શું તમે જાણો છો સલમાન ખાન કેટલું ભણેલા છે? આટલી હતી એક વર્ષની ફી

Salman Khan Education: સલમાન ખાન એક એવા અભિનેતા છે કે જેની લોક ચાહના ખૂબ જ છે. હાલ તે તેની બે ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન અને ટાઈગર 3 માટે ચર્ચામાં છે. સલમાન ખાન હવે ટૂંક જ સમયમાં ટાઈગર 3નું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મનું છેલ્લું શેડ્યૂલ દિલ્હીમાં શૂટ થશે અને લગભગ એક અઠવાડિયા સુધી ચાલશે. 

શું તમે જાણો છો સલમાન ખાન કેટલું ભણેલા છે? આટલી હતી એક વર્ષની ફી

Salman Khan College Fees: જાણીતા લેખક અને સલમાન ખાનના પિતા સલીમ ખાનને ચાર બાળકો છે તેમાંથી સલમાન ખાન સૌથી વધુ લોકપ્રિય છે. આ ખાન પરિવાર વિશે દરેક લોકોને જાણકારી છે પરંતુ તેમનું ભણતર કેટલું છે તેની જાણકારી કદાચ ખૂબ ઓછા લોકોને હશે. 

ખાન પરિવારમાં સૌથી વધુ કમાનાર વ્યક્તિ હોય તો તે છે સલમાન ખાન. તમે સલમાન ખાનના ભણતર અંગે જાણીને ચોંકી જશો. સલમાન ખાને પ્રારંભિક અભ્યાસ ગ્લાવિયરની સિંધિયા સ્કૂલમાં કર્યો હતો. બાદમાં પિતા સલીમ ખાને તેમને મુંબઈ બોલાવ્યા અને તેમને અહીંની સેન્ટ સ્ટેનિસ્લોસ સ્કૂલમાં ફિલ્મનો અભ્યાસ કર્યો. સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ સલમાને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એડમિશન લીધું હતું પરંતુ એક્ટિંગની દુનિયામાં પગ મૂકવા માટે તેઓ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી શક્યા નહીં.

સલમાન ખાનના નાના ભાઈ અરબાઝ ખાને ગ્વાલિયરની કેસિંડિયા સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો. જો કે, શાળા પછી, કોલેજમાં પ્રવેશ લેવાને બદલે, તેણે ફિલ્મોમાં પ્રવેશ કર્યો.

સોહેલ ખાને 12માં ધોરણ સુધીનો અભ્યાસ મુંબઈની સેન્ટ સ્ટેનિસ્લોસ સ્કૂલમાંથી કર્યો. આ પછી તેમની ઈચ્છા પાયલોટ બનવાની હતી પરંતુ તેમને એડમિશન ન મળ્યું અને તે પણ તેમના ભાઈઓની જેમ બોલિવૂડમાં આવી ગયા.

સલમાન ખાનના પરિવારમાં તેમની નાની બહેન અર્પિતા ખાન છે જે સૌથી વધુ ભણેલી છે. અર્પિતાએ ફેશન અને મેનેજમેન્ટમાં કોલેજ ઓફ ફેશનની ડિગ્રી લંડનથી મેળવી છે.

સલમાન ખાનની બીજી બહેન અલવીરા ખાને ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તમને જણાવી દઈએ કે ફેશન ડિઝાઈનિંગની સાથે અલવીરા ફિલ્મો પણ પ્રોડ્યુસ કરે છે. 

અર્પિતા ખાનના પતિ એટલે કે સલમાન ખાનના સાળા આયુષ શર્માએ દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી 12મું ધોરણ પાસ કર્યું છે. તેમને શરૂઆતથી જ અભિનયમાં રસ હતો તેથી વધુ અભ્યાસ કરવાને બદલે તેમણે ફિલ્મોમાં પગ મૂક્યો. 

સલમાન ખાનના પિતા સલીમ ખાન પણ ભણેલા છે. તેમણે 12મું ધોરણ ઈન્દોરની સેન્ટ રાફેલ સ્કૂલમાંથી કર્યું હતું. આ પછી તેમણે હોલકર કોલેજમાંથી બીએ અને એમએ પણ કર્યું. તેમણે શરૂઆતમાં થોડી ફિલ્મોમાં કામ કર્યું અને પછી સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news