પાકિસ્તાનમાં ઘટી અજીબો ગરીબ ઘટના, સમુદ્રમાંથી અચાનક ટાપુ ગાયબ થયો, જુઓ PHOTO

દુનિયામાં અનેક અજીબોગરીબ ઘટનાઓ ઘટતી રહે છે. જે લોકોને હેરાન કરે છે. આવી જ એક ઘટના પાકિસ્તાનમાં ઘટી છે. વાત જાણે એમ છે કે ત્યાં ગ્વાદરના સમુદ્ર પાસે બનેલો એક દ્વીપ રાતોરાત અચાનક ગાયબ થઈ ગયો. આ ઘટના અંગે જેણે પણ જાણ્યું તે સ્તબ્ધ થયાં. 

પાકિસ્તાનમાં ઘટી અજીબો ગરીબ ઘટના, સમુદ્રમાંથી અચાનક ટાપુ ગાયબ થયો, જુઓ PHOTO

નવી દિલ્હી: દુનિયામાં અનેક અજીબોગરીબ ઘટનાઓ ઘટતી રહે છે. જે લોકોને હેરાન કરે છે. આવી જ એક ઘટના પાકિસ્તાનમાં ઘટી છે. વાત જાણે એમ છે કે ત્યાં ગ્વાદરના સમુદ્ર પાસે બનેલો એક દ્વીપ રાતોરાત અચાનક ગાયબ થઈ ગયો. આ ઘટના અંગે જેણે પણ જાણ્યું તે સ્તબ્ધ થયાં. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ વર્ષ 2013માં પાકિસ્તાનમાં આવેલા ભયાનક ભૂકંપ બાદ આ દ્વીપ  પહેલીવાર સામે આવ્યો હતો. પરંતુ છ વર્ષ બાદ તે રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો. 

ઈંડા આકારનો આ દ્વીપ લગભગ 295 ફૂટ લાંબો અને 130 ફૂટ પહોળો હતો. સમુદ્રથી તેની ઊંચાઈ લગભગ 60 ફૂટ હતી. લોકોએ તેનું નામ 'ઝલઝલા કોહ' રાખ્યું હતું. જેનો અર્થ 'ભૂકંપનો પહાડ' થાય છે. 

— NASA Earth (@NASAEarth) July 8, 2019

વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ભૂકંપ દરમિયાન ટેક્ટોનિક પ્લેટ્સ ટકરાવવાથી આ દ્વીપનું નિર્માણ થયું હતું. જ્યારે લોકોએ સમુદ્રની વચ્ચોવચ આ દ્વીપને પહેલીવાર જોયો તો કઈ સમજી શક્યા નહીં કે આખરે અચાનક આ દ્વીપ ક્યાંથી આવ્યો. બાદમાં લોકો નાવડીના સહારે દ્વીપ પર પહોંચ્યા તો જોયું કે ત્યાં ખુબ કીચડ, રેતી અને પથ્થર છે. આ સાથે જ મીથેન ગેસ પણ ક્યાંક ક્યાંકથી નીકળતો હતો. 

— citr0 (@Citr0nella) July 8, 2019

અંતરીક્ષ એજન્સી નાસાએ તેની કેટલીક તસવીરો બહાર પાડી છે જેમાં દ્વીપ ક્યાંય નજરે ચડતો નથી. એટલે કે તે અચાનક ગાયબ થઈ ગયો છે. જો કે પાકિસ્તાનમાં રહેતા કેટલાક લોકોનું કહેવું છે કે 60-70 વર્ષ અગાઉ પણ આવી જ ઘટના ઘટી હતી, જેમાં એક ટાપુનું નિર્માણ થયું હતું અને તે અચાનક ગાયબ થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news