ઘઉં, ચોખા, બાજરાની માથાકૂટ છોડી કરો આ વસ્તુની ખેતી, અધધ...આવકની ગેરંટી!

Agriculture News: એક તરફ છે પરંપરાગત ખેતી જેમાં વધુ મહેનતે લગભગ દર વર્ષે મળતા હોય એટલાં જ રૂપિયા મળે છે. બીજી તરફ છે ઘઉં, ચોખા, બાજરી જેવા પાકને બદલે અલગ ડિમાન્ડવાળી વસ્તુઓની ખેતી જેનાથી આવકમાં થાય છે અધધ વધારો. એકવાર ખેતી શરૂ કરો અને વર્ષો વર્ષ સુધી કરતા રહો કમાણી....

ઘઉં, ચોખા, બાજરાની માથાકૂટ છોડી કરો આ વસ્તુની ખેતી, અધધ...આવકની ગેરંટી!

English Walnut Farming: આજે બાગાયતનો જમાનો છે. બદલાતા સમયની સાથે ખેતીનો ટ્રેન્ડ પણ બદલાયો છે. ઘઉં, ચોખા અને બાજરી સહિતના પરંપરાગત પાકની ખેતી કરતા ખેડૂતોની સરખામણીએ ઘણી વધુ કમાણી કરી રહ્યાં છે અલગ ડિમાન્ડવાળી વસ્તુઓની ખેતી કરતા ખેડૂતો. ખાસ કરીને બાગાયત ખેતી, એમાં પણ ડ્રાયફ્રૂટ અને રેર ફળો જે ખાસ જોવા મળતા નથી તેની ખેતીમાં સારી એવી કમાણી થાય છે. આ યાદીમાંથી એક નામની વાત કરીશું આ આર્ટિકલમાં. અહીં વાત કરીશું અખરોટની ખેતીની.

ડાંગર, ઘઉં અને ચણા કરતાં અખરોટ મોંઘા વેચાય છે

જીહાં, અખરોટની ખેતી. અખરોટને ડ્રાયફ્રૂટ એટલેકે, સુકો મેવો માનવામાં આવે છે. તેનો ભાવ પણ ખુબ ઉંચો હોય છે. પણ શું તમને ખ્યાલ છેકે, અખરોટની ખેતી કરીને તમે ઉંચી કમાણી કરી શકો છે. ખેડૂતોમાં એવી માન્યતા છે કે તેઓ ડાંગર, ઘઉં અને ચણા જેવા પરંપરાગત પાકની ખેતી કરીને જ સારી કમાણી કરી શકે છે. પરંતુ એવું નથી. તેઓ ઇચ્છે તો અખરોટની ખેતી કરીને પણ લાખોમાં કમાણી કરી શકે છે. ડાંગર, ઘઉં અને ચણા કરતાં અખરોટ મોંઘા વેચાય છે. આ સાથે બજારમાં તેની સારી માગ પણ છે. કઈ રીતે કરી શકાય અખરોટની ખેતી? તેના માટે કેવી અને કેટલી જમીન હોવી જોઈએ? તેનાથી કેટલી આવક થઈ શકે? જાણો આ સવાલોના જવાબો વિગતવાર...

અખરોટની ખેતી માટે કેવી હોવી જોઈએ જમીન?
અખરોટની ખેતી માટે લોમી જમીન સારી માનવામાં આવે છે. જો જમીન ભૂરભૂરી હોય તો તે વધુ સારું છે. આ પ્રકારની જમીનમાં અખરોટનો પાક સારો ઉપજ આપે છે. અખરોટની ખેતી માટે સમયસર સિંચાઈ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અખરોટના છોડને ઉનાળામાં દર અઠવાડિયે અને શિયાળામાં 20-30 દિવસે પાણી આપવું પડે છે. તેના છોડને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં 7-8 મહિનાનો સમય લાગે છે. તે 4 વર્ષ પછી જ ફળ આપવાનું શરૂ કરે છે. આ પછી તે લગભગ 25-30 વર્ષ સુધી ઉત્પાદન કરતું રહેશે.

અખરોટની ખેતી માટે કેવું હોવું જોઈએ વાતાવરણ?
કૃષિ નિષ્ણાતોના મતે અખરોટની ખેતી ગરમ અને ઠંડા બંને વાતાવરણમાં કરી શકાય છે. ખાસ વાત એ છે કે તેની ખેતી માટે 20 થી 25 ડિગ્રી વચ્ચેનું તાપમાન સારું માનવામાં આવે છે. આવા તાપમાનના સ્થળે અખરોટની ખેતી કરવાથી બમ્પર ઉપજ મળે છે.

જુલાઇ અને ઓગસ્ટ સૌથી સારો

નર્સરીમાં અખરોટના છોડ પણ તૈયાર કરવામાં આવે છે. નર્સરીમાં તેના રોપા તૈયાર કરવા માટે કલમ બનાવવાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને જુલાઇ અને ઓગસ્ટ મહિના નર્સરીની તૈયારી માટે વધુ સારા ગણાય છે. બીજ રોપ્યા પછી તેના છોડ બે થી ત્રણ મહિનામાં તૈયાર થઈ જાય છે. જો તમે ઇચ્છો તો, તમે આ છોડને ડિસેમ્બર મહિના સુધી પહેલેથી જ તૈયાર કરેલા ખેતરમાં વાવી શકો છો.

જાણો અખરોટથી અધધ આવકનું ગણિતઃ
હાલ બજારમાં અખરોટનો ભાવ લગભગ રૂ.700 થી 800 પ્રતિ કિલો છે. આ મુજબ ખેડૂતો માત્ર એક છોડમાંથી 2800 રૂપિયાની આવક મેળવી શકે છે. જો તમે 100 છોડ વાવ્યા છે તો તમારી આવક લાખોમાં થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચૂક લેવી. ઝી મીડિયા આ અંગે પુષ્ટી કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news