Deepika Padukone ની તબિયત અચાનક થઇ ખરાબ, લઇ જવી પડી હોસ્પિટલ

Deepika Padukone complains of uneasiness:  આવું પહેલીવાર થયું નથી કે દીપિકા પાદુકોણને અચાનક હોસ્પિટલ લઇ જવી પડી હોય. થોડા મહિના પહેલાં પણ દીપિકાને ધબકારા વધી જતાં હૈદ્રાબાદમાં એડમિટ કરવામાં આવી હતી.

Deepika Padukone ની તબિયત અચાનક થઇ ખરાબ, લઇ જવી પડી હોસ્પિટલ

Deepika Padukone complains of uneasiness: બાજીરાવ મસ્તાનીની અભિનેત્રી દીપિકા પાદુકોણને કાલે એટલે કે 26 સપ્ટેમ્બર 2022 ના રોજ મોડી રાત્રે હોસ્પિટલ લઇ જવી પડી. તમને જણાવી દઇએ કે હસીનાને ગભરામણની ફરિયાદ હતી જેના લીધે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવી પડી. દીપિકા સથે પહેલાં પણ આવું થઇ ચૂક્યું છે અને એટલા માટે ફેન્સ તેમની તબિયતને લઇને ખૂબ ચિંતિત છે. 

Deepika Padukone ની તબિયત અચાનક થઇ ખરાબ
દીપિકા પાદુકોણની 26 સપ્ટેમ્બર 2022 ના રોજ રાતે અચાનક તબિયત બગડી હતી અને અનીજીનેસ  (Uneasiness) ના લીધે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવી પડી હતી. રિપોર્ટ્સ અનુસાર હવે દિપીકા ઠીક છે. લગભગ 12 કલાક દિપીકાને હોસ્પિટલમાં ઘણા બધા ટેસ્ટ કરાવ્યા અને એટલા માટે તેમને તાત્કાલિક ભરતી કરવી પડી હતી. 

હવે આવી છે દીપિકાની તબિયત
તમને જણાવી દઇએ કે દીપિકા પાદુકોણની ટીમ તરફથી હાલ આ વિશે કોઇ જાણકારી આવી નથી અને ના તો આ વાત પર કન્ફોર્મ કરવામાં આવ્યું છે. પરંતુ પિંકવિલાના અનુસાર હવે દીપિકા સ્ટેબલ છે અને તેમની તબિયતમાં ઘણો સુધારો છે. દીપિકાના ફેન્સ આ સમાચારથી પરેશાન છે અને આશા કરી રહ્યા છે અભિનેત્રી સાજી થઇ જાય. 

દીપિકા સાથે પહેલાં પણ થયું હતું આવું
આવું પહેલીવાર થયું નથી કે દીપિકા પાદુકોણને અચાનક હોસ્પિટલ લઇ જવી પડી હોય. થોડા મહિના પહેલાં પણ દીપિકાને ધબકારા વધી જતાં હૈદ્રાબાદમાં એડમિટ કરવામાં આવી હતી. દીપિકા તે સમયે પ્રભાસ સાથે ત્યાં એક પ્રોજેક્ટ માટે શૂટ કરી રહી હતી. ત્યારે પણ દીપિકાને લગભગ અડધા દિવસ માટે ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવી હતી. દીપિકા હાલમાં ખૂબ ચર્ચામાં રહી હતી કારણ કે એવું માનવામાં અવી રહ્યું હતું કે તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક કેમિયોમાં જોવા મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news