7th Pay Commission: સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર આવ્યા સારા સમાચાર! જુલાઈમાં થશે આટલો મોટો વધારો, આંકડા બહાર પડ્યા

7th Pay Commission latest news today: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને એક સારા સમાચાર આવ્યા છે. જુલાઈ 2024માં વધનારા મોંઘવારી ભથ્થાના ડેટા સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે એકવાર ફરીથી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં મોટો ઉછાળો જોવા મળી શકે છે

7th Pay Commission: સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર આવ્યા સારા સમાચાર! જુલાઈમાં થશે આટલો મોટો વધારો, આંકડા બહાર પડ્યા

7th Pay Commission latest news today: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને એક સારા સમાચાર આવ્યા છે. જુલાઈ 2024માં વધનારા મોંઘવારી ભથ્થાના ડેટા સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે એકવાર ફરીથી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. લેબર બ્યૂરોએ મોંઘવારી ભથ્થાને નક્કી કરતા આંકડા બહાર પાડ્યા છે. એક સાથે ત્રણ મહિનાના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. હાલના ટ્રેન્ડ્સ પ્રમાણે જોઈએ તો મોંઘવારી  ભથ્થામાં 3 ટકા સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. હજુ બે મહિનાના આંકડા બાકી છે. ત્યારબાદ ખરેખર નંબર જાણવા મળશે. હાલ મોંઘવારી ભથ્થું 53 ટકા સુધી પહોંચી ગયું છે. 

AICPI ઈન્ડેક્સમાં ઉછાળો
AICPI ઈન્ડેક્સથી મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તે આંકડા નક્કી થતા હોય છે. જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા નંબર્સના આધારે નક્કી થશે કે જુલાઈ 2024થી કર્મચારીઓને કેટલું મોંઘવારી ભથ્થું મળશે. અત્યાર સુધીમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલના આંકડા આવી ગયા છે. મેના આંકડા જૂનમાં બહાર પડશે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી સાતમાં પગાર પંચ હેઠળ  આવતા કેન્દ્રીય કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું મળતું રહ્યું છે. હવે જુલાઈમાં આ મોંઘવારી ભથ્થામાં વધારો થશે. જાન્યુઆરીમાં ઈન્ડેક્સનો નંબર 138.9 અંક પર હતો. જેનાથી મોંઘવારી ભથ્થું વધીને 50.84 ટકા થઈ ગયું હતું. ત્યારબાદ ફેબ્રુઆરીમાં ઈન્ડેક્સ 139.2 અંક, માર્ચમાં 138.9 અંક અને એપ્રિલમાં 139.4 અંક પર રહ્યું. આ પેટર્ન પર મોંઘવારી ભથ્થું 51.44 ટકા, 51.95 ટકા અને એપ્રિલ સુધીમાં 52.43 ટકા પહોંચી ચૂક્યું છે. 

53 ટકા થશે મોંઘવારી ભથ્થું!
એક્સપર્ટ્સનું માનીએ તો મોંઘવારી ભથ્થામાં 3 ટકાનું જ રિવિઝન જોવા મળી રહ્યું છે. ઈન્ડેક્સ મુજબ એપ્રિલ સુધી મોંઘવારી ભથ્થું 52.43 ટકા પર છે. હજુ મે અને જૂનના આંકડા આવવાના બાકી છે. જૂનમાં જો ઈન્ડેક્સ 0.5 થી પણ વધે તો તે 52.91 ટકા પર પહોંચશે. ત્યાર બાદ ઈન્ડેક્સે 143 અંક સુધી પહોંચવાનું રહેશે, ત્યારે જઈને 4 ટકા મોંઘવારી ભથ્થું વધે તેવી શક્યતા છે. પરંતુ ઈન્ડેક્સમાં આટલી મોટી તેજી નહીં જોવા મળે. આથી કર્મચારીઓએ આ વખતે 3 ટકાથી જ સંતોષ કરવો પડશે. 

ક્યારે થશે મોંઘવારી ભથ્થામાં આગામી રિવિઝન?
કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં આગામી રિવિઝન જુલાઈથી લાગૂ થવાનું છે. પરંતુ તેની જાહેરાત સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધીમાં થઈ શકે છે. હકીકતમાં જુલાઈના અંત સુધીમાં જૂનનો આંકડો આવી જશે. ત્યારબાદ તેના આધારે નક્કી થશે કે વધારો કેટલો થવાનો છે. ત્યારબાદ ફાઈલ લેબર બ્યૂરોથી નાણા મંત્રાલય પહોંચશે અને પછી કેબિનેટની મંજૂરી મળશે. આથી તેમાં વાર લાગે છે પરંતુ સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધી એ કન્ફર્મ છે કે જુલાઈથી લાગૂ થનારા મોંઘવારી ભથ્થાને મંજૂરી મળી જશે. ત્યારબાદ જે મહિનામાં મંજૂરી મળશે તેના પગારથી વધેલા ડીએની ચૂકવણી પણ થઈ જશે. વચ્ચેના મહિનાઓની ચૂકવણી એરિયર દ્વારા થાય છે. 

શૂન્ય નહીં થાય મોંઘવારી ભથ્થું
કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે ઝીરો થશે નહીં. મોંઘવારી ભથ્થાની ગણતરી ચાલતી રહેશે. તેને લઈને કોઈ નિયમ નક્કી નથી. ગત વખતે આવું ત્યારે કરાયું હતું જ્યારે તેના બેસ યરમાં ફેરફાર કરાયો હતો. હવે બેસ યર બદલવાની કોઈ જરૂર પણ નથી અને એવી કોઈ ભલામણ પણ નથી. આથી કેન્દ્રીય કર્મચારીઓ માટે આગળની ગણતરી 50 ટકાથી આગળ થતી રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news