Budget 2023 Highlights : ઈન્કમ ટેક્સ પર મોટી જાહેરાત, હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર નહીં ભરવો પડે ટેક્સ
Budget 2023 Income Tax Changes, Sitharaman Speech Highlights: નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023 માટે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું. આ વખતના બજેટથી સામાન્ય માણસથી લઈને ખાસ માણસને ઘણી આશાઓ હતી. બજેટ ભાષણ શરૂ કરતાની સાથે જ નાણામંત્રીએ કંઈક એવું કહ્યું જેણે દેશવાસીઓના દિલ જીતી લીધા.
Trending Photos
Budget 2023 FM Nirmala Sitharaman budget speech live update: નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023 માટે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું. આ વખતના બજેટથી સામાન્ય માણસથી લઈને ખાસ માણસને ઘણી આશાઓ હતી. બજેટ ભાષણ શરૂ કરતાની સાથે જ નાણામંત્રીએ કંઈક એવું કહ્યું જેણે દેશવાસીઓના દિલ જીતી લીધા. નાણામંત્રીએ કહ્યું કે દેશની પ્રગતિને કારણે ભારતનું માથું વિશ્વમાં ઉંચુ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા પહેલાં કરતા વધુ સંગઠિત બની છે. ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. માથાદીઠ આવક બમણીથી વધુ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે 11.4 કરોડ ખેડૂતોના ખાતામાં 2.2 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
અમૃતકાળનું પહેલું બજેટ- નાણામંત્રી
તેમણે કહ્યું કે અમૃતકાળમાં આ પહેલું બજેટ છે, આ બજેટ પાછલા બજેટમાં રખાયેલ પાયા અને ભારત 100 માટે રખાયેલા બ્લુપ્રિન્ટ પર ઘડશે તેવી અપેક્ષા છે, અમે એક સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારતની કલ્પના કરીએ છીએ જેમાં વિકાસના ફળ બધા સુધી પહોંચે. વિશ્વએ ભારતને એક તેજસ્વી સ્ટાર તરીકે ઓળખાવ્યું છે, વર્તમાન વર્ષ માટે આપણો વિકાસ દર 7.0% હોવાનો અંદાજ છે, જે મહામારી અને યુદ્ધને કારણે મોટા પાયે વૈશ્વિક મંદી હોવા છતાં તમામ મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ છે.
બજેટની મુખ્ય જાહેરાતો....
ટેક્સમાં મોટી છૂટની જાહેરાત
નોકરીયાતોને લાંબા સમય બાદ ખુશખબર મળતા જોવા મળી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવા ટેક્સ રિજીમમાં ટેક્સ છૂટની 5 લાખની વાર્ષિક છૂટ વધારીને 7 લાખ કરવામાં આવી છે. આ જ રીતે ઓલ્ડ રિજીમના ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરતા 2.5 લાખ રૂપિયાની જગ્યાએ હવે 3 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ આપવો નહીં પડે. નાણામંત્રીએ કહ્યું કે હવે નવા ટેક્સ રિજીમને અપનાવનારાઓએ 15 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 45 હજાર રૂપિયા ટેક્સ ભરવો પડશે.
#UnionBudget2023 | Personal Income Tax: "The new tax rates are 0 to Rs 3 lakhs - nil, Rs 3 to 6 lakhs - 5%, Rs 6 to 9 Lakhs - 10%, Rs 9 to 12 Lakhs - 15%, Rs 12 to 15 Lakhs - 20% and above 15 Lakhs - 30%, " says Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/li3dXsHGfA
— ANI (@ANI) February 1, 2023
I propose to provide relief on Customs Duty on import of certain parts & inputs like camera lens & continue the concessional duty on lithium-ion cells for batteries for another year: FM Nirmala Sitharaman pic.twitter.com/ZOq2u0cP08
— ANI (@ANI) February 1, 2023
જાણો શું થયું મોંઘુ
નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી છે કે રમકડાં પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 13 ટકા કરી દેવામાં આવી છે. એટલે કે હવે રમકડાં સસ્તા થશે. આ સાથે ઈલેક્ટ્રોનિક વાહનોમાં વપરાતી બેટરીઓ પરથી કસ્ટમ ડ્યૂટી હટાવી દેવામાં આવી છે અને મોબાઈલ ફોનમાં વપરાતી લિથિયમ બેટરી પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ બેટરીઓ પણ સસ્તી થશે. આ સિવાય ટેલિવિઝન પેનલ પરની આયાત ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરી દેવામાં આવી છે અને ઇલેક્ટ્રિક કિચન ચીમની પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાણામંત્રીની જાહેરાત મુજબ સ્વદેશી રસોડાની ચીમની સસ્તી થશે. કેટલાક મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે. વિદેશથી આવતી ચાંદીની વસ્તુઓ સસ્તી થશે. એલઇડી ટીવી અને બાયોગેસ સંબંધિત વસ્તુઓ સસ્તી થશે.
I propose to reduce the number of basic custom duty rates on goods other than textiles and agriculture, from 21 to 13. As a result, there are minor changes in the basic custom duties, cesses & surcharges on some items including toys, bicycles, automobiles: FM Nirmala Sitharaman pic.twitter.com/K5RFjacWlJ
— ANI (@ANI) February 1, 2023
શું થયું સસ્તું
સાથે જ કેટલીક વસ્તુઓ મોંઘી પણ કરવામાં આવી છે. તેમાં સિગારેટ પર ડિઝાસ્ટર સંબંધિત ડ્યુટી વધારી દેવામાં આવી છે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર સિગારેટ પર આકસ્મિક ડ્યુટી 16 ટકા વધારી દેવામાં આવી છે. આ પછી સિગારેટ મોંઘી થઈ ગઈ છે. આ સિવાય સોના, ચાંદી અને પ્લેટિનમથી બનેલી આયાતી જ્વેલરી મોંઘી થઈ ગઈ છે.
Custom duty on cigarettes increased: FM Nirmala Sitharaman#UnionBudget2023
— ANI (@ANI) February 1, 2023
વરિષ્ઠ નાગરિકો માટે ખુશખબર
સિનિયર સિટિઝન એકાઉન્ટ સ્કીમની મર્યાદા 4.5 લાખથી 9 લાખ કરવામાં આવશે. એટલે કે આ સ્કીમમાં વધુમાં વધુ 4.5 લાખની જગ્યાએ 9 લાખ રૂપિયા સુધી જમા કરી શકાશે. જ્યારે જોઈન્ટ એકાઉન્ટમાં વધુમાં વધુ જમા રકમની મર્યાદા વધારીને 15 લાખ કરાઈ છે.
બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત
અમૃત કાળમાં મહિલાઓ માટે નવી બચત યોજનાની જાહેરાત કરાઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બે વર્ષ માટે આ યોજનાનો લાભ લઈ શકાશે. તેમણે કહ્યું કે માર્ચ 2025માં બે વર્ષની આ મર્યાદા પૂરી થશે. એટલે કે માર્ચ 2025 સુધી મહિલાઓ 2 લાખ રૂપિયા સુધી મહિલા સન્માન બચત પત્ર ખરીદી શકે છે. જેના પર 7.5ટકા વાર્ષિક દરે વ્યાજ આપવામાં આવશે. જરૂર પડ્યે આ પૈસામાંથી થોડા ઉપાડી પણ શકાશે.
100 નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે
રેલવે માટે 100 નવી યોજનાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે નવી યોજનાઓ માટે 75 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. મુસાફરોની મુસાફરી સરળ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પીએમ હાઉસિંગ સ્કીમની રકમ વધીને રૂ. 79,000 કરોડ કરાઈ
Union Budget 2023 Live: નાણામંત્રીએ આદિજાતિ મિશન માટે 3 વર્ષમાં 15,000 કરોડની જાહેરાત કરી છે. આ સિવાય મધ્ય કર્ણાટક માટે 5300 કરોડની રાહતની જાહેરાત કરી. આ સિવાય નિર્મલા સીતારમણે પીએમ હાઉસિંગ સ્કીમની રકમ વધારીને 79,000 કરોડ રૂપિયા કરી દીધી છે.
ડિજિટલ લાઈબ્રેરી
ખેડૂતો માટે ડિજિટલ તાલીમ શરૂ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે બરછટ અનાજ વધારવા માટે શ્રી અન્ન યોજના શરૂ કરવામાં આવી છે. આ સાથે, અમે કૃષિ ક્ષેત્ર માટે સ્ટોર ક્ષમતામાં વધારો કરીશું. ત્યાં ભારતીય મિલેટ્સ સંસ્થાની રચના કરવામાં આવશે.
મફત અનાજની જાહેરાત
નાણામંત્રી દ્વારા આગામી એક વર્ષ માટે મફત અનાજની જાહેરાત કરવામાં આવી છે. બજેટ 2023માં નાણામંત્રી દ્વારા ખેડૂતોને ઘણી ભેટ આપવામાં આવી છે. નાણાપ્રધાને બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે તમામ અંત્યોદય અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને એક વર્ષ માટે મફત અનાજની સપ્લાય માટે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો સમગ્ર ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવી રહી છે.
નાણામંત્રીની સંસદમાં બજેટ સ્પીચ, જુઓ લાઈવ....
શિક્ષણ પર મહત્વની જાહેરાત
દેશભરની એકલવ્ય મોડલ સ્કૂલોમાં 38800 શિક્ષકોને પુનઃસ્થાપિત કરવામાં આવશે. આગામી 3 વર્ષમાં દેશભરની એકલવ્ય શાળાઓમાં 8000 ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરવામાં આવશે.
બાળકો અને યુવાનો માટે ડિજિટલ લાઇબ્રેરી તૈયાર થશે. નેશનલ ડીજીટલ લાયબ્રેરી પંચાયત અને વોર્ડ સ્તર સુધી ખોલવામાં આવશે. પુસ્તકો સ્થાનિક અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ થશે. ઉંમર પ્રમાણે પુસ્તકો મળશે. રાજ્યો અને તેમના માટે સીધી પુસ્તકાલયો બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
ફાર્મામાં સંશોધનને પ્રોત્સાહન
ફાર્મામાં સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે. આમાં ઉદ્યોગપતિઓ પાસેથી રોકાણની અપેક્ષા છે. નવા અભ્યાસક્રમો લાવવામાં આવશે. તાજેતરના સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષકોની તાલીમમાં પણ સુધારો કરવામાં આવશે.
શિક્ષકોને તાલિમ
વાઈબ્રન્ટ સંસ્થામાં શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. કોવિડમાં અભ્યાસમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. એનજીઓ સાથે મળીને કામ કરશે. આમાં નાણાકીય નિયમનકારને પણ સામેલ કરશે. દરેક વિકાસ છેલ્લી લાઈનમાં ઉભેલા લોકો સુધી પહોંચાડવાનો છે.
તમામ પ્રકારની યોજનાઓ પર કામ કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે રેલવે માટે ફાળવવામાં આવેલી આ રકમ હેઠળ તમામ પ્રકારની યોજનાઓ પર કામ કરવામાં આવશે. વર્ષ 2013-14ની સરખામણીમાં રેલવેનું આ બજેટ લગભગ 9 ગણું વધારે છે. આ અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી છે.
સ્ટોર ક્ષમતા
નાણામંત્રી દ્વારા કૃષિ ક્ષેત્ર માટે સ્ટોર ક્ષમતા વધારવાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે પીક ક્રોપ સીઝન દરમિયાન પાકના ભાવમાં તીવ્ર ઘટાડો થાય છે. તેથી વધુ સ્ટોરેજ સવલતો હોવાને કારણે ખેડૂતોને તેમની નફાકારકતાને ટેકો આપતાં ઉત્પાદનને મંડીઓ સુધી પહોંચાડવામાં મદદ મળશે.
કાર્યક્ષમ ઉર્જાનો ઉપયોગ
નાણામંત્રીએ કહ્યું કે અમે ગ્રીન ફ્યુઅલ, ગ્રીન એનર્જી, ગ્રીન ફાર્મિંગ, ગ્રીન મોબિલિટી, ગ્રીન બિલ્ડિંગ, ગ્રીન ઇક્વિપમેન્ટ અને વિવિધ આર્થિક ક્ષેત્રોમાં કાર્યક્ષમ ઉર્જાનો ઉપયોગ કરવા માટે નીતિઓ ઘડવા માટે ઘણા કાર્યક્રમો અમલમાં મૂકી રહ્યા છીએ. તે જ સમયે, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખેડૂતો માટે સંબંધિત માહિતી સાથે ખુલશે.
બજેટના સાત આધાર, જાણો સપ્તર્ષિનો અર્થ
નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2023-24 ના બજેટના સાત આધાર ગણાવ્યા. તેમણે કહ્યું કે આ વખતે બજેટના મુખ્ય સાત લક્ષ્યાંક છે. જેમને સપ્તર્ષિ કહેવામાં આવ્યું છે. જેમાં 1. ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર અને રોકાણ, 2 સમાવેશી વિકાસ, વંચિતોને પ્રાથમિકતા, 4 ક્ષમતા વિસ્તાર, 5 હરિત વિકાસ, 6. યુવા શક્તિ, અને 7 નાણાકીય ક્ષેત્રનો સમાવેશ થાય છે.
ભારતીય અર્થવ્યવસ્થા ચમકતો સિતારો
પોતાના બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યું કે દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને ચમકતો સિતારો માન્યો છે. દુનિયામાં ભારતનું કદ વધ્યું છે. ભારતીય અર્થવ્યવસ્થા યોગ્ય દિશામાં ચાલી રહી છે અને સોનેરી ભવિષ્ય તરફ અગ્રેસર છે. તેમણે કહ્યું કે અમે કોરોના કાળમાં એ સુનિશ્ચિત કર્યું કે કોઈ ભૂખ્યું ન સૂઈ જાય. સરકારે 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરીને દરેક વ્યક્તિને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી. 28 મહિના સુધી 80 કરોડ લોકોને ફ્રી રાશનની વ્યવસ્થા કરવામાં આવી.
બજેટની મહત્વની જાહેરાતો મુદ્દાસર....
- હવે 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર નહીં ભરવો પડે ટેક્સ
- સિગરેટ મોંઘી થશે.
Personal income-tax | Income tax- rebate extended on income up to Rs 7 lakhs in new tax regime: FM Sitharaman pic.twitter.com/X8rmVH7Gh2
— ANI (@ANI) February 1, 2023
- સોના, ચાંદી, પ્લેટિનમ જેવી ધાતુઓ મોંઘી થશે, ચાંદીના વાસણો પણ મોંઘા થશે.
- મોબાઈલ ફોન, ટીવી, EV કાર સસ્તા થશે
- સોના, ચાંદી, પ્લેટિનમ જેવી ધાતુઓ મોંઘી થશે, ચાંદીના વાસણો પણ મોંઘા થશે.
- મોબાઈલ ફોન, ટીવી, EV કાર સસ્તા થશે
- ઘરોમાં ઈલેક્ટ્રિક ચીમની મોંઘી થશે
- વાહન સ્ક્રેપિંગ માટે પર્યાપ્ત પૈસાનું આયોજન કરવામાં આવશે
- આગામી 1 વર્ષ માટે મફત અનાજ યોજના માટે 2 કરોડ રૂપિયાનું બજેટ
- મહિલાઓના નામે 2 લાખ રૂપિયા જમા કરી શકાશે, મહિલા સેવિંગ સન્માન પત્ર લાવવામાં આવશે.
To promote value addition in the manufacturing of TVs, I propose to reduce the Basic Customs Duty on parts of open cells of TV panels to 2.5%: FM Nirmala Sitharaman pic.twitter.com/XP0uAZVfOS
— ANI (@ANI) February 1, 2023
- PAN ને ઓળખ પત્ર તરીકે માન્યતા
- 7000 કરોડના ખર્ચથી શરૂ થશે ઈ-ન્યાયાલય સ્કીમનું ત્રીજું ચરણ
- પ્રાકૃતિક ખેતી માટે 10000 બાયો-ઈનપુટ રિસોર્સ કેન્દ્ર સ્થાપિત કરાશેઆગામી 1 વર્ષ માટે મફત અનાજ યોજના માટે 2 કરોડ રૂપિયાનું બજેટ
- કેન્દ્રીય પ્રોસેસિંગ સેન્ટરની સ્થાપના કરાશે.
- બેંકિંગ એક્ટમાં ફેરફાર કરાશે.
- કમર્શિયલ વિવાદની પતાવટ માટે સરકાર વિવાદ સે વિશ્વાસ-2 યોજના લાવશે.
- પીએમ પ્રણામ યોજનાની શરૂઆત, બજેટમાં મોટી જાહેરાત. આ યોજના વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા માટે હશે. આ ઉપરાંત ગોવર્ધન સ્કીમ હેઠળ 500 નવા સંયંત્રોની સ્થાપના કરાશે.
- કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ આઉટલે 33 ટકા વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરાશે. જે જીડીપીના 3.3 ટકા રહેશે.
- આગામી 3 વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે મદદ કરાશે. 10,000 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર ખોલવામાં આવશે.
- આગામી એક વર્ષ માટે મફત અનાજ યોજના, આ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ
- મહામારીથી પ્રભાવિત MSMEને રાહત આપવામાં આવશે, 95 ટકા પૂંજી પરત કરાશે.
- 5જી પર રિસર્ચ માટે એન્જિનિયરિંગ કોલેજોમાં 100 લેબ બનશે.
- રાજ્ય સરકારોને અપાતી 50 વર્ષની વ્યાજમુક્ત લોન વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય
- નગર નગમ પોતાના બોન્ડ લાવી શકશે.
Credit guarantee for MSMEs - Rs 9000 crores infused in the corpus which will allow additional collateral-free credit of Rs 2 lakh crores; to be effective from 1st April 2023: FM Sitharaman pic.twitter.com/vxQSOCmkBh
— ANI (@ANI) February 1, 2023
- AI માટે સેન્ટર ફોર ઈન્ટેલિજન્સ
- સીવર સફાઈ મશીન આધારિત કરાશે
- ઓળખ પત્ર તરીકે PAN ને માન્યતા
- દેશમાં નવા 50 નવા એરપોર્ટ બનશે.
- આગામી 3 વર્ષમાં સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને સમર્થન આપતી 740 એકલવ્ય મોડલ સ્કૂલો માટે 38,000 શિક્ષકો અને સહાયક કર્મચારીઓને નિયુક્ત કરશે.
- ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રા માટે 75 હજાર કરડોનું પેકેજ
- આદિવાસીઓ માટે 15 હજાર કરોડનું પેકેજ
- પીએમ આવાસ યોજનાનું ફંડ 66 ટકા વધારીને 79,000 કરોડ જેટલું કરાયું.
- ખેડૂતોને લોનમાં છૂટ ચાલુ રહેશે.
- રેલવેની નવી યોજનાઓ પર 75000 કરોડ રૂપિયા
- શહેરોના વિકાસ માટે 10 હજાર કરોડ ફાળવવામાં આવશે.
- રેલવે માટે 2.4 લાખ કરોડની ફાળવણી
- બાળકો અને યુવાઓ માટે નેશનલ ડિજિટલ લાઈબ્રેરી સ્થાપિત કરાશે.
- પશુપાલન, ડેરી અને મસ્ત્ય પાલન પર ધ્યાન આપતા કૃષિ ઋણના લક્ષ્યાંકને 20 લાખ કરોડ કરવામાં આવશે.
કૃષિ સંલગ્ન સ્ટાર્ટઅપને પ્રાથમિકતા આપવામાં આવશે.
- 2014થી બનેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે કોલોકેશનમાં 157 નવી નર્સિંગ કોલેજ સ્થાપિત કરાશે.
- કૃષિ ઋણનો લક્ષ્યાંક 20 લાખ કરોડ
- કૃષિ સંવર્ધક ફંડની જાહેરાત
- ખેડૂતોને ખેતી માટે વિશેષ ફંડ
- પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં વધારો
- આત્મનિર્ભર ભારતને અપાશે પ્રોત્સાહન
- અમૃતકાળનું પહેલું બજેટ
- આ બજેટમાં સાત પ્રાથમિકતાઓ
- અર્થવ્યવસ્થા સાચા રસ્તા પર: ભારતીય અર્થવ્યવસ્થા સાચા ટ્રેક પર છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે.
- ગરીબોને રાશન અપાયું : 28 મહિના માટે ગરીબોને મફત અનાજ અપાયું છે. કોવિડ રોગચાળા દરમિયાન અમે ખાતરી આપી હતી કે કોઈ ભૂખ્યું ન સૂવે. અમે 80 કરોડથી વધુ લોકોને 28 મહિના માટે મફત રાશન આપ્યું.
- માથાદીઠ આવક બમણી: 2014 થી, સરકારનો પ્રયાસ લોકોના જીવનની ગુણવત્તા સુધારવાનો છે. માથાદીઠ આવક બમણીથી વધુ વધીને 1.97 લાખ થઈ છે. દુનિયા ભારત તરફ ચમકતા સિતારાની જેમ જોઈ રહી છે. વૈશ્વિક મંદીના કારણે આપણો વિકાસ દર 7% રહ્યો છે. અન્ય દેશો કરતાં સૌથી વધારે મજબૂત છે.
બજેટની કોપીઓ સંસદ ભવન પહોંચી ગઈ
બજેટની કોપીઓ હાલ સંસદ ભવન પહોંચી ગઈ છે. થોડીવારમાં નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ લોકસભા ચૂંટણીઓ પહેલાનું છેલ્લું પૂર્ણ બજેટ છે. આવામાં મધ્યમવર્ગના લોકોને આશા છે કે આ વખતે નાણામંત્રી ટેક્સ છૂટની ભેટ આપશે. કેટલાક લોકો 80સીનો દાયરો વધારીને 2 લાખ રૂપિયા કરવાની પણ માંગણી કરી રહ્યા છે.
નાણામંત્રી ટીમ સાથે સંસદ ભવન પહોંચ્યા
સંસદ ભવનમાં ચાલી રહેલી કેબિનેટ બેઠક પૂરી થઈ ગઈ છે અને તેમાં બજેટને ઔપચારિક મંજૂરી પણ મળી ગઈ છે. ત્યાર બાદ નાણામંત્રી પોતાની ટીમ સાથે સંસદ ભવન પહોંચ્યા છે. અહીં તેઓ 11 વાગે બજેટ રજૂ કરશે.
રાષ્ટ્રપતિને મળ્યા નાણામંત્રી
બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા. તેમની સાથે નાણા રાજ્યમંત્રી ભાગવત કરાડ, એમઓએસ પંકજ ચૌધરી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હતા.
Union Minister of Finance and Corporate Affairs Nirmala Sitharaman, MoS Dr Bhagwat Kishanrao Karad, MoS Pankaj Chaudhary and senior officials of the Ministry of Finance called on President Droupadi Murmu at Rashtrapati Bhavan before presenting the Union Budget 2023-24. pic.twitter.com/S9GJiDG1aw
— ANI (@ANI) February 1, 2023
રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા નાણામંત્રી
નાણામંત્રી ત્યારબાદ નાણા મંત્રાલયથી સીધા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. અહીં તેમણે બજેટની કોપી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપશે. હવે નાણામંત્રી સંસદ ભવન પહોંચશે. અહીં તેઓ કેબિનેટ બેઠક કરશે. ત્યારબાદ નિર્મલા સીતારમણ બજેટ ભાષણ રજૂ કરશે.
Delhi | Finance Minister Nirmala Sitharaman reaches Rashtrapati Bhavan to call on President Murmu
FM will then attend the Union Cabinet meeting, and then present Union Budget 2023-24. pic.twitter.com/hHDSZU7g3j
— ANI (@ANI) February 1, 2023
નાણા મંત્રાલય પહોંચ્યા નિર્મલા સીતારમણ
નિર્મલા સીતારમણ હવે નાણા મંત્રાલય પહોંચી ગયા છે.
Delhi | Finance Minister Nirmala Sitharaman arrives at the Ministry of Finance, ahead of the Budget presentation pic.twitter.com/XzWkXKeV8J
— ANI (@ANI) February 1, 2023
નાણામંત્રીનો આજનો કાર્યક્રમ
- સંસદમાં સવારે 11 વાગે કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરશે.
- બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી સવારે રાષ્ટ્રપતિ ભવન જશે.
- રાષ્ટ્રપતિ ભવન જઈને બજેટ પર રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નિર્મલા સીતારમણ સંસદ ભવન જશે.
- સંસદ ભવનમાં પ્રવેશ કરનારી સીડી પર સવારે 10 વાગે ફોટો શૂટ. જ્યારે નાણામંત્રી બજેટ બ્રિફ કેસ સાથે સંસદ ભવનમાં પ્રવેશ કરશે.
- નાણામંત્રી બજેટ પહેલા સવારે 10.15 વાગે થનારી કેબિનેટ બેઠકમાં સામેલ થશે. કેબિનેટની મંજૂરી બાદ બજેટ રજૂ થશે.
- નાણા રાજ્યમંત્રી, નાણા સચિવ અને નાણા મંત્રાલયના અન્ય તમામ સચિવો સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ બપોરે લગભગ 3 વાગે એક પોસ્ટ બજેટ પ્રેસ કોન્ફરન્સ કરશે.
- પ્રેસ કોન્ફન્સ બાદ સામેજ 4 વાગે ડીડી પર નિર્મલા સીતારમણનો ઈન્ટરવ્યું
નાણા રાજ્યમંત્રી કરાડે મંદિરમાં કરી પૂજા
નિર્મલા સીતારમણ સંસદ માટે રવાના થઈ ગયા છે. બીજી બાજુ બજેટ પહેલા નાણા રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડ મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા.
#WATCH | MoS Finance Dr Bhagwat Kishanrao Karad offers prayers ahead of the presentation of #UnionBudget2023 by the government pic.twitter.com/CDs5LYaf4o
— ANI (@ANI) February 1, 2023
બજેટ પર બધાની નજર
હવે બધાની નજર આજે રજૂ થઈ રહેલા બજેટ પર છે. આ બજેટ કેન્દ્ર સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ છે. જેને લઈને લોકો એ જાણવા ઈચ્છી રહ્યા છે કે સામાન્ય ચૂંટણી પહેલા આ બજેટમાં લોકો માટે શું હશે. નિર્મલા સીતારમણ 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન તેમની સાથે નાણા રાજ્યમંત્રી, નાણા સચિવ હાજર રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે