દુનિયામાં માત્ર એક જ જગ્યા પર દેખાય છે આ ફંગસ, સોશલ મીડિયા પર તસવીર થઈ વાયરલ

ઑસ્ટ્રેલિયાના નેશનલ પાર્કમાં અજીબોગરીબ ફંગસ જોવા મળ્યું છે. આ ફંગસ ઝોમ્બીના હાથ જેવુ દેખાઈ રહ્યું છે. ફંગસની આ તસવીર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફંગસનું આ દુર્લભ રૂપ કેટલાક વર્ષો પહેલા જ ખત્મ થઈ ગયું હતું, પરંતુ આ હવે ફરી એક વાર જોઈ મળી રહ્યું છે.

દુનિયામાં માત્ર એક જ જગ્યા પર દેખાય છે આ ફંગસ, સોશલ મીડિયા પર તસવીર થઈ વાયરલ

નવી દિલ્લીઃ ઑસ્ટ્રેલિયાના નેશનલ પાર્કમાં અજીબોગરીબ ફંગસ જોવા મળ્યું છે. આ ફંગસ ઝોમ્બીના હાથ જેવુ દેખાઈ રહ્યું છે. ફંગસની આ તસવીર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફંગસનું આ દુર્લભ રૂપ કેટલાક વર્ષો પહેલા જ ખત્મ થઈ ગયું હતું, પરંતુ આ હવે ફરી એક વાર જોઈ મળી રહ્યું છે.

No description available.

ઝોમ્બીના હાથ જેવુ દેખાઈ રહ્યું છે ફંગસ:
શોધકર્તાઓના જણાવ્યા અનુસાર આ ફંગસનું દુર્લભ અને લુપ્તપ્રાય રૂપ, જેનો આકાર આંગળીઓ જેવો લાગે છે. આની શોધ વિક્ટોરિયાના ફ્રાન્સીસી દ્વીપ પર 16 પ્રકૃતિવાદિયોના એક સમૂહે કરી હતી.

કહેવાય છે ટી-ટ્રી ફિંગર્સ કે ઝૉમ્બી ફિંગર્સ:
હાઈપોક્રોપ્સિસ એમ્પ્લેક્ટેંસ ફંગસ (Hypocreopsis Amplectens Fungus),  જેને ટી ટ્રી ફિંગર્સ કે પછી ઝૉમ્બી ફિંગર્સ પણ કહેવાય છે. આ મોટા ભાગે ઑસ્ટ્રેલિયાના જંગલોમાં જોવા મળે છે.

ફ્રાન્સીસી દ્વીપ પર થઈ હતી શોધ:
સ્ટેટમેન્ટ અનુસાર, ફ્રાન્સીસી દ્વીપ પર તેને શોધવામાં આવ્યું હતું. એવુ માનવામાં આવતુ હતું કે અન્ય બે સ્થળ વેસ્ટર્ન પોર્ટ બેના પૂર્વી તટ અને લૉન્ચિંગ પ્લેસ પર તે જોવા મળ્યું હતું.

હવે માત્ર ઑસ્ટ્રેલિયાના નેશનલ પાર્કમાં જોવ મળ્યું:
મુખ્ય પ્રકૃતિવાદી ડૉ. માઈકલ અમોરના જણાવ્યા અનુસાર આ ફંગસની એક માત્ર એવી આબાદી છે જે સંરક્ષિત રાષ્ટ્રીય ઉદ્યાન, રૉયલ બૉટૈનિકલ ગાર્ડન વિક્ટોરિયાની અંદર જોવા મળે છે. ડૉ. અમોરે જણાવ્યું કે ફંગસ માટે ચાર મુખ્ય ભૂમિ સ્થળોમાંથી ત્રણનું ભવિષ્ય અનિશ્ચિત છે.

કેટલી છે ફંગસની આબાદી:
IUCN ગ્લોબલ ફંગસ લિસ્ટ અનુસાર, આ અનુમાન લગાવવામાં આવ્યું છે કે ટી ટ્રી ફિંગર્સની આબાદી 50થી 400 વચ્ચે છે પરંતુ તે લગભગ 200થી વધુ હોઈ શકે છે. IUCNના જણાવ્યા અનુસાર આ ધરતી પર માત્ર સાત સ્થળો પર ફંગસ જોવા મળ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news