ભારે પડી શકે છે ખુરશીનો શોખ! જાણો એક એવી ખુરશી વિશે, જેના પર બેસતા જ થઈ જાય છે મોત

OMG: આ ખુર્શી પર બેસતા જ થઈ જાય છે મૃત્યુ, કોઈ ખુર્શી  પર બેસે નહીં એટલે તેથી તેને દિવાલ પર લટકાવી દેવાઈ. આ ખુરશીનો ઈતિહાસ પણ એટલો જુનો અને ડરામણો છે.

ભારે પડી શકે છે ખુરશીનો શોખ! જાણો એક એવી ખુરશી વિશે, જેના પર બેસતા જ થઈ જાય છે મોત

Mysterious Death Chair: આ ખુર્શી  (Haunted Chair) અત્યાર સુધી જે પણ બેઠું તેનું મૃત્યુ થયું. આ ખુર્શી  પર બેઠેલા 63 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ખુર્શી  પર બેઠેલા 63 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે આ ખુરશી ઈંગ્લેન્ડ (Englang) ના એક મ્યુઝિયમમાં મુકલવામાં આવી છે. આખી દુનિયામાં અગણિત રસ્યો  (Mystery) છે. ઘણા એવા રહસ્યો છે જે રહસ્યોને આજ સુધી વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી. અમે તમને આવા જ એક રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.આ ખુર્શી  (Haunted Chair) પર આજ સુધી જે પણ બેઠું છે તેનું કોઈને કોઈ કારણસર મૃત્યુ થયું છે.

ડર  એટલો કે ખુર્શી લટકાવી દિધી દિવાલ પર-
તમે આ ખુરશીની ભયાનકતાનો અંદાજ લગાવી શકો છો. ખુર્શીને જમીન પર મૂકવામાં આવી નથી જેથી તેના પર બેસીને અન્ય કોઈ મૃત્યુ ન પામે. ખુર્શી પર બેસવાના કારણે ઘણા લોકોના મૃત્યુ થયા હોવાથી ખુર્શીને દોરડાની મદદથી મ્યુઝિયમમાં કેટલાય ફૂટ ઉપર લટકાવી દેવામાં આવી છે. આ ખુર્શી થોમસ બસ્બી નામના વ્યક્તિની હોવાનું કહેવામાં આવે છે. બસ્બીને આ ખુર્શી ખૂબ જ પસંદ હતી અને તેણે આ ખુરશી પર કોઈને બેસવા દેતો ન હતો. એક વખત તેના સસરા તેની આ પ્રિય ખુર્શી પર બેઠા જેનાથી થોમસને એટલો ગુસ્સો આવ્યો કે થોમસે તેના સસરાની હત્યા કરી દીધી.

વાત છે ડરાવી દે તેવી-
સસરાની હત્યા કર્યા પછી થોમસને ફાંસીની સજા મળી હતી. મરતા પહેલા થોમસે શ્રપ આપતા કહ્યું હતું કે જે પણ આ ખુર્શી પર બેસસે તે વ્યક્તિનું મૃત્યુ થઈ જશે. જો કે, લોકોએ થોમસના આ શ્રાપને ગંભીરતાથી ન લીધો અને ખુર્શી પર બેઠા. જણાવવામાં આવે છે કે જે પણ આ ખુર્શી પર બેઠું તેનું કોઈ પણ કારણોસર મૃત્યુ થયુ.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેટલાક સૈનિકો આ ખુર્શી પર બેઠા હતા. આ પછી એક પણ સૈનિક બચી શક્યો નહીં. એવું કહેવાય છે કે થોમસ બસ્બીની આત્મા હજુ પણ ખુર્શીમાં છે. આટલા મૃત્યુ પછી આ ખુર્શી લોકો પાસેથી લઈ લેવામાં આવી. હવે આ ખુર્શીને ડેથ ચેર તરીકે ઓળખાય છે. લોકો તેને મ્યુઝિયમમાં જોઈને પણ ડરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news