આનંદો! અઠવાડિયામાં ત્રણ દિવસ રજા, બસ ચાર દિવસ કામ, આ 70 કંપનીઓએ કરી જાહેરાત
જોકે, હવે તેને 6 મહિનાના પાયલોટ પ્રોગ્રામ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. આ 70 બ્રિટિશ કંપનીઓના હજારો કર્મચારીઓએ અઠવાડિયામાં ચાર દિવસ કામ પર આવવું પડશે, પરંતુ પગાર તેમને પુરેપુરો આપવામાં આવશે, એટલે કે રજાઓ વધવાથી તેમના પગારમાં કોઈ કાપ નહીં આવે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના મહામારીએ લોકોની કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરી નાંખ્યો છે. ત્યારે ઘણા દેશોમાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસની રજાની ફૉર્મૂલા પર કામ થઈ રહ્યું છે. આ કડીમાં હવે બ્રિટેન પણ Four Day Work Week ક્લબમાં સામેલ થઈ ગયું છે. અહીંની કંપનીઓએ અઠવાડિયામાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસની રજાની ફૉર્મૂલાને લાગૂ કરી દીધી છે. તેમાં બેકિંગ, હોસ્પિટલિટી જેવા ક્ષેત્રોની લગભગ 70 કંપનીઓ સામેલ છે.
જોકે, હવે તેને 6 મહિનાના પાયલોટ પ્રોગ્રામ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. આ 70 બ્રિટિશ કંપનીઓના હજારો કર્મચારીઓએ અઠવાડિયામાં ચાર દિવસ કામ પર આવવું પડશે, પરંતુ પગાર તેમને પુરેપુરો આપવામાં આવશે, એટલે કે રજાઓ વધવાથી તેમના પગારમાં કોઈ કાપ નહીં આવે.
આ પાયલોટ પ્રોગ્રામને બિન-લાભકારી જૂથો 'ફોર ડે વીક ગ્લોબલ', 'ફોર ડે વીક યુકે કેમ્પેઈન' અને ઓટોનોમી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જેમનું કહેવું છે કે આ નિર્ણય દ્વારા તેઓ કર્મચારીઓની ઉત્પાદકતા અને જીવનની ગુણવત્તા પર થતી અસરનું મૂલ્યાંકન કરશે. પરિણામ 2023 માં જાહેર કરવામાં આવશે. પાયલોટ પ્રોગ્રામમાં ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના શિક્ષણવિદો તેમજ બોસ્ટન કોલેજ, યુએસએના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
3,300થી વધુ કર્મચારીઓ ભાગ લેશે
બ્રિટેનમાં શરૂ થયેલા Four Day Work Week અભિયાનમાં 3,300થી વધુ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. તેમાં બેકિંગ, માર્કેટિંગ, ફાઇનાન્સ સહિત ઘણા અન્ય સેક્ટરના લોકો સામેલ છે. અભિયાન ચલાવનાર એક શખ્સે જણાવ્યું છે કે આ ટેકનિક લોકોના માનસિક સ્વાસ્થ્યમાં સુધારાની સાથે ઓફિસમાં ઉત્પાદકતા પણ વધારશે અને જીવનમાં ગુણવત્તા લાવશે.
ઉલ્લેખનીય છે કે, બ્રિટેનમાં અનેક કંપનીઓ પહેલાથી જ ફોર ડે વર્કિંગની ફૉર્મૂલા પર કામ કરી રહી છે. જોકે, આ વખતે મોટા પાયે શરૂ કરવામાં આવી રહ્યું છે. અપેક્ષિત પરિણામ આવ્યા બાદ આ ફૉર્મૂલાને સરકાર પણ અપનાવી શકે છે અને તેના પર નિયમ બનાવી શકે છે. જાપાન જેવા અનેક દેશોમાં પણ ફોર ડે વર્કિંગનું ચલણ વધ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે