World Earth Day: આ ખતરાની ઘંટીથી ચેતી જજો નહીં તો રહેવા લાયક નહીં રહે આ ધરતી, જાણો ભારત પર થશે શું અસર


શું તમે જાણો છોકે, વિશ્વ પૃથ્વી દિવસ પહેલીવાર ક્યારે મનાવવામાં આવ્યો હતો? સૌથી પહેલાં કયા દેશે આ અંગેની પહેલ કરી હતી? એની પાછળનો હેતુ શું હતો? જાણવા જેવી છે આ રોચક કહાની.

World Earth Day: આ ખતરાની ઘંટીથી ચેતી જજો નહીં તો રહેવા લાયક નહીં રહે આ ધરતી, જાણો ભારત પર થશે શું અસર

નવી દિલ્લીઃ દુનિયાભરમાં 22 એપ્રિલે પૃથ્વી દિવસ (World Earth Day)મનાવવામાં આવે છે. પણ શું તમે જાણો છોકે, વિશ્વ પૃથ્વી દિવસ પહેલીવાર ક્યારે મનાવવામાં આવ્યો હતો? સૌથી પહેલાં કયા દેશે આ અંગેની પહેલ કરી હતી? એની પાછળનો હેતુ શું હતો? જાણવા જેવી છે આ રોચક કહાની. હાલ કોરોનાની મહામારીથી આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે. એવામાં આ જીવલેણ વાયરસ સામે લડવા માટે અને પૃથ્વીને બચાવવા માટે સૌએ એકજૂથ થવું પડશે. 

Krishna ને કોણે આપી વાંસળી? શું રહસ્ય છુપાયેલું છે વાંસળીમાં? મુરલી કૌન તપ તૈં કિયો? રહત ગિરધર મુખહિ લાગી, અધર કો રસ પીયો...

22 એપ્રિલ 1970ના રોજ પહેલીવાર અમેરિકાએ અર્થ ડે ની ઉજવણી કરી હતી. એનો હેતુ પૃથ્વી પર હયાત વનસ્પતિ, જીવ-જંતુઓને બચાવવાનો હતો. આ ઉપરાંત રાજકીય સ્તર પર પર્યાવરણ સંરક્ષણ સંબધિત નીતિઓ બનાવી અને તેની અમલવારી કરવાનો હતો. આ સાથે જ દુનિયાભરમાં લોકોને પર્યાવરણ અંગે જાગૃત કરવા માટે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમેરિકાના આ અભિયાનને તે સમયે દુનિયાના ઘણા બધા દેશોનું સમર્થન પણ મળ્યું હતું.

Corona કરતા પણ ભયંકર હતી આ બીમારીઓ, દર 100 વર્ષે દુનિયામાં આવે છે નવી મહામારી

22 એપ્રિલ 1990 ના દિવસે અર્થ ડે ની 20મી જન્મતિથિના અવસર પર 141 દેશોમાં બે કરોડથી વધારે લોકોએ આ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. જોકે, આજે આખી દુનિયામાં આ એક અભિયાન નહીં પણ એક મોટી ચિંતાનો પણ વિષય છે. આપણે આ ધરતીને રહેલા લાયક રાખવા માટે શું કરવું એ એક યક્ષ પ્રશ્ન બનીને સામે આવ્યો છે. જોકે, ખાસ વાત એ છેકે, વિશ્વ પૃથ્વી દિવસના અવસરે દુનિયાના સક્ષમ અને શક્તિશાળી દેશ પોતાના મતભેદો ભુલીને પૃથ્વીને બચાવવા એકજૂથ થાય છે.

Health Tips: કોરોનાથી બચવું હોય તો આજે આ વસ્તુઓ ખાવાનું છોડી દો, ભોજનમાં કરો આટલો ફેરફાર

ચિંતાની વાત એ છેકે, ધરતી પર સતત તાપમાન વધી રહ્યું છે, સતત પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એટલું જ નહીં ધરતી પરના પાણીના સ્ત્રોત પ્રદૂષિત થઈ રહ્યાં છે. વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે અને ઠેર-ઠેર વિકાસની લહાયમાં કોંક્રેટના જંગલો ઉભા થઈ રહ્યાં છે. 

આ કારણે વધી રહી છે દુનિયાની ચિંતા
ધરતી પર જળવાયુ પરિવર્તનની ઘટનાથી દુનિયાના 3 અરબથી વધારે લોકો સામે ખતરો મંડરાઈ રહ્યો છે. છેલ્લાં 6 હજાર વર્ષો કરતા પણ લાંબા સમયથી અહીં ચર અને અચર દરેક ફૂલીફાલી રહ્યાં હતાં. જોકે, હવે આ પૃથ્વી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. અને માનવજાતિ જ તેના માટે સીધા રૂપથી જવાબદાર છે. વૈજ્ઞાનિકોનું કહેવું છેકે, જો આજ રીતે ચાલતુ રહ્યું તો 2070 સુધી આ ધરતી રહેવા લાયક નહીં રહે. આ પૃથ્વી સતત વધી રહેલું તાપમાન સહન કરવાના લાયક નહીં રહે. 

ભારત પર પણ મંડરાઈ રહ્યો છે ખતરો
વૈજ્ઞાનિકોએ એવું પણ કહ્યું છેકે, દુનિયા હાલ 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વૃદ્ધિની તરફ આગળ વધી રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે જો દુનિયાનું તાપમાન 3 ડિગ્રી કે એના કરતા વધારે થઈ ગયું તો દુનિયાની એક મોટી આબાદીને કાળઝાળ ગરમીમાં રહેવું પડશે. તેનો સૌથી વધારે પ્રભાવ ભારત, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને મધ્ય પૂર્વના કેટલાંક ભાગો પર પડશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે, 1 ડિગ્રી તાપમાનમાં વધારો થશે તો તેનાથી પણ અંદાજે 1 અરબ લોકોને સીધી અસર પહોંચશે. વર્તમાન પરિવર્તનોને જોતા ચીન અને પાકિસ્તાનની સ્થિતિ તો ભારત કરતા પણ વધારે ખરાબ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news