બિઝનેસ ટ્રીપ પર એક્સ ગર્લફ્રેન્ડ સાથે મજા કરતો હતો પતિ, એક નાનકડી વસ્તુએ ભાંડો ફોડ્યો

એક પત્નીને શક હતો કે તેનો પતિ તેની સાથે ચિટિંગ કરી રહ્યો છે પરંતુ તેને કોઈ પુરાવો નહતો મળતો. ત્યારે તેણે તેના પતિની સૂટકેસ ચેક કરી તો પતિનું જુઠ્ઠાણું બહાર આવી ગયું. 

બિઝનેસ ટ્રીપ પર એક્સ ગર્લફ્રેન્ડ સાથે મજા કરતો હતો પતિ, એક નાનકડી વસ્તુએ ભાંડો ફોડ્યો

નવી દિલ્હી: એક પત્નીને શક હતો કે તેનો પતિ તેની સાથે ચિટિંગ કરી રહ્યો છે પરંતુ તેને કોઈ પુરાવો નહતો મળતો. ત્યારે તેણે તેના પતિની સૂટકેસ ચેક કરી તો પતિનું જુઠ્ઠાણું બહાર આવી ગયું. 

પતિ સાથે હતી એક્સ ગર્લફ્રેન્ડ
મિરરના રિપોર્ટ મુજબ ટિકટોક પર બેકી નામની મહિલાએ પોતાની સ્ટોરી શેર કરતા લખ્યું કે તેનો પતિ બિઝનેસ ટ્રીપ પર ગયો હતો. પતિ એ જ હોટલમાં રોકાયો હતો જે હોટલમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ પણ હતી. તે પહેલા પતિની સહકર્મી રહી ચૂકી હતી. 

પતિએ એક્સ ગર્લફ્રેન્ડ પર આવું કહ્યું
જ્યારે પત્નીએ તેના પતિને આ અંગે પૂછ્યું તો તેણે કહ્યું કે તેને તેની એક્સ ગર્લફ્રેન્ડમાં કોઈ રસ નથી. પરંતુ જ્યારે પત્નીએ કહ્યું કે તમે તો એક જ હોટલમાં રોકાયા હતા તો પતિએ કહ્યું કે અમારી હોટલ એક છે પણ રૂમ અલગ અલગ છે. 

પતિએ હોટલનું નામ ન જણાવ્યું
જેના પર પત્નીએ હોટલનું નામ પૂછ્યું તો પતિએ જણાવ્યું જ નહીં. પત્ની ઈચ્છતી હતી કે જો તેને હોટલનું નામ ખબર પડી જાય તો તે ત્યાં ફોન કરીને માહિતી મેળવી શકતી હતી કે તેનો પતિ અને એક્સ ગર્લફ્રેન્ડનું સૂવાનું શું અરેન્જમેન્ટ છે. 

સૂટકેસમાંથી મળ્યો આ પુરાવો
ત્યારબાજ જ્યારે પતિ બિઝનેસ ટ્રીપથી પાછો ઘરે આવ્યો તો પત્નીએ તેની સૂટકેસ ચેક કરી. સૂટકેસમાં તેને એક એવી વસ્તુ મળી જેણે પતિનો ભાંડો ફોડી નાખ્યો. પત્નીને સૂટકેસમાંથી એક પિંક કલરનો નકલી નખ મળ્યો. જ્યારે તેણે પતિને આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે આ તો તેની માતાનો નકલી નખ છે. હવે આ વિચારવા જેવી વાત છે કે બિઝનેસ ટ્રીપમાં માતાનો નકલી નખ ક્યાંથી આવી ગયો. આ વાતથી પત્નીને લાગ્યું કે તેનો પતિ ચિટિંગ કરી રહ્યો છે અને તેણે આખી વાત ટિકટોક પર શેર કરી નાખી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news