ફળ, શાકભાજી કે અનાજ નહીં... સ્માર્ટ ખેડૂતો આ વસ્તુની ખેતીથી કરે છે અધધ કમાણી!

જો તમારી પાસે મોટું ખેતર નથી તો પણ તમે આ ખેતી કરીને લાખોની કમાણી કરી શકો છો. ઓછા રોકાણમાં વધુ નફો? મોટાભાગના લોકો માને છે કે મોતી માત્ર દરિયાના ઊંડાણમાં જ પેદા થાય છે, પરંતુ એવું નથી. હવે રણમાં પણ મોતીની ખેતી થઈ રહી છે. 

ફળ, શાકભાજી કે અનાજ નહીં... સ્માર્ટ ખેડૂતો આ વસ્તુની ખેતીથી કરે છે અધધ કમાણી!

Agriculture News: બદલાતા સમયની સાથે હવે ખેતીની પેટર્ન બદલાઈ છે. એક સમયે ખેતીવાડીને લોકો મજૂરી કામ સમજતા હતા. આજે ભણેલા ગણેલા લોકો પણ ખેતીવાડીને એક બિઝનેસની જેમ ભણીને તેમાં અવનવા પ્રયોગ કરતા થયા છે. વર્ષોથી જે ખેડૂતો ખેતી કરતા આવ્યાં છે તે હવે રોકડિયા પાક તરફ વળ્યા છે. તો નવા સવા બનેલાં ખેડૂતો કંઈક અલગ કંઈક યુનિક ખેતી કરવાનો વિચાર લઈને આગળ વધી રહ્યાં છે. આવી જ એક ખેતી એટલે મોતીની ખેતી. આ વસ્તુની ખેતી કરવા તમારે તળાવની જરૂર પડશે. પણ એ તળાવના લીધે તમારી સાત પેઢીઓ તરી જશે.

સાવ ઓછા રોકાણમાં તગડી કમાણીઃ
જો તમારી પાસે મોટું ખેતર નથી તો પણ તમે આ ખેતી કરીને લાખોની કમાણી કરી શકો છો. ઓછા રોકાણમાં વધુ નફો? મોટાભાગના લોકો માને છે કે મોતી માત્ર દરિયાના ઊંડાણમાં જ પેદા થાય છે, પરંતુ એવું નથી. હવે રણમાં પણ મોતીની ખેતી થઈ રહી છે. કેટલાક લોકો પોતાના ઘરે મોતીની ખેતી કરીને સારો નફો કમાઈ રહ્યા છે. મોતીની ખેતી કરવા માટે તમારે વધુ પડતું રોકાણ કરવાની જરૂર નથી. ખેડૂતો માત્ર 25 હજાર રૂપિયાનું રોકાણ કરીને 3 લાખ રૂપિયા સુધીનો નફો કમાઈ શકે છે. 

વર્લ્ડ માર્કેટમાં છે આ વસ્તુની માંગઃ
મોતીમાંથી અનેક પ્રકારની મોંઘી જ્વેલરી બનાવવામાં આવે છે. જે આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોમાં વેચાય છે. મોતીનું છે કરોડો રૂપિયાનું માર્કેટ. મોતીનું વૈશ્વિક બજાર અંદાજિત 15થી 18 કરોડનું છે. દેશમાં દર વર્ષે અડધો અબજ રૂપિયાના મોતી આયાત કરાય છે. તો સામે દેશમાંથી વર્ષે એકાદ અબજના મોતી નિકાસ પણ થાય છે. ત્યારે આ કરોડો રૂપિયાના બજારમાં તમારા માટે સુંદર તક રહેલી છે.

ભારતમાં ત્રણ પકારના છિપની સારી માગઃ
છિપના પાવડરમાંથી બનાવેલા કૃત્રિ પાવડરમાંથી જ કૃત્રિમ છિપલામાં બીજ ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે. બીજ કેલ્શિયમનું લિક્વિડ છોડે છે જેનાથી એક વર્ષમાં બે મોતી તૈયાર થાય છે. ભારતમાં કોરિઓલિસ, માર્જિનલિસ અને ઓએસ્ટર, ગંગાના વહેતા પાણીમાં થતાં કોરિઓલિસ છિપની ક્વોલિટી સૌથી ઉત્તર માનવામાં આવે છે.

કેવી રીતે થાય છે મોતીની ખેતી?
ખેડૂતો છીપની મદદથી મોતીનું ઉત્પાદન કરી શકે છે. આ માટે 500 ચોરસ ફૂટમાં તળાવ કે ટેન્ક બનાવવાની રહેશે. સૌપ્રથમ છીપને પર્યાવરણને અનુરૂપ બનાવવા માટે 10 દિવસ માટે ઘરે બનાવેલા નાના તળાવમાં છોડી દેવામાં આવે છે. ત્યારબાદ સર્જરી કરીને તેમાં ન્યુક્લીયસ દાખલ કરીને તેને ત્રણ દિવસ સુધી એન્ટિબોડીમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તમામ છીપને 12-13 મહિના સુધી તળાવમાં છોડી દેવામાં આવે છે. છીપમાંથી મોતી કાઢવાના કામમાં લગભગ 3 ગણો નફો થાય છે. 

શું આ ખેતી કરતા પહેલાં લેવી પડશે તાલીમ?
ખેતી કરતા પહેલાં તાલીમ લેવી જરૂરી? તળાવમાં લગભગ 100 છીપનો ઉછેર કરીને ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. જોકે, આ માટે યોગ્ય તાલીમ મેળવવી જરૂરી છે. ઘણી સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા મોતીની ખેતી માટેના ટ્રેનિંગ પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવે છે. આ તાલીમોનો લાભ લઈને ખેડૂતો તેમના નફામાં વધારો કરી શકે છે. 

અહીં મફતમાં મળે છે મોતીની ખેતીની ટ્રેનિંગઃ
મોતી માટે તાલીમ ક્યાંથી લેશો તો જુઓ ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રીસર્ચની CIAF વિંગ એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશવોટર એક્વાકલ્ચર મોતીની ખેતી માટે ફ્રીમાં ટ્રેનિંગ આપે છે. 15 દિવસની આ ટ્રેનિંગ ભુવનેશ્વરના સમુદ્ર કિનારે થાય છે. જેમા સર્જરી સહિતની સંપૂર્ણ પ્રોસેસની ટ્રેનિંગ આપવામાં આવે છે. જે પણ વ્યક્તિ આ ટ્રેનિંગ લેવા માંગતા હોય તેમણે આ નંબર 0674 - 2465421, 2465446 પર સંપર્ક કરવાનો રહેશે. 

મોતીની ખેતી માટે સરકાર આપે છે લોનઃ
સરકાર મોતીની ખેતી માટે લોન પણ આપે છે. કોર્મર્શિયલ બેન્ક 15 વર્ષ માટે સ્પેશિયલ ઇન્ટ્રેસ્ટ રેટ પર લોન આપે છે. સાથે કેન્દ્ર સરકાર તરફથી સબ્સિડીની યોજનાઓ પણ સમય-સમય પર જાહેર કરવામાં આવે છે. છે ને એક મસ્ત મજાની તક.

કેટલી કમાણી થઈ શકે?
એક છીપ તૈયાર કરવા માટે લગભગ 50 રૂપિયાનો ખર્ચ થાય છે. છીપ તૈયાર થયા પછી તેમાંથી બે મોતી નીકળે છે. એક મોતી 250થી 400 રૂપિયામાં વેચાય છે. જોકે, મોતીની કિંમત તેની ગુણવત્તા પર આધારિત છે. દા.ત, 500 છીપની ખેતી કરવા માટે અંદાજે રૂ. 25,000નો ખર્ચ થાય છે. જેના દ્વારા ખેડૂતો અંદાજે 1.25 લાખથી 3 લાખ રૂપિયાની કમાણી કરી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news