Bomb cyclone News

બરફના તોફાનથી અમેરિકામાં અફરાતફરી! થંભી ગયા વિમાનો, શરૂ થયું મોતનું તાંડવ
સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે જજુમી રહ્યું છે. એવામાં આ મહસત્તા કહેવાતું અમેરિકા પણ તેમાંથી બાકાત નથી. હાલ અમેરિકામાં અફરાંતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં અફરાંતફરીનું કારણ છે બરફનું તોફાન. સામાન્ય રીતે જે સ્નોફોલ જોવા અને જેની મજા માણવા માટે લોકો આતુરતાથી રાહ જોતા હોય છે એ જ બરફ જ્યારે તોફાનનું સ્વરૂપ ધારણ કરે ત્યારે કેવી સ્થિતિ સર્જાય એનાથી હાલ દરેક અમેરિકન વાકેફ થઈ ગયા છે. અમેરિકામાં આવેલાં બોમ્બ ચક્રવાતને કારણે હાલ હજારો વિમાનો થંભી ગયા છે. મુસાફરો અટવાયેલાં છે અને ધંધા-રોજગારને માઠી અસર પહોંચી રહી છે. બીજી તરફ બરફીલાં તોફાનને કારણે અંદાજે 18 થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. અને આ આંકડો સતત વધી રહ્યો છે. જેને કારણે અમેરિકાની ચિંતામાં પણ વધારો થયો છે.
Dec 25,2022, 10:25 AM IST

Trending news