મોટો ખુલાસો, ભારતની પરમાણુ મિસાઈલોના નિશાના પર હવે આ દેશ
Trending Photos
નવી દિલ્હી: ZEE NEWS WORLD EXCLUSIVE માં એક મોટા સમાચાર આવ્યાં છે. આ ખબર ભારત-ચીન તણાવ પર પરમાણુવાળા સમાચાર છે. હકીકતમાં ભારતની પરમાણુ રણનીતિનું ફોકસ હવે પાકિસ્તાન પરથી હટીને ચીન પર શિફ્ટ થઈ રહ્યું છે. અમેરિકાના એક રિપોર્ટથી આ મોટો ખુલાસો થયો છે. 'બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સ'માં પ્રકાશિત એક સ્ટડીમાં દાવો છે કે ડોકલામ બાદ ભારતની પરમાણુ નીતિમાં ફેરફાર થયો છે.
ચીન સાથે વધતા તણાવ વચ્ચે ભારતે પોતાના પરમાણુ સુરક્ષા રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ચીનની રાજધઆની બેઈજિંગ પણ ભારતીય પરમાણુ મિસાઈલોની હદમાં આવી ગઈ છે. રિપોર્ટ મુજબ ભારત વર્તમાનમાં જમીન-હવા અને પાણીથી પરમાણુ હુમલો કરવા માટે સક્ષમ છે. ભારત પાસે સમુદ્રમાંથી પણ બેલિસ્ટિક મિસાઈલો દ્વારા પરમાણુ હુમલો કરવાની તાકાત છે. રિપોર્ટ મુજબ ભારતે પાકિસ્તાનને બાજુએ મૂકીને હવે પરમાણુ નીતિ મુદ્દે ચીન પર ફોકસ કર્યું છે. રિપોર્ટ મુજબ જલ થલ નભ થી પરમાણુ હુમલો કરવામાં ભારત સક્ષમ છે.
જુઓ LIVE TV
ચીન વિરુદ્ધ દરેક મોરચે ભારત તૈયાર
લદાખમાં ભારતીય વાયુસેનાએ મોટી તૈયારીઓ શરૂ કરી છે. સૈનિકો અને સાધન સામગ્રીને ફોરવર્ડ મોરચે પર પહોંચાડવામાં આવી રહ્યાં છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે. ફિંગર 4થી ચીનના સૈનિકો હજુ હટ્યા નથી પરંતુ LAC પર 40 હજાર સૈનિકો પણ તૈનાત કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે