હવે આજ બાકી હતું! આ જગ્યાએથી બનાવટી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું, આરોપીએ એવો ખુલાસો કર્યો કે...

સ્થાનિક પોલીસ આશીર્વાદ રાખે પણ એજન્સીઓ રેડ કરી કાર્યવાહી કરે. આવી જ એક રેડ પોષ વિસ્તાર એવા સેટેલાઈટમાં PCB ટીમે કરી અને મોંઘીદાટ દારૂની બોટલમાં ભેળસેળ કરી ઊંચા ભાવે દારૂ વેચનારની ધરપકડ કરી છે.

હવે આજ બાકી હતું! આ જગ્યાએથી બનાવટી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું, આરોપીએ એવો ખુલાસો કર્યો કે...

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં ભલે દારૂબંધીના દાવા કરવામાં આવતા હોય પણ અનેક એવા ઠેકાણા છે જ્યાં દારૂ આસાનીથી મળે છે. સ્થાનિક પોલીસ આશીર્વાદ રાખે પણ એજન્સીઓ રેડ કરી કાર્યવાહી કરે. આવી જ એક રેડ પોષ વિસ્તાર એવા સેટેલાઈટમાં PCB ટીમે કરી અને મોંઘીદાટ દારૂની બોટલમાં ભેળસેળ કરી ઊંચા ભાવે દારૂ વેચનારની ધરપકડ કરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા અભિલાશ એપાર્ટમેન્ટ એક વ્યક્તિ પરિવાર સાથે રહીને દારૂની હાઇફાઈ મોંઘી બ્રાન્ડનો દારૂ વેચી રહ્યો હોવાની PCBને બાતમી મળતા રેડ કરાઈ હતી. ઘરમાંથી કૃણાલ મચ્છર નામના આરોપીની ધરપકડ કરાઈ. આરોપી પાસેથી 22 દારૂ ભરેલી બોટલ, 56 ખાલી બોટલ, ગરણી, ઢાંકણા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો. પોલીસે તપાસ કરી તો આરોપી મોંઘીદાટ અને હાઇફાઈ બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભેળવી વેચાણ કરતો હતો. 

પકડાયેલ આરોપીએ પોલીસ કબૂલાત કરી છે કે તે માત્ર 3 માસથી અહીં ભાડે રહેવા આવ્યો હતો. કુરિયરની નોકરી કરતો હતો પણ આર્થિક સંકળામણ આવતા તેની પાસે અગાઉના ભાડાના ઘરનું ભાડું ભરવાય પૈસા નહોતા. જેથી મકાન બદલી આ સ્થળ પર રહેવા આવ્યો. અગાઉ નોકરી કરતો હતો ત્યાંના શેઠ એ દસેક વર્ષ પહેલા એક દિવસ શાહપુર ના અભિષેક ઉર્ફે ભૈલુ નામના બુટલેગરના ત્યાં દારૂ લેવા મોકલ્યો હતો. 

ત્યાંથી આ અભિષેક સાથે સંપર્ક થયો અને અભિષેકે આરોપી કૃણાલ મચ્છરનું ઘર ઉપયોગમાં લેવાની વાત કરી અને દારૂનું મિક્સિંગ પણ આ જ કૃણાલ ના ઘરમાં કરતો. એક બોટલ વેચાણ પર પકડાયેલા આરોપીને 100 રૂપિયા કમિશન આપતો હતો અને ગ્રાહકો પણ અભિષેક ઉર્ફે ભૈલુ લાવતો અને પોષ વિસ્તારમાં ડુપ્લીકેટ દારૂનું વેચાણ કરતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી રોજની 10 થી 15 અથવા 5 બોટલ હાઇફાઈ અને ક્રિમ કસ્ટમરને વેચાણ કરતો.આરોપી 3 માસથી આ ધંધો કરતો હોવાનું રટણ કરી રહ્યો છે.પણ તે ઘણા માસથી ભાડાનું ઘર શાહપુરના બુટલેગર ને દારૂની ફેકટરી માટે આપી ધંધો કરતો હતો.આગામી સમયમાં મુખ્ય આરોપી કે જે શાહપુરમાં દારૂનો ધંધો કરે છે તે ઇ ધરપકડ બાદ વધુ ખુલાસા થઈ શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news