સરકારી કર્મચારીઓને વધુ પગાર મળે તે દિવસો હવે દૂર નથી, જલ્દી જ આવી શકે છે ખુશખબરી

ફાઈનાન્સ મંત્રાલયના સૂત્રોનો દાવો છે કે, આગામી ત્રણ મહિના સરકારને આર્થિક દબાણ ઓછો થવાની શક્યતા છે. આ જ કારણે તેઓ ઈલેક્શન પહેલા જ કેન્દ્રીય કર્મચારીઓ માટે જાહેરાત કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, શક્ય છે કે, સરકાર આ જાહેરાત ડિસેમ્બરના અંત સુધી શકે છે.

સરકારી કર્મચારીઓને વધુ પગાર મળે તે દિવસો હવે દૂર નથી, જલ્દી જ આવી શકે છે ખુશખબરી

નવી દિલ્હી : કેન્દ્રીય કર્મચારીઓ માટે સાતમુ પગાર પંચની ભલામણો લાગુ થવાની ઈંતેજારી હજી પૂરી થવાનું નામ નથી લઈ રહી. જોકે, આશા વ્યક્ત કરાઈ રહી છે કે સરકારી કર્મચારીઓને આ ફાઈનાન્શિયલ વર્ષથી વધેલી સેલેરી મળી શકે છે, તે પણ પગારપંચની ભલામણ કરતા વધુ. સૂત્રોની માનીએ તો મોદી સરકાર જાન્યુઆરીથી વધેલી સેલેરીની જાહેરા કરી શકે છે. જોકે, આ જાહેરાત ક્યારે થશે તેની કોઈ અધિકારિક પુષ્ટિ થઈ નથી. આગામી વર્ષે થનારા ઈલેક્શનને જોતા જાન્યુઆરી 2019થી ભલામણો લાગુ થઈ શકે છે. લધુત્તમ પગારમાં પણ 3 હજાર રૂપિયાનો વધારો થઈ શકે છે. 

ક્યારે મળશે વધેલી સેલેરી
ફાઈનાન્સ મંત્રાલયના સૂત્રોનો દાવો છે કે, આગામી ત્રણ મહિના સરકારને આર્થિક દબાણ ઓછો થવાની શક્યતા છે. આ જ કારણે તેઓ ઈલેક્શન પહેલા જ કેન્દ્રીય કર્મચારીઓ માટે જાહેરાત કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, શક્ય છે કે, સરકાર આ જાહેરાત ડિસેમ્બરના અંત સુધી શકે છે. પરંતુ ભલામણ જાન્યુઆરી 2019થી લાગુ થવાની છે. તેની તારીખ હજી નક્કી નથી. દાવો એમ પણ છે કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓના મિનીમમ પે સ્કેલમાં 3000 રૂપિયાનો વધારો થઈ શકે છે. એટલે કે 18000 રૂપિયાને બદલે હવે તેમની મિનીમમ બેઝિક 21,000 રૂપિયા થઈ શકે છે. 

વધી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
ફિટમેન્ટ ફેક્ટર પણ 2.57 ગણુ વધીને 3 ગણુ કરી શકાય છે. જોકે, કેન્દ્રીય કર્મચારીઓની માંગ છે કે ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ગણુ વધારીને 3.68 ગણુ કરી શકાય છે. સૂત્રોનું કહેવું છે કે, ફાઈનાન્સ મંત્રાલય આ મૂડમા નથી. કેમ કે, તેનાથી સરકાર પર વધારાનો બોજ વધશે. હાલ સરકાર ગ્રોથને પાટા પર રાખવા માગે છે. તેથી 3 ગણાથી વધુ ફિટમેન્ટ ફેક્ટર વધારવાતી સરકારી ખજાના પર બોજ વધી શકે છે. 

નીચલા સ્તરના કર્મચારીઓને થશે ફાયદો
ફાઈનાન્સ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, મધ્ય સ્તરના કર્મચારીઓ માટે વેતન વધારા ઉપરાંત નીચલા સ્તરના કર્મચારીઓને વધુ ફાયદા આપી શકાય છે. આ ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મધ્ય-સ્તરીય કર્મચારીઓને વધુ વધારો નહિ દેખાય. કેમ કે આવકના ધ્રુવીકરણના લાંબા ચાલનારા પરિણામ અને કેન્દ્રીય સરકારના વિભાગોમાં સંકળાતા મધ્ય સ્તરે જોતા એવુ લાગી રહ્યું છે. 

કેવી રીતે મળશે ફાયદો

  •  એ કર્મચારીઓ જે પે લેવલ મેટ્રિક્સ 1થી 5ની વચ્ચે આવે છે
  •  લઘુત્તમ સેલેરી 18 હજારને બદલે 21 હજાર થઈ શકે છે
  • નરેન્દ્ર મોદી સરકાર સાતમા પગારપંચની ભલામણો જલ્દી જ લાગુ કરી શકે છે 
  • સરકારી કર્મચારીઓની માનીએ તો પગારમાં અંદાજે ત્રણ ગણો વધારો થવો જોઈએ
  • કર્મચારી યુનિયનોએ 3.68 ગણા વધારાની માંગ કરી છે, જેમાંતી લઘુત્તમ પગાર 26 હજાર રૂપિયા હોય છે
  • કેન્દ્ર સરકાર સાતમા પગાર પંચની ભલામણોથી વધુ સેલેરી વધારવાના પક્ષમાં નથી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news