Vibrant Summit 2019 : ગુજરાતમાં 3.86 લાખ કરોડના રોકાણની જાહેરાત, જાણો કઇ કંપની કેટલું કરશે રોકાણ
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દુનિયાભરના રોકાણકારોને આમંત્રિત કરતાં કહ્યું હતું કે ભારતમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે. હાલમાં અહીં બિઝનેસ શરૂ કરવા માટે પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઇ ચૂક્યો છે અને તેમના રોકાણની સુરક્ષા માટે તંત્ર વિકસિત થઇ ગયું છે. સાથે જ ટેક્સ સુધાર ક્ષેત્રમાં મજબૂત પગલાં ભરવામાં આવ્યા છે.
Trending Photos
કેતન જોશી, ગાંધીનગર: વાઈબ્રન્ટ સમિટ-2019નો પ્રારંભ કરાવતા વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દુનિયાભરના રોકાણકારોને આમંત્રિત કરતાં કહ્યું હતું કે ભારતમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે. હાલમાં અહીં બિઝનેસ શરૂ કરવા માટે પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઇ ચૂક્યો છે અને તેમના રોકાણની સુરક્ષા માટે તંત્ર વિકસિત થઇ ગયું છે. સાથે જ ટેક્સ સુધાર ક્ષેત્રમાં મજબૂત પગલાં ભરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ શુક્રવારે અહીં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંમેલનના ઉદઘાટન સમયે સંયુક્ત રાષ્ટ્રની એજન્સી એકાઉન્ટના એક રિપોર્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે હાલમાં ભારત એફડીઆઇ પ્રાપ્ત કરવામાં દુનિયામાં ટોચના 10 સ્થાનમાં છે.
તેમણે કહ્યું કે બિઝનેસ સસ્તો થઇ શકે, તેના માટે અહીં જટિલ ટેક્સ કાયદાને સરળ કરવામાં આવી રહ્યો છે. ગત બે વર્ષમાં કોર્પોરેટ ટેક્સના દર 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરવામાં આવ્યો છે. ઇનડારેક્ટ ટેક્સ ક્ષેત્રમાં સૌથી મોટો સુધારો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સિસ્ટમ લાગૂ થઇ ચૂકી છે. આ ક્ષેત્રના કાયદાઓને કંસોલિડેશન તથા સિંપલીફિકેશન થઇ ચૂક્યા છે.
Vibrant Gujarat 2019: ભારત દુનિયામાં પાંચમો મોટો રિન્યૂબલ એનર્જી ઉત્પાદક દેશ: નરેંદ્ર મોદી
તેમણે જણાવ્યું હતું કે એફડીઆઇમાં ઝડપથી પ્રવાહ વધી રહ્યો છે. તેને પ્રોત્સાહન આપવા માટે સરકાર મોટાભાગના ક્ષેત્રને એફડીઆઇ માટે ખોલી દીધા છે. 90 ટકાથી પણ વધુ ક્ષેત્રમાં ઓટોમેટિક રૂટથી એફડીઆઇને પરવાનગી છે. ત્યારે ગત ચાર વર્ષમાં અહીં 263 અરબ ડોલરની એફડીઆઇ આવી છે.
રોકાણકારોને તેમણે કહ્યું કે હાલમાં આયુષ્માન ભારત યોજનામાં 50 કરોડ લોકોને સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. એટલા માટે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ માળખાગત સંરચના તૈયાર કરવાની ઘણી તકો છે. એટલું જ નહી, દેશના 50 શહેરોમાં મેટ્રો રેલ બનાવવામાં આવી રહી છે. પાંચ કરોડ મકાન બનાવવામાં આવી રહ્યા છે. દરેક ક્ષેત્રમાં વેપારની ઘણી તકો છે.
ભારતના ટોચના ઉદ્યોગપતિમાં ટાટા ગ્રુપના પ્રમુખ એન ચંદ્વશેખરન, રિલાયન્સના અધ્યક્ષ મુકેશ અંબાણી, આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ કુમારમંગલમ બિરલા, અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણી, ટોરેન્ટ ગ્રુપના અધ્યક્ષ સુધીર મહેતાએ વડાપ્રધાન સાથે મંચ શેર કર્યું હતું. તેમાં પડોશી દેશોમાંથી મોટી સંખ્યામાં પ્રતિનિધિ સામેલ હતા જ્યારે પાકિસ્તાનના પ્રતિનિધિ જોવા મળ્યા ન હતા.
આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મંચ પરથી જાણિતી કંપનીએ ગુજરાતમાં રોકાણ કરવાની જાહેરાત કરી અને આ આંકડા લાખો કરોડોમાં જાય છે. વાઇબ્રન્ટ સમિટના ઉદઘાટન સમારોહમાં મંચ પરથી કુલ 3.86 લાખ કરોડના રોકાણની જાહેરાત થઇ છે.
આ કંપનીઓ કરશે રોકાણ
રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ લિમિટેડ
રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે ''ગુજરાત રિલાયન્સની જન્મ અને કર્મભૂમિ છે. અત્યાર સુધીમાં 3 લાખ કરોડનું રોકાણ કરી ચૂક્યા છીએ અને એટલું જ રોકાણ આગામી 10 વર્ષમાં કરીશું. આ ઉપરાંત ગુજરાતના 30 લાખ નાના મોટા ટેડર્સ માટે ડિજિટલ ઇ કોમર્સ પ્લેટફોર્મ પણ પુરા પાડવામાં આવશે. જામનગરની રિફાઇનરીમાં રિન્યુબલ એનર્જીનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. PDPUમાં 150 કરોડનું યોગદાન આપીશું. PDPU યૂનિવર્સિટી ટૂંક સમયમાં રાજ્યની નંબર 1 યૂનિવર્સિટી બની જશે. જિયોના માધ્યમથી ગુજરાતના દરેક ઘરમાં પહોંચવાનો ટાર્ગેટ છે.
અદાણી ગ્રુપ
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે ગુજરાતમાં 55000 કરોડનું રોકાણ કરીશું. પાવર, રિન્યુબલ એનર્જી, લિથિયમ બેટરી પ્લાન્ટ, સીમેન્ટ સેક્ટમાં રોકાણ થશે.
ટાટા ગ્રુપ
ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્વશેખરને કહ્યું કે ગુજરાતમાં અત્યાર સુધી 18000 કરોડનું રોકાણ કર્યું છે. આગળ લિથિયમ બેટરી, રિન્યૂબલ એનર્જીમાં રોકાણ કરીશું.
આદિત્ય બિરલા ગ્રુપ
આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમારમંગલમ બિરલાએ કહ્યું કે આદિત્ય બિરલા ગ્રુપ આગળ ગુજરાતમાં 15000 કરોડનું રોકાણ કરશે. અત્યાર સુધી 35000 કરોડનું રોકાણ કરી ચૂક્યા છીએ. ફાઇબર, રોન્યૂબલ એનર્જી, દહેજમાં કેપેક્ષમાં વધારો, સોડા એશ, કેમિકલમાં રોકાણ થશે.
ટોરેન્ટ ગ્રુપ
ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતાએ કહ્યું કે ગ્રુપ ગુજરાતમાં 33000 કરોડનું રોકાણ કરી ચૂક્યું છે. નવા 10000 કરોડનું રોકાણ કરશે. પાવર ગેસ ડિસ્ટ્રિબ્યૂશન, રિન્યૂબલ એનર્જીમાં નવું રોકાણ થશે.
Toshihiro Suzuki President of Suzuki motors
અમે ગુજરાતમાં બીજો પ્લાન્ટ 2020 સુધી શરૂ કરી દઇશું. પછી 3 એસેમ્બલી લાઇનમાં ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 7.5 લાખ યૂનિટ થઇ જશે.
એસ્સાર ઓઇલ
એસ્સાર ઓઇલને ખરીદનાર રશિયન કંપને રોજનેફ્ટે કહ્યું કે વાડીનાર રિફાઇનરીમાં 8000 કરોડનું રોકાણ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે