1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમ, જેની સીધી અસર થશે તમારા ખિસ્સા પર

એક અઠવાડિયા પછી એટલે કે 1 જુલાઈથી અનેક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર થશે. એવામાં તમારા જે કામ પેન્ડિંગ રાખ્યા છે તેને ઝડપથી પૂરા કરી લો નહીં તો મુશ્કેલીઓ વધી શકે છે.

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમ, જેની સીધી અસર થશે તમારા ખિસ્સા પર

નવી દિલ્લી: એક અઠવાડિયા પછી જુલાઈ મહિનો શરૂ થઈ જશે. આ મહિનાની પહેલી તારીખથી તમારા જીવનમાં અનેક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારની સીધી અસર તમારા જીવન અને તમારા ખિસ્સા પર પડશે. આમ તો દરેક મહિનાની પહેલી તારીખથી અનેક ફેરફાર થાય છે. પરંતુ આ ફેરફારના કારણે તમારા પર આર્થિક ભારણ વધી શકે છે. 

1. ડીમેટ ખાતાનું કેવાયસી કરાવી લો
જો તમે શેર બજારમાં રોકાણ કરો છો તો સાવધાન રહેજો. 30 જૂન સુધી તમારું ટ્રેડિંગ એકાઉન્ટનું કેવાયસી કરાવી લેજો નહીંતર તમારું એકાઉન્ટ અસ્થાયી રીતે બંધ થઈ શકે છે. જો આવું થશે તો તમે શેર ખરીદી પણ શકશો નહીં અને વેચી પણ શકશો નહીં.

2. આધાર-પાન કાર્ડને લિંક કરી લો
જો તમે હજુ સુધી તમારું આધાર અને પાન કાર્ડ લિંક કર્યુ નથી તો એક્ટિવ થઈ જાઓ. હવે તમારી પાસે માત્ર એક અઠવાડિયું જ બાકી છે. આધાર-પાનને લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે. જો તમે 30 જૂન પહેલાં આ કામ કરી લેશો તો તમારે 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. પરંતુ તેના પછી તમારે બેગણો દંડ ભરવો પડશે.

3. ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ફેરફાર
ગેસ સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે સંશોધિત થતી હોય છે. સિલિન્ડરના ભાવ જે રીતે સતત વધી રહ્યા છે. તેને જોતાં અનુમાન છે કે 1 જુલાઈએ રસોઈ ગેસની કિંમતોમાં વધારો થઈ શકે છે.

4. ક્રિપ્ટોમાં પૈસા લગાવનારાને 1 ટકા ટેક્સ આપવો પડશે
1 જુલાઈથી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓ માટે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જોકે આ લોકોને 30 ટકા ટેક્સ પછી એક બીજો મોટો ઝટકો લાગવાનો છે. હવે ક્રિપ્ટોમાં પૈસા લગાવનારાઓને પણ 1 ટકા ટીડીએસ આપવો પડશે. સાથે જ તમારે ખોટ જાય તો પણ ટીડીએસ આપવો પડશે.

5. દિલ્લીમાં 30 જૂન સુધી પ્રોપર્ટી ટેક્સ જમા કરવા પર છૂટ મળશે
આ ફેરફાર ખાસ કરીને દિલ્લીના રહેવાસીઓ માટે છે. દિલ્લીમાં 30 જૂન સુધી પ્રોપર્ટી ટેક્સ જમા કરવા પર 15 ટકાની છૂટ મળશે. પરંતુ ધ્યાન રહે કે 30 જૂન પછી છૂટ નહીં મળે. આથી જો તમે હજુ સુધી પ્રોપર્ટી ટેક્સ જમા કર્યો નથી તો તે ઝડપથી ભરી દો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news