50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે વધાર્યું મોંઘવારી ભથ્થુ

સરકારે દિવાળીથી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપતા તેમનું મોંઘવારી ભથ્થુ વધારી દીધુ છે. સરકારની તરફથી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે

50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે વધાર્યું મોંઘવારી ભથ્થુ

નવી દિલ્હી: સરકારે દિવાળીથી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપતા તેમનું મોંઘવારી ભથ્થુ વધારી દીધુ છે. સરકારની તરફથી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ ઘોષણા બાદ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 12ની જગ્યાએ 17 ટકા મોંઘવારી ભથ્થુ મળશે. તેનો ફાયદો લગભગ 50 લાખ કર્મચારીઓને મળશે. માનવામાં આવી રહ્યું છે કે, એક કરોડ પરિવારને ફાયદો થશે. એક અનુમાન અનુસાર ડીએમાં 5 ટકાનો વધારો થવાથી સરકાર પર 16 હજાર કરોડ રૂપિયાનો ભાર વધી જશે.

આ ઉપરાંત 62 લાખ પેન્શનરો પર પણ કેબિનેટના આ નિર્ણયની અસર પડશે. એક અનુમાન અનુસાર ડીએમાં 5 ટકાનો વધારો થવાથી સરકાર પર 16 હજાર કરોડ રૂપિયાનો ભાર વધી જશે. બુધવારે થયેલી કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં અનેક વધુ મંજૂરીઓ અપવામાં આવી છે.

તે દરમિયાન પીએમ કિસાન નિધિ (PM Kisan Nidhi) પર પણ ચર્ચા થઇ હતી. આ રાશિ અત્યાર સુધીમાં 6 કરોડ ખેડૂતોને આપવામાં આવી છે. પરંતુ આધારથી લિંક ના હોવાના કરાણે ઘણા ખેડૂતોને હપ્તાના પૈસા મળી રહ્યા નથી. હવે તેની સીમા વધારીને 30 નવેમ્બર સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેનાથી લાખો ખેડૂતોને રાહત મળવાનું નક્કી છે.

તમને જણાવી દઇએ કે, ખેડૂતોને 2 હજાર રૂપિયાના વર્ષમાં 3 હપ્તા આપવામાં આવે છે. જેના માટે સરકાર તરફથી 87 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય થયો હતો. તેનથી સાડા ચૌદ કરોડ ખેડૂતોને ફાયદો થવાનું અનુમાન હતું. બંગાળ અને દિલ્હીમાં આ યોજના લાગુ કરવામાં આવી નથી કેમ કે આ બંને રાજ્યોની તરફથી ખેડૂતોના નામ મોકલવામાં આવ્યા નથી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news