Bom Cyclone: બરફના તોફાનથી અમેરિકામાં અફરાતફરી! થંભી ગયા વિમાનો, શરૂ થયું મોતનું તાંડવ

સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે જજુમી રહ્યું છે. એવામાં આ મહસત્તા કહેવાતું અમેરિકા પણ તેમાંથી બાકાત નથી. હાલ અમેરિકામાં અફરાંતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં અફરાંતફરીનું કારણ છે બરફનું તોફાન. સામાન્ય રીતે જે સ્નોફોલ જોવા અને જેની મજા માણવા માટે લોકો આતુરતાથી રાહ જોતા હોય છે એ જ બરફ જ્યારે તોફાનનું સ્વરૂપ ધારણ કરે ત્યારે કેવી સ્થિતિ સર્જાય એનાથી હાલ દરેક અમેરિકન વાકેફ થઈ ગયા છે. અમેરિકામાં આવેલાં બોમ્બ ચક્રવાતને કારણે હાલ હજારો વિમાનો થંભી ગયા છે. મુસાફરો અટવાયેલાં છે અને ધંધા-રોજગારને માઠી અસર પહોંચી રહી છે. બીજી તરફ બરફીલાં તોફાનને કારણે અંદાજે 18 થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. અને આ આંકડો સતત વધી રહ્યો છે. જેને કારણે અમેરિકાની ચિંતામાં પણ વધારો થયો છે.
Bom Cyclone: બરફના તોફાનથી અમેરિકામાં અફરાતફરી! થંભી ગયા વિમાનો, શરૂ થયું મોતનું તાંડવ

Bomb Cyclone: સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે જજુમી રહ્યું છે. એવામાં આ મહસત્તા કહેવાતું અમેરિકા પણ તેમાંથી બાકાત નથી. હાલ અમેરિકામાં અફરાંતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં અફરાંતફરીનું કારણ છે બરફનું તોફાન. સામાન્ય રીતે જે સ્નોફોલ જોવા અને જેની મજા માણવા માટે લોકો આતુરતાથી રાહ જોતા હોય છે એ જ બરફ જ્યારે તોફાનનું સ્વરૂપ ધારણ કરે ત્યારે કેવી સ્થિતિ સર્જાય એનાથી હાલ દરેક અમેરિકન વાકેફ થઈ ગયા છે. અમેરિકામાં આવેલાં બોમ્બ ચક્રવાતને કારણે હાલ હજારો વિમાનો થંભી ગયા છે. મુસાફરો અટવાયેલાં છે અને ધંધા-રોજગારને માઠી અસર પહોંચી રહી છે. બીજી તરફ બરફીલાં તોફાનને કારણે અંદાજે 18 થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. અને આ આંકડો સતત વધી રહ્યો છે. જેને કારણે અમેરિકાની ચિંતામાં પણ વધારો થયો છે.

ઉલ્લેખનીય છેકે, બરફનું તોફાન અમેરિકા પહોંચી ગયું છે. આ “બોમ્બ ચક્રવાત” (Bomb Cyclone)ના કારણે 18 લોકોના મોત થયા છે. સમગ્ર યુ.એસ.માં બરફ સાથે બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સ્થિતિમાં અમેરિકામાં 5200 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, દેશભરની એરલાઈન્સે શનિવારે બપોર સુધી લગભગ 5200 યુએસ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. જેના કારણે રજાઓ પર જતા હજારો લોકો નિરાશ થયા છે.

બરફના તોફાનને જોતા એરલાઈન્સે આ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. તમને જણાવી દઈએ કે સમગ્ર અમેરિકામાં બરફની સાથે બરફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે. કેનેડાની સરહદ નજીક હાવરે, મોન્ટાનામાં માઈનસ 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. વિમાન, રેલ સહિતની પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ છે. અનેક જગ્યાએ વાહનો બરફમાં ફસાયા છે. આ સિવાય ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. હજારો અમેરિકનો એરપોર્ટ પર ફસાયેલા છે. 20 કરોડ લોકો એટલે કે દેશની લગભગ 60 ટકા વસ્તી કડકડતી ઠંડીનો સામનો કરી રહી છે. સમગ્ર અમેરિકામાં તોફાન માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દેશની ઉર્જા વ્યવસ્થા પડી ભાંગી છે. વાવાઝોડાને કારણે ટ્રાન્સમિશન લાઈનોને નુકસાન થયું છે. 20 લાખથી વધુ ઘરોમાં વીજળી ફેલ થઈ ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news