41 વર્ષથી ખાધો નથી અન્નનો એકપણ દાણો! ફક્ત લીંબૂ પાણી પર જીવે છે આ મહિલા

વિયતનામમાં રહેનારી આ મહિલાનો દાવો છે કે તેને ફક્ત 22 વર્ષ ઉંમરમાં ભોજન ખાવાનું કંઝ્યૂમ કરવાનું છોડી દીધું હતું. એટલે મહિલાએ સોલિડ ડાયટ લેવાનું બંધ કરી દીધું હતું.

41 વર્ષથી ખાધો નથી અન્નનો એકપણ દાણો! ફક્ત લીંબૂ પાણી પર જીવે છે આ મહિલા

Lifestyle Balance: તમે તમારી આસપાસ એવા ઘણા લોકો જોયા હશે જે એક્સપેરિમેન્ટ કરતા રહે છે. તેમાંથી કેટલાક પ્રયોગ ખૂબ વિચિત્ર અને તમારી સમજણની બહાર પણ હોય હશે. આ મહિલાની લાઇફસ્ટાઇફ પણ કંઇક એવી જ છે. તમે તેની ડાયટ વિશે જાણીને આશ્વર્યમાં પડી જશો કે આખરે આ અત્યાર સુધી કેવી રીતે જીવે છે. આ મહિલાની જર્ની ખરેખર બાકી લોકોના સફરથી બિલકુલ અલગ છે. 

શું છે સમગ્ર મામલો? 
વિયતનામમાં રહેનારી આ મહિલાનો દાવો છે કે તેને ફક્ત 22 વર્ષ ઉંમરમાં ભોજન ખાવાનું કંઝ્યૂમ કરવાનું છોડી દીધું હતું. એટલે મહિલાએ સોલિડ ડાયટ લેવાનું બંધ કરી દીધું હતું. તમને જાણીને આશ્વર્ય થશે કે 41 વર્ષની મહિલા આ પ્રકારે ભોજન લઇ રહી છે. આવો જાણીએ કે આખરે કઇ વસ્તુઓનું સેવન કરીને આ મહિલા હેલ્ધી લાઇફ જીવવામાં સફળ રહી છે.  

લીંબૂ પાણી પર છે જીવિતી
આ મહિલાની જીંદગીમાં ગરમીમાં રાહત આપનાર લીંબૂ પાણીનું ખૂબ જ મહત્વપૂર્ણ રોલ છે. જોકે મહિલા ગત 41 વર્ષથી લીંબૂ પાણી પીને જીવે છે. આશ્વર્યની વાત એ છે કે આ પ્રકારની લાઇફસ્ટાઇલથી મહિલાના સ્વાસ્થ પર કોઇ ખરાબ અસર પડી નથી. પાણીમાં મીઠું, ખાંડ અને લીંબૂનો રસ પીને મહિલા પોતાના શરીરને પોષકતત્વ પુરા પાડવાનો દાવો કરે છે. એક ડોક્ટરની સલાહ પર મહિલાએ આ રીત અપનાવી હતી. 

સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા
63 વર્ષની આ મહિલા પોતાની ઉંમર કરતાં વધુ યુવાન લાગે છે. એટલું જ નહી મહિલામાં યોગ કરવાની ક્ષમતા પણ છે. 21 વર્ષની ઉંમરમાં મહિલાને લોહીની બિમારી થઇ હતી. ત્યારથી મહિલાએ લીંબૂ પાણી પીને સોલિડ ફૂડ છોડવાની શરૂઆત કરી હતી. જોકે આ રીત વૈજ્ઞાનિક નથી એટલા માટે મહિલા દુનિયા સમક્ષ પોતાનું નામ રિવીલ કરવા માંગતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news