Budget: મોદી સરકારે જે કહ્યું એ કરી દેખાડયું, બજેટ પહેલા કર્યા ખુલાસા

Modi Government: ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન બજેટ 2022-23માં ભારત સરકાર દ્વારા સ્ટાર્ટ-અપ્સના સમાવેશની અવધિ લંબાવવાની દરખાસ્તની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ સરકાર તરફથી નવા બજેટ પહેલા ખુલાસા કરવામાં આવ્યા છે કે આમાં કેટલી પ્રગતિ થઈ છે. 

Budget: મોદી સરકારે જે કહ્યું એ કરી દેખાડયું, બજેટ પહેલા કર્યા ખુલાસા

Budget 2023: થોડા અઠવાડિયા પછી સરકાર દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. નવું બજેટ રજૂ કરવાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન સરકાર દ્વારા ખુલાસા થઈ રહ્યાં છે કે બજેટ 2022માં તેમના દ્વારા કરવામાં આવેલી જાહેરાતો મોટાભાગે તેમને પૂરી કરી દીધી છે. આ ક્રમમાં હવે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે કે બજેટ 2022માં તેમના દ્વારા કરવામાં આવેલી જાહેરાતોમાં શું પ્રગતિ થઈ છે.

ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન, બજેટ 2022-23માં ભારત સરકાર દ્વારા સ્ટાર્ટ-અપ્સના સમાવેશનો સમય લંબાવવાની દરખાસ્તની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ સરકાર તરફથી નવા બજેટ પહેલાં જણાવવામાં આવ્યું છે કે આમાં કેટલી પ્રગતિ થઈ છે. આ અંગે સરકાર દ્વારા એક ટ્વીટ પણ કરવામાં આવી છે.

MyGovHindi દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે. સ્ટાર્ટ-અપ અંગે સરકાર તરફથી અત્યાર સુધીની પ્રગતિના સંદર્ભમાં જણાવવામાં આવ્યું છે કે યોગ્ય સ્ટાર્ટ-અપના સમાવેશની અવધિ વધુ એક વર્ષ માટે એટલે કે 31 માર્ચ, 2023 સુધી લંબાવવામાં આવી છે. આ સાથે એક તસવીર પણ પોસ્ટ કરવામાં આવી છે. આ તસવીરમાં લખ્યું છે કે, 'જે કહ્યું હતું, તે કરી દેખાડયું છે'.

આ જ સમયે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે લાયક સ્ટાર્ટ-અપ્સના સમાવેશની અવધિ એક વર્ષ વધારીને 31 માર્ચ, 2023 કરવામાં આવી છે. જેથી તેમને નિર્દિષ્ટ શરતો અનુસાર કર પ્રોત્સાહનો માટે પાત્ર બનાવી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news