રશિયાની કોવિડ-19 વેક્સીન: દુનિયાની પ્રથમ કોરોના વેક્સીન 12 ઓગસ્ટે કરાશે નોંધણી

કોરોના વાયરસ વેક્સીન માટે દુનિયાનો વિલંબ સમાપ્ત થવા જઇ રહ્યો છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ કહ્યું કે રશિયાની વેક્સીન ટ્રાયલમાં સફળ થઇ રહી છે અને હવે ઓક્ટોબર મહિનાથી દેશમા વ્યાપક પ્રમાણ પર લોકોને રસીકરણ કામ શરૂ થશે. તેમણે કહ્યું કે આ વેક્સીનને લગાવવામાં આવતા સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. ઉપ સ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિદનેવએ કહ્યું કે રશિયા 12 ઓગસ્ટના દુનિયાની પ્રથમ કોરોના વેક્સીનનું રજિસ્ટર કરાવશે.
રશિયાની કોવિડ-19 વેક્સીન: દુનિયાની પ્રથમ કોરોના વેક્સીન 12 ઓગસ્ટે કરાશે નોંધણી

નવી દિલ્હી: કોરોના વાયરસ વેક્સીન માટે દુનિયાનો વિલંબ સમાપ્ત થવા જઇ રહ્યો છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ કહ્યું કે રશિયાની વેક્સીન ટ્રાયલમાં સફળ થઇ રહી છે અને હવે ઓક્ટોબર મહિનાથી દેશમા વ્યાપક પ્રમાણ પર લોકોને રસીકરણ કામ શરૂ થશે. તેમણે કહ્યું કે આ વેક્સીનને લગાવવામાં આવતા સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. ઉપ સ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિદનેવએ કહ્યું કે રશિયા 12 ઓગસ્ટના દુનિયાની પ્રથમ કોરોના વેક્સીનનું રજિસ્ટર કરાવશે.

ગ્રીડનેવે ઉફા શહેરમાં કહ્યું, 'આ સમયે વેક્સીનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. આ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે સમજવું પડશે કે આ વેક્સીન સુરક્ષિત રહે. મેડિકલ વ્યાવસાયિકો અને વરિષ્ઠ નાગરિકોના સૌથી પહેલા કોરોના વાયરસની રસી લેવામાં આવશે. 'મંત્રીએ કહ્યું કે આ વેક્સીનની પ્રભાવશીલતા ત્યારે આંકવામાં આવશે જ્યારે દેશની જનસંખ્યાની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત થઇ જશે.

વેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં 100% સફળ
આ અગાઉ રશિયાએ કહ્યું હતું કે, તેની કોરોના વાયરસની વેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં 100% સફળ છે. આ વેક્સીનને રશિયન સંરક્ષણ મંત્રાલય અને ગમલેયા રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે. રશિયાએ કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલમાં આ કોરોના વેક્સીન મેળવનારા તમામ લોકોને SARS-CoV-2ની પ્રતિરોધક ક્ષમતા હોવાનું જણાયું છે.

આ ટ્રાયલ 42 દિવસ પહેલા શરૂ થયો હતો. તે સમયે, વોલેન્ટિયર્સનો મોસ્કોની બર્ડેન્કો લશ્કરી હોસ્પિટલમાં કોરોના વેક્સીન દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ લોકો સોમવારે ફરીથી હોસ્પિટલમાં આવ્યા હતા અને સઘન તપાસ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન જાણવા મળ્યું કે બધા લોકોમાં કોરોના વાયરસ સામે પ્રતિરોધક ક્ષમતા ઉભી થઈ છે. આ તપાસના પરિણામ બાદ સરકારે રશિયન વેક્સીનની પ્રશંસા કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news