Passport of India: આ દેશનો પાસપોર્ટ છે સૌથી શક્તિશાળી, ભારત માટે અત્યંત ચોંકાવનારા સમાચાર 

અનેક દેશો તરફથી વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત છતાં ભારતના પાસપોર્ટમાં રેંકિંગમાં ઘટાડો ચોંકાવનારો છે. આ યાદીમાં 199 પાસપોર્ટનો ડેટા સામેલ છે. 

Passport of India: આ દેશનો પાસપોર્ટ છે સૌથી શક્તિશાળી, ભારત માટે અત્યંત ચોંકાવનારા સમાચાર 

દુનિયાના સૌથી શક્તિશાળા પાસપોર્ટની યાદીમાં ભારત એક સ્થાન ગગડી ગયું છે. હાલમાં જ બહાર પડેલા હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 મુજબ ભારતની લેટેસ્ટ રેંકિંગ 85 થઈ ગઈ છે. જ્યારે દુનિયાનો સૌથી મજબૂત પાસપોર્ટ ફ્રાન્સનો છે. અનેક દેશો તરફથી વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત છતાં ભારતના પાસપોર્ટમાં રેંકિંગમાં ઘટાડો ચોંકાવનારો છે. આ યાદીમાં 199 પાસપોર્ટનો ડેટા સામેલ છે. 

ટોચ પર ફ્રાન્સ
ફ્રાન્સના પાસપોર્ટે આ યાદીમાં ટોપ સ્થાન હાંસલ કર્યું છે. જેનો પાસપોર્ટ 194 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી અપાવે છે. 2023માં ભારત 84માં સ્થાને હતું. જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભારતીય પાંચ વધુ દેશોમાં વઝા ફ્રી ટ્રાવેલ કરી શકે છે. 2023માં ભારતના લોકો 57 દેશોમાં વિઝા ફ્રી પ્રવાસ કરી શકતા હતાં પરંતુ આ વર્ષે આંકડો વધીને 62 થઈ ગયો છે. 

ઈરાન, મલેશિયા અને થાઈલેન્ડે હાલમાં જ ભારતીય પર્યટકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી. દુનિયામાં 6 દેસો પાસે સૌથી પાવરફૂલ પાસપોર્ટ છે. જેમાં જાપાન, સિંગાપુર, સ્પેન, ફ્રાન્સ, ઈટલી અને જર્મની સામેલ છે. આ રેંકિંગ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડેટા પર આધારિત છે. પાડોશી દેશ પાકિસ્તાન પાસે દુનિયાનો ચોથો સૌથી નબળો પાસપોર્ટ છે. પાકિસ્તાનના પાસપોર્ટનું રેંકિંગ 106 છે. જ્યારે બાંગ્લાદેશ આ વર્ષે 101 નંબરથી 102 નંબર પર પહોંચી ગયું છે. જ્યારે માલદીવ 58માં સ્થાન પર છે જેના નાગરિકોને 96 દેશોમાં વિઝા વગર એન્ટ્રી મળી શકે છે. 

ચીન અને અમેરિકાના રેંકિંગ
ચીનના રેંકિંગમાં થોડો સુધારો જોવા મળ્યો છે. ચીન 2023માં 66માં નંબરે હતું જે હવે 64માં નંબરે છે. જ્યારે અમેરિકાના રેંકિંગમાં પણ સુધારો થયો છે. તે પહેલા 7માંથી સ્થાન પરથી હવે 6ઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. અમેરિકાના લોકો 189 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news