મોગેમ્બો ખુશ હુવા! જાણો દુનિયાના સૌથી મોટા તાનાશાહે ગીફ્ટમાં કોને આપ્યો આલિશાન બંગલો

WIONના અહેવાલ મુજબ રી ચુન હી પિંક લેડીના નામે ઓળખાય છે. રી વધારે પડતા પિંક ડ્રેસમાં જ જોવા મળતી હોવાથી તેને પિંક લેડીનું બિરુદ મળ્યું છે. ત્યારે આ પિંક લેડીને ઉત્તર કોરિયાનો તાનાશાહ એક આલિશાન ઘર ગીફ્ટમાં આપ્યું છે.

મોગેમ્બો ખુશ હુવા! જાણો દુનિયાના સૌથી મોટા તાનાશાહે ગીફ્ટમાં કોને આપ્યો આલિશાન બંગલો

નવી દિલ્લીઃ ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ પોતાની ક્રૂરતા માટે જાણીતો છે. પરંતુ આ વખતે કિમ જોંગ એવું કંઈક કર્યું છે જે સાંભળીને તમને વિશ્વાસ નહીં થાય. તાનાશાહે પોતાની દરિયાદિલી દેખાડી ગીફ્ટમાં આપી દિધો એક આલિશાન બંગલોહાઈલાઈટ--

પોતાના ક્રૂર વલણના લીધે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરી એકવાર કિમ જોંગ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પરંતુ આ વખત ક્રૂરતાના લીધે નહીં પણ પોતાની દરિયાદિલીના લીધે ચર્ચામાં આવ્યા છે. આ વખતે ધમકી કે મિસાઈલ પરીક્ષણ નહીં પણ એક ગીફ્ટના લીધે કિમ જોંગ ચર્ચામાં આવ્યા છે. કિમે ઉત્તર કોરિયાની સિનિયર ન્યૂઝ એન્કર રી ચુન હીને એક આલિશાન ઘર ગીફ્ટમા આપ્યું છે. 

 

— Colin Zwirko (@ColinZwirko) April 14, 2022

 

પિંક લેડી તરીકે ઓળખાય છે રી-
WIONના અહેવાલ મુજબ રી ચુન હી પિંક લેડીના નામે ઓળખાય છે. રી વધારે પડતા પિંક ડ્રેસમાં જ જોવા મળતી હોવાથી તેને પિંક લેડીનું બિરુદ મળ્યું છે. ત્યારે આ પિંક લેડીને ઉત્તર કોરિયાનો તાનાશાહ એક આલિશાન ઘર ગીફ્ટમાં આપ્યું છે. જેમાં ખુદ કિમ જોંગ પણ હાજર રહ્યો હતો. રાજધાની પ્યોંગયાંગના રિવરસાઈડ એપાર્ટમેન્ટમાં આ ઘર ખાસ રી ચુન હી માટે બનાવવામાં આવ્યું છે.

ગીફ્ટ જોઈ આશ્ચર્ય ચકીત થઈ રી-
Korean Central News Agencyના અહેવાલ મુજબ કિમ જોંગે ન્યૂઝ એંન્કર રીને ઘર ગીફ્ટમાં આપ્યું તો તે ભાવુક થઈ ગઈ હતી. ઘરને જોઈને રીએ કહ્યું આ તો આલિશાન હોટલ જેવો છે. ત્યારે કિમ જોંગ પિંક લેડીને કહ્યું તે રાષ્ટ્ર માટે એક ખજાનો છે. સાથે લાંબા સમયે સુધી એક પ્રેજેન્ટર તરીકેની રીની ભૂમિકાના વખાણ પણ કર્યા. મહત્વનું છે પોતાના કરિયરમાં રીએ ઉત્તર કોરિયાની અનેક મહત્વપૂર્ણ ઘટાઓને દર્શકો સમક્ષ રજૂ કરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news