Corona Virus: વિશ્વભરમાં હાહાકાર મચાવતા કોરોના વાયરસનો શું હવામાં જ થઈ જશે ખાતમો?
કોરોના વાયરસ (Corona Virus) નો તોડ શોધી રહેલા ચિકિત્સા વૈજ્ઞાનિકોનો એવો દાવો છે કે તેમણે આખરે કોરોનાના સંહાર માટે એક હથિયાર બનાવી જ લીધુ છે. આ હથિયાર કોરોના વાયરસને હવામાં જ મારી નાખશે. વૈજ્ઞાનિકોનું આ હથિયાર છે એક એર ફિલ્ટર.આ એર ફિલ્ટરની જાણકારી આપતો રિસર્ચનો જર્નલ મટિરિયલ્સ ટુડે ફિઝિક્સમાં પ્રકાશિત થયેલો રિપોર્ટ જણાવે છે કે આ એર ફિલ્ટરમાંથી પસાર થનારા વાયુમાં એકવારમાં 99.8 ટકા સુધી કોરોના વાયરસને મારવાનું સામાર્થ્ય છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) નો તોડ શોધી રહેલા ચિકિત્સા વૈજ્ઞાનિકોનો એવો દાવો છે કે તેમણે આખરે કોરોનાના સંહાર માટે એક હથિયાર બનાવી જ લીધુ છે. આ હથિયાર કોરોના વાયરસને હવામાં જ મારી નાખશે. વૈજ્ઞાનિકોનું આ હથિયાર છે એક એર ફિલ્ટર.આ એર ફિલ્ટરની જાણકારી આપનારો રિસર્ચનો જર્નલ મટિરિયલ્સ ટુડે ફિઝિક્સ (journal Materials Today Physics) માં પ્રકાશિત થયેલો રિપોર્ટ જણાવે છે કે આ એર ફિલ્ટરમાંથી પસાર થનારા વાયુમાં એકવારમાં 99.8 ટકા સુધી કોરોના વાયરસને મારવાનું સામાર્થ્ય છે.
ભીડભાડવાળા વિસ્તારોમાં ખાસ આવશે કામ
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસને હવામાં જ ખતમ કરી નાખનારું એર ફિલ્ટર બનાવવામાં આવ્યું છે. જે ભીડભાડીવાળા વિસ્તારોમાં ઘણું કામ આવી શકે છે. આ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના મારક ફિલ્ટરના માધ્યમથી શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો અને વિમાનોમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકી શકાય છે.
નિશ્ચિત અને બંધ જગ્યાઓ પર ખાતમો કરશે કોરોનાનો!
વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલા આ કોરોના મારક એર ફિલ્ટર ખુલ્લા સ્થળો પર કારગર સાબિત નહીં થાય. આ એર ફિલ્ટર દ્વારા કોરોનાના વાયરસ એક નિશ્ચિત અને બંધ જગ્યા પર મારી શકાય છે. આ નિર્માણ માટે થયેલા અભ્યાસમાં જાણકારી અપાઈ કે આ ઉપકરણના વ્યવસાયિક ઉપયોગ માટે તેમાં ઉપયોગમાં લેવાયેલા નિકેલ ફોમને 200 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરીને તેને બનાવવામાં આવેલ છે.
જુઓ LIVE TV
લગભગ 100 ટકા મારક ક્ષમતા
વાસ્તવમાં જે દાવો ચિકિત્સા વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે તે કદાચ સાબિત થયો તો તે કોરોના મારક એર ફિલ્ટર કોરોના વિરુદ્ધ એક મોટી જીત સાબિત થશે. આ એર ફિલ્ટરની જાણકારી આપનારો રિસર્ચનો જર્નલ મટિરિયલ્સ ટુડે ફિઝિક્સમાં પ્રકાશિત થયેલો રિપોર્ટ જણાવે છે કે આ એર ફિલ્ટરમાંથી પસાર થનારા વાયુમાં એકવારમાં 99.8 ટકા સુધી કોરોના વાયરસને મારવાનું સામાર્થ્ય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે