1 શેર પર 410 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ 20 જુલાઈ પહેલા
કંપનીએ ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. એક શેર પર કંપની 410 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે. રેકોર્ડ ડેટ 20 જુલાઈ પહેલા છે.
Trending Photos
Dividend Stock: શેર બજારમાં આગામી સપ્તાહે ઘણી કંપનીઓ એક્સ-ડિવિડેન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. Abbott India તેમાંથી એક છે. કંપનીએ એક શેર પર 410 રૂપિયાનું ડિવિડેન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. આવો તેના વિશે વિગતવાર જાણીએ.
1 શેર પર 410 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે કંપની
કંપનીએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું કે 1 શેર પર 410 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે. કંપનીએ આ ડિવિડેન્ડ માટે 19 જુલાઈની તારીખને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે જે ઈન્વેસ્ટરોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં તે દિવસે રહેશે તેને ડિવિડેન્ડનો લાભ મળશે.
2023માં બે વખત ડિવિડેન્ડ આપી ચૂકી છે કંપની
2023માં પણ કંપનીએ ડિવિડેન્ડ આપ્યું હતું. ત્યારે કંપનીએ 145 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડેન્ડ આપ્યું હતું. કંપનીએ એક શેર પર 180 રૂપિયાનું ફાઈનલ ડિવિડેન્ડ આપ્યું હતું. એબોટ ઈન્ડિયાએ પ્રથમવાર 2001માં ડિવિડેન્ડ આપ્યું હતું. 2008થી કંપની સતત ડિવિડેન્ડ આપી રહી છે.
શેર બજારમાં કંપનીનું પ્રદર્શન
શુક્રવારે કંપનીના શેર 1.23 ટકાની તેજીની સાથે 27481.60 રૂપિયાના સ્તર પર બંધ થયા છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 16.60 ટકાની તેજી જોવા મળી છે. તો છ મહિનાથી સ્ટોકને હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરોને અત્યાર સુધી 6.7 ટકાનો લાભ મળ્યો છે. પરંતુ છેલ્લા એક મહિનામાં શેરમાં 0.3 ટકાનો ઘટાડો થયો છે.
નોંધનીય છે કે કંપનીનો 52 વીક હાઈ 29628.15 રૂપિયા છે. જ્યારે 52 વીકનું લો લેવલ 21907.45 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 58,396.48 કરોડ રૂપિયા છે.
(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે