1 જૂનથી બદલાઈ જશે ટ્રાફિક, બેન્ક સાથે જોડાયેલા નિયમ, જાણો તમારા પર શું થશે અસર

દર મહિનાની પહેલી તારીખે કેટલાક નિયમોમાં ફેરફાર થાય છે. જૂનમાં પણ તમારા જીવનને સીધી રીતે અસર કરતા કેટલાક નિયમોમાં ફેરફાર થશે. 1 જૂનથી ટ્રાફિકના નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે. 
 

1 જૂનથી બદલાઈ જશે ટ્રાફિક, બેન્ક સાથે જોડાયેલા નિયમ, જાણો તમારા પર શું થશે અસર

New Rule Form 1st June 2024: દર મહિનાની પહેલી તારીખે પૈસા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થાય છે. જૂનમાં પણ તમારી સાથે જોડાયેલા કેટલાક નિયમો બદલાશે. 1 જૂનથી ટ્રાફિકના નિયમોમાં ફેરફાર થવાનો છે. નિયમોને પહેલાથી વધુ કડક બનાવવામાં આવી રહ્યાં છે. ગેસ સિલિન્ડરના ભાવ નક્કી થાય છે. આવો જાણીએ આગામી 1 જૂનથી કયાં-કયાં નિયમોમાં ફેરફાર જોવા મળશે.

1 જૂનથી બદલાશે ટ્રાફિકના નિયમ
ગાડી ચલાવતા સમયે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનું હોય છે. 1 જૂનથી નવા પરિવહન નિયમ લાગૂ થઈ રહ્યાં છે. આ નિયમોનો ભંગ કરવા પર તમારે મોટો દંડ ફરવો પડી શકે છે. નવા નિયમો પ્રમાણે જો કોઈ ફુલ સ્પીડમાં ગાડી ચલાવે છે તો તેણે 1000 રૂપિયાની જગ્યાએ બે હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. તો લાયસન્સ વગર ગાડી ચલાવવા પર 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. હેલમેટ ન પહેરવા પર 100 રૂપિયાનો દંડ અને સીટ બેલ્ટ ન પહેરવા પર 100 રૂપિયાનો દંડ ચુકવવો પડશે.

સગીરના વાહન ચલાવવા પર 25,000 રૂપિયાનો દંડ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાહન ચલાવવા સમયે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું ખુબ જરૂરી થઈ ગયું છે. સગીરના વાહન ચલાવવા પર મોટો દંડ ફટકારવામાં આવશે. 18 વર્ષથી નાની ઉંમરના લોકો વાહન ચલાવવા ઝડપાશે તો 25000 રૂપિયાનો દંડ ફરવો પડશે. આ સિવાય વાહન માલિકનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ થઈ શકે છે. સાથે સગીર 25 વર્ષનો થાય ત્યાં સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં. નોંધનીય છે કે 18 વર્ષ પૂરા થયા બાદ લાયસન્સ આપવામાં આવે છે.

LPG સિલિન્ડરની કિંમત
દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી થાય છે. 1 જૂને ઓયલ માર્કેટિંગ કંપનીઓ ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરશે. મેમાં કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ઘટાડી હતી. હવે તેવી આશા છે કે કંપનીઓ જૂનમાં ફરી ભાવ ઘટાડી શકે છે. 

બેન્કની રજાઓ
જૂન મહિનામાં 10 દિવસ બેન્ક બંધ રહેવાની છે. તેમાં રવિવાર, બીજા અને ચોથા શનિવારને કારણે છ દિવસ બેન્ક બંધ રહેવાની છે. બેન્ક બાકીના દિવસોમાં રજાને કારણે બંધ રહેવાની છે. 15 જૂને રાજા સંક્રાંતિ અને 17 જૂને ઈદ-ઉલ-આધા જેવી અન્ય રજાઓ રહેશે, જેમાં કેટલાક રાજ્યોમાં બેન્કો બંધ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news