ગુજરાતીઓને નહીં મળે કેનેડાના Visa! મુંબઈ, બેંગ્લોરનો ધક્કો ખાશો તો પણ નહીં પડે મેળ

એક સમયે જે દેશો વચ્ચેનો વ્યવહાર અને સંબંધો ખુબ સૌહાર્દ ભર્યા હતા આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. અહીં વાત થઈ રહી છે ભારત અને કેનેડાની. કેનેડાએ તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવાની સમયમર્યાદા પૂરી થાય તે પહેલા જ ભારતીય પક્ષમાંથી તેના રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. કેનેડાના વિદેશ મંત્રીએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી.

ગુજરાતીઓને નહીં મળે કેનેડાના Visa! મુંબઈ, બેંગ્લોરનો ધક્કો ખાશો તો પણ નહીં પડે મેળ

ટોરોન્ટો: ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ સતત વધુને વધુ વકરી રહ્યો છે. જી-20 સમિટમાં કેનેડાના પ્રધાનમંત્રી ભારત આવ્યાં હતા. કેનેડાના પીએમ ભારતથી પોતાના દેશમાં પરત ફર્યા ત્યાર બાદ સતત બન્ને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ત્યારે કેનેડા અને ભારત વચ્ચેના તણાવને લઈને વધુ કેટલીક અપડેટ સામે આવી રહી છે. ભારત સાથે રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડાએ ભારતના ચંદીગઢ, મુંબઈ અને કર્ણાટકમાં કોન્સ્યુલેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. જેને કારણે હવે અહીંથી વિઝાની પ્રોસેસ હાલ પુરતી નહીં થઈ શકે. એક પ્રકારે આ વિઝા પર મુકાયેલો પ્રતિબંધ છે. એ વાત અલગ છે કે, કેનેડાના આ નિર્ણયથી બન્ને દેશોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે.

સમગ્ર મામલે કેનેડાના વિદેશ મંત્રી મેલોની જોલીએ કહ્યું કે અત્યારે હું એ વાતની પુષ્ટિ કરી શકું છું કે ભારતે 21 કેનેડિયન રાજદ્વારીઓ અને તેમના પરિવારોને 20 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની ઔપચારિક યોજનાની જાણકારી આપી દીધી છે. આ પછી કહેવામાં આવ્યું હતું કે રાજદ્વારી પ્રતિરક્ષા સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં તેની સુરક્ષા જોખમમાં મુકાઈ ગઈ હતી. આ કારણોસર તેને ભારતથી પરત બોલાવવામાં આવ્યાં છે. જોલીએ કહ્યું કે તેનાથી બંને દેશોમાં કોન્સ્યુલર ઓફિસમાં સેવાઓના સ્તરને અસર થશે. તેમણે કહ્યું કે દુર્ભાગ્યવશ, અમારે ચંદીગઢ, મુંબઈ અને બેંગ્લોરના કોન્સ્યુલેટ્સમાં તમામ વ્યક્તિગત સેવાઓ બંધ કરવી પડી છે.
 

— ANI (@ANI) October 20, 2023

 

આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ-
જોલીએ ભારત પર 'આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ' કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. જોલીએ કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ કામ કરી રહ્યું છે. તેમણે ભારત પર રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. જોલીએ ભારત પર દ્વિપક્ષીય તણાવ વધારવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કેનેડા આ અંગે કોઈ પ્રતિક્રિયા આપશે નહીં. "કેનેડા આંતરરાષ્ટ્રીય કાયદાનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે, જે તમામ દેશોને લાગુ પડે છે," જોલીએ કહ્યું. ભારત સાથેના સંબંધો પણ ચાલુ રહેશે. "હવે પહેલા કરતા વધુ, અમને જમીન પર રાજદ્વારીઓની જરૂર છે અને આપણે એકબીજા સાથે વાત કરવાની જરૂર છે," 

કાઉન્સેલર સેવાઓ પ્રભાવિત-
કેનેડાના ઈમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ મંત્રી માર્ક મિલરે ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યામાં એક તૃતિયાંશ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. મિલરે કહ્યું કે આનાથી સર્વિસ કાઉન્સેલર સેવાઓને અસર થશે. કેનેડાએ ચંદીગઢ, મુંબઈ અને બેંગ્લોરમાં તેના વાણિજ્ય દૂતાવાસમાં તમામ વ્યક્તિગત સેવાઓ બંધ કરી દીધી છે. તેમજ હવે ભારતમાં તમામ કેનેડિયનોને નવી દિલ્હીમાં હાઈ કમિશન તરફથી નિર્દેશિત કરવામાં આવી રહ્યા છે. કેનેડાનું કહેવું છે કે બાકીના કર્મચારીઓ તેમનું કામ ચાલુ રાખશે. આ એવા કામો છે જેને દેશની બહાર લઈ જઈ શકાતા નથી. આમાં તાત્કાલિક કેસ, વિઝા પ્રિન્ટીંગ અને વિઝા અરજી કેન્દ્રોનો સમાવેશ થાય છે. મિલરે જણાવ્યું હતું કે, કેનેડાના 10 વિઝા અરજી કેન્દ્રો તૃતીય-પક્ષ કોન્ટ્રાક્ટરો દ્વારા ચલાવવામાં આવે છે તે જોતાં, આ સેવાઓને અસર થશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news