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી કંપનીએ સોલર એનર્જી સપ્લાય કોન્ટ્રાકટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપવાનો રસ્તો અપનાવ્યો. આરોપ પત્રમાં કહેવાયું છે કે અદાણી અને અન્ય લોકોએ લગભગ 265 મિલિયન ડોલરની લાંચ આપી છે. તેમને આશા હતી કે આ કોન્ટ્રાક્ટથી આગામી બે દાયકામાં 2 બિલિયન ડોલરથી વધુનો ફાયદો થશે. SEC નો એવો પણ દાવો છે કે યોજનામાં સામેલ કેટલાક લોકોએ ગૌતમ અદાણી માટે 'ન્યૂમેરો ઉનો' અને 'ધ બિગ મેન' જેવા કોડ વર્ડ વાપર્યા. આરોપ લાગ્યો છે કે અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને એક અન્ય એક્ઝીક્યુટિવ વનીત જૈને અદાણી ગ્રીન એનર્જી માટે 3 અબજ ડોલરથી વધુની લોન અને બોન્ડ મેળવવા માટે લેણદારો અને રોકાણકારોથી લાંચને છૂપાવી રાખી.
ખોટું બોલવાનો અને તપાસમાં વિધ્નનો પણ આરોપ
આ બધા આરોપ વિદેશ ભ્રષ્ટાચાર પ્રથા અધિનિયમ હેઠળ આવે છે જે વિદેશી વ્યાપારિક લેવડદેવડમાં લાંચ વિરુદ્ધના અમેરિકી કાયદા છે. આસિસ્ટન્ટ એટોર્ની જનરલ લિસા એચ મિલરે કહ્યું કે આરોપ પત્રમાં ભારતીય સરકારી અધિકારીઓને 250 મિલિયન યુએસ ડોલરથી વધુની લાંચ આપવા, રોકાણકારો અને બેંકોથી અબજો ડોલર ભેગા કરવા માટે ખોટું બોલવા અને તપાસમાં વિધ્ન નાખવાની યોજનાઓનો આરોપ લગાવવામાં આવ્યો છે.
કેસમાં કોના કોના નામ?
- ગૌતમ અદાણી (62)
- સાગર એસ અદાણી (30)
- વિનિત એસ, જૈન, (53)
- રંજીત ગુપ્તા ( 54)
- સિરિલ કબાનેસ (50)
- સૌરભ અગ્રવાલ (48)
- દીપક મલ્હોત્રા (45)
- રૂપેશ અગ્રવાલ (50)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે