7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક ભેટ! DA Hike બાદ કેન્દ્રએ કરી મોટી જાહેરાત
7th Pay Commission Latest News: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બર બાદથી સારા સમાચાર મળ્યા છે. પહેલા મોંઘવારી ભથ્થામાં વધારો અને હવે કેન્દ્ર સરકારે વધુ એક ભેટ આપી છે. કર્મચારીઓને સીધો 25 લાખ રૂપિયાનો ફાયદો મળી શકે છે. જાણો વિગત...
Trending Photos
નવી દિલ્હીઃ 7th Pay Commission/HBA Interest Rates: કેન્દ્રીય કર્મચારીઓ માટે સપ્ટેમ્બર બાદ સતત ખુશીઓ આવી રહી છે. હાલમાં કર્મચારીઓને વધુ એક મોટી ખુશખબરી મળી છે. મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. હવે કર્મચારીઓને (Central Govt Employee's) ને પોતાનું ઘર બનાવવા માટે સસ્તા દર પર એડવાન્સ મળી શકે છે. તે માટે સરકારે હાઉસ બિલ્ડિંગ એડવાન્સના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. હાઉસ બિલ્ડિંગ એડવાન્સ તરીકે મળનાર હોમ લોનના વ્યાજ દરને 7.9 ટકાથી ઘટાડી 7.1 ટકા કરી દેવામાં આવ્યો છે. તેનું ઓફિશિયલ મેમોરેન્ડમ જારી કરવામાં આવી ચુક્યુ છે. સરકારના આ નિર્ણયથી આશરે 47 લાખ કર્મચારીઓને ફાયદો મળી રહ્યો છે.
31 માર્ચ 2023 સુધી મળશે ફાયદો
House building advance ના રેટમાં ઘટાડાનો ફાયદો 31 માર્ચ 2023 સુધી લાગૂ રહેશે. આ હેઠળ કર્મચારીને ઘર બનાવવા, ફ્લેટ ખરીદવા કે પછી રીસેલમાં ઘર ખરીદવા માટે અપાતા એડવાન્સના વ્યાજદરમાં 80 બેસિસ પોઈન્ટ એટલે કે 0.8 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે કર્મચારીઓ 31 માર્ચ 2023 સુધી આ વ્યાજદર પર એડવાન્સ લઈ શકે છે. આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે તેને લઈને સત્તાવાર મેમોરેન્ડર જાહેર કર્યું છે. સરકારના આ નિર્ણય હેઠળ કર્મચારી હવે સસ્તામાં ઘર બનાવી શકે છે.
25 લાખ રૂપિયા સુધી મળે છે એડવાન્સ
સરકાર તરફથી અપાતી આ ખાસ સ્કીમ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને બે પ્રકાર એટલે કે પોતાના મૂળ વેતન પ્રમાણે 34 મહિના સુધીનું કે વધુમાં વધુ 25 લાખ રૂપિયા સુધી એડવાન્સ લઈ શકે છે. મકાનની કિમત કે પછી ચુકવવાની ક્ષમતામાંથી જે કર્મચારીઓ માટે ઓછી હોય એટલી રકમ એડવાન્સના રૂપમાં લઈ શકાય છે.
શું હોય છે HBA?
કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રના બધા કર્મચારીઓને House Building Advance ની સુવિધા મળે છે. તેમાં કર્મચારી ખુદ કે પોતાની પત્નીના નામ પર પ્લોટ પર ઘર બનાવવા માટે એડવાન્સ લઈ શકે છે. આ યોજના 1 ઓક્ટોબર 2022થી શરૂ થઈ હતી અને તે હેઠળ 31 માર્ચ 2023 સુધી કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને 7.1 ટકા વ્યાજદર પર હાઉસ બિલ્ડિંગ એડવાન્સ આપી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે