Christmas Day History: ક્રિસમસનો દિવસ ખ્રિસ્તીઓ માટે કેમ હોય છે ખાસ? જાણો ક્રિસમસ ડે નો ઇતિહાસ

Christmas 2022: નાતાલનો ઈતિહાસ અમુક વર્ષો જૂનો નથી પણ ઘણી સદીઓ જૂનો છે. એવું કહેવાય છે કે નાતાલનો તહેવાર સૌથી પહેલા રોમ દેશમાં ઉજવવામાં આવ્યો હતો. પરંતુ ક્રિસમસ પહેલા રોમમાં 25 ડિસેમ્બરનો દિવસ સૂર્ય ભગવાનના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવતો હતો. તે સમયે રોમના સમ્રાટો સૂર્યદેવને તેમના મુખ્ય દેવતા માનતા હતા અને સૂર્યદેવની પૂજા કરવામાં આવતી હતી.

Christmas Day History: ક્રિસમસનો દિવસ ખ્રિસ્તીઓ માટે કેમ હોય છે ખાસ? જાણો ક્રિસમસ ડે નો ઇતિહાસ

History of Christmas Day: આ દિવસે ખ્રિસ્તી ધર્મના લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે, મીણબત્તીઓ પ્રગટાવે છે, ઘરમાં ક્રિસમસ ટ્રી સજાવે છે, પ્રાર્થના કરે છે અને કેક કાપે છે. આ ઉપરાંત લોકો વિવિધ વાનગીઓ બનાવીને અને પાર્ટી કરીને આ તહેવારની ઉજવણી કરે છે. ઉપરાંત, આ દિવસે નાના બાળકો તેમના સાન્તાક્લોઝની રાહ જુએ છે. આવી સ્થિતિમાં, ચાલો આજે જાણીએ કે શા માટે દર વર્ષે 25 ડિસેમ્બરે ક્રિસમસ ઉજવવામાં આવે છે  

ક્રિસમસ ડે નો ઇતિહાસ:
નાતાલનો ઈતિહાસ અમુક વર્ષો જૂનો નથી પણ ઘણી સદીઓ જૂનો છે. એવું કહેવાય છે કે નાતાલનો તહેવાર સૌથી પહેલા રોમ દેશમાં ઉજવવામાં આવ્યો હતો. પરંતુ ક્રિસમસ પહેલા રોમમાં 25 ડિસેમ્બરનો દિવસ સૂર્ય ભગવાનના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવતો હતો. તે સમયે રોમના સમ્રાટો સૂર્યદેવને તેમના મુખ્ય દેવતા માનતા હતા અને સૂર્યદેવની પૂજા કરવામાં આવતી હતી.

પરંતુ ઇ.સ. 330 સુધીમાં, રોમમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર ઝડપથી વધવા લાગ્યો અને રોમમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યામાં પણ વધારો થયો. આ પછી, ઈ.સ. 336 માં, ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ ઈસુ ખ્રિસ્તને સૂર્ય ભગવાનના અવતાર તરીકે સ્વીકાર્યા અને ત્યારથી 25 ડિસેમ્બરે ઈસુ ખ્રિસ્તના જન્મદિવસને નાતાલના તહેવાર રૂપે ઉજવવાની પરંપરા શરૂ થઈ.

નાતાલનો તહેવાર ઉજવવા પાછળનું કારણ:
જો આપણે નાતાલના દિવસ વિશે વાત કરીએ, તો તેનો સીધો સંપર્ક મેરી અને જોસેફ સાથે સંકળાયેલો છે. એક દિવસ મેરીના સ્વપ્નમાં એક ભવિષ્યવાણી થાય છે કે તે એક દૈવી અવતાર બાળકને જન્મ આપશે જે પછીથી આગળ જઇ ખ્રિસ્તી ધર્મના ભગવાન બનશે. તેમનું નામ જીસસ ક્રાઈસ્ટ હશે. જેના પછી મેરી ખૂબ ડરી ગઈ હતી પરંતુ તેને ભગવાનમાં વિશ્વાસ હતો.તમને જાણીને નવાઈ લાગશે કે જીસસ ક્રાઈસ્ટના માતા-પિતાએ લગ્ન નહોતા કર્યા, હકીકતમાં તેમનામાં ઈશ્વરનો જન્મ થશે તેવી દૈવી ભવિષ્યવાણી હતી.

જ્યારે જીસસ ક્રાઈસ્ટનો જન્મ થયો ત્યારે તે સમયે તેના માતા-પિતા જંગલમાં ફસાયા હતા અને ત્યાં જ જંગલી જાનવરો વચ્ચે તેનો જન્મ થયો હતો. જ્યારે ઇસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા ત્યારે ચારેબાજુ વાતાવરણમાં એક દિવ્ય પ્રકાશ છવાઇ ગયો હતો, જેને જોવા માટે ઘણા લોકો આવ્યા હતા. અને લોકોને વિશ્વાસ થયો હતો કે આ બાળક ખરેખર ભગવાન છે. ત્યારથી ક્રિસમસની ઉજવવાની પરંપરા શરૂ થઈ જે આજ સુધી ચાલુ છે.

સાન્તાક્લોઝ કોણ છે?
એવું માનવામાં આવે છે કે સંત નિકોલસને સાન્તાક્લોઝ કહેવામાં આવે છે. સંત નિકોલસનો જન્મ જીસસના મૃત્યુના 280 વર્ષ પછી માયરામાં થયો હતો. બાળપણમાં માતા-પિતાના અવસાન બાદ નિકોલસ માત્ર પ્રભુ ઈસુમાં જ માનતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news