રાજસ્થાન કેસ: હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઈન્કાર

​રાજસ્થાન હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સ્પીકર સીપી જોશીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમે રાજસ્થાન હાઈકોર્ટના આવનારા ચુકાદા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. એટલે કે હવે શુક્રવારે રાજસ્થાન હાઈકોર્ટ પોતાનો ચુકાદો સંભળાવી શકશે. હાઈકોર્ટે 24 જુલાઈ સુધી વિધાયકો સામેની કાર્યવાહી પર રોક લગાવી છે. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કહ્યું કે પહેલા HCનો ચુકાદો આવી જાય, ત્યારબાદ સોમવારે આ મામલે સુનાવણી થશે. 

રાજસ્થાન કેસ: હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઈન્કાર

નવી દિલ્હી: રાજસ્થાન હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સ્પીકર સીપી જોશીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમે રાજસ્થાન હાઈકોર્ટના આવનારા ચુકાદા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. એટલે કે હવે શુક્રવારે રાજસ્થાન હાઈકોર્ટ પોતાનો ચુકાદો સંભળાવી શકશે. હાઈકોર્ટે 24 જુલાઈ સુધી વિધાયકો સામેની કાર્યવાહી પર રોક લગાવી છે. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કહ્યું કે પહેલા HCનો ચુકાદો આવી જાય, ત્યારબાદ સોમવારે આ મામલે સુનાવણી થશે. 

રાજસ્થાન વિધાનસભા સ્પીકર તરફથી હાજર થયેલા વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે HCનો આદેશ રદ કરવામાં આવે. કોઈ નિર્ણય પહેલા સ્પીકરના મામલે હસ્તક્ષેપ કરી શકાય નહીં. સુનાવણી દરમિયાન જો કે સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે અસંતોષને દબાવવાથી લોકતંત્ર ખતમ થઈ જશે. ચૂંટાઈને આવેલા ધારાસભ્યોને અસહમતિનો અધિકાર છે. 

— ANI (@ANI) July 23, 2020

સુપ્રીમ કોર્ટ: અસંતોષનો અવાજ દબાવી શકાય નહીં. નહીં તો પછી લોકતંત્ર ખતમ થઈ જશે. આખરે તે ધારાસભ્યો લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. તેઓ પોતાની અસહમતિ વ્યક્ત ન કરી શકે?
સિબ્બલ: પરંતુ તો તેમણે સમજવું પડશે. એ સ્પીકર નક્કી કરશે, કોર્ટ નહીં.
સુપ્રીમ કોર્ટ: આ ફક્ત એક જ દિવસની વાત છે. તમે રાહ કેમ જોઈ શકતા નથી?
SCએ સિબ્બલને પૂછ્યું: ઈન્ટ્રા-પાર્ટી લોકતંત્ર પર તમારો શું વિચાર છે?
સુપ્રીમ કોર્ટ: શું પાર્ટીની બેઠકમાં ભાગ લેવા માટે વ્હિપ બહાર પાડી શકાય?
સિબ્બલ: સ્પીકર સીપી જોશીએ બેઠક માટે વ્હિપ બહાર પાડ્યું. 'આ ફક્ત એક નોટિસ હતી, વ્હિપ નહીં'. પરંતુ આ બેઠકમાં સામેલ ન થવાથી વધુ તો તે તેમની પાર્ટી વિરોધી ગતિવિધીઓ અંગે છે. 

આ અગાઉ વકીલ કપિલ સિબ્બલે રાજસ્તાન વિધાનસભાના સ્પીકરનો પક્ષ રજુ કરતા કહ્યું કે સ્પીકરના આદેશ અગાઉ કોર્ટનો હસ્તક્ષેપ ખોટી વાત છે. કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં 1992ના કિહોટો હોલોહોન કેસમાં બંધારણીય પેનલે આપેલા ચુકાદાનો હવાલો આપ્યો. તેમણે કહ્યું કે આ ચુકાદા મુજબ અયોગ્યતાના મુદ્દે સ્પીકરનો ચુકાદો આવતા પહેલા કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં. અયોગ્ય ઠેરવવાની પ્રક્રિયા પૂરી થયા પહેલા કોર્ટમાં દાખલ થયેલી કોઈ પણ અરજી સુનાવણી યોગ્ય નથી. 

સિબ્બલે સુપ્રીમ કોર્ટના એક અન્ય કેસમાં હાલમાં જ અપાયેલા આદેશનો હવાલો આપ્યો જેમાં સુપ્રીમે સ્પીકરને એક યોગ્ય સમયે નિર્ણય લેવાનો આગ્રહ કર્યો હતો, ન કે સ્પીકરને કોઈ આદેશ કે સ્પીકરને નક્કી તારીખ પર અયોગ્ય જાહેર કરવાની પ્રક્રિયા પૂરી કરતા કે રોકવા માટે કહેવાયું હતું. 

જુઓ LIVE TV

સુપ્રીમ કોર્ટે સિબ્બલને પૂછ્યું કે આ મામલે વિધાયકોની કયા આધારે અયોગ્યતા ગણવામાં આવી રહી છે. સિબ્બલે જવાબ આપ્યો કે આ વિધાયકો પાર્ટીની બેઠકમાં સામેલ થયા નથી. તેઓ પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા છે. તેમણે ઈન્ટરવ્યું આપીને કહ્યું કે તેઓ એક ફ્લોર ટેસ્ટ ઈચ્છે છે. તેઓ હરિયાણાની એક હોટલમાં છે. તેઓ પોતાની એક અલગ પાર્ટી બનાવવાના ષડયંત્રમાં સામેલ છે. તેઓ રાજ્યની હાલની સરકારને પાડવા માંગે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news