Video: યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ફક્ત લીલા રંગની ટી-શર્ટ જ કેમ પહેરે છે?
Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સોમવારે 26 દિવસ પૂરા થયા. પરંતુ આ યુદ્ધ વચ્ચે દુનિયામાં જે ચીજની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીની લીલા રંગની ટી-શર્ટ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનું મોંઘુ જેકેટ.
Trending Photos
Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સોમવારે 26 દિવસ પૂરા થયા. પરંતુ આ યુદ્ધ વચ્ચે દુનિયામાં જે ચીજની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીની લીલા રંગની ટી-શર્ટ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનું મોંઘુ જેકેટ. યુક્રેનના રાષ્ટ્રપતિ યુદ્ધ શરૂ થયા બાદથી સતત લીલા રંગના ટી-શર્ટમાં જ જોવા મળે છે. તેઓ આ ટી-શર્ટમાં જ અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની અને યુરોપીયન યુનિયનને સંબોધિત કરી ચૂક્યા છે. આ દેશોના સાંસદોએ તેમના માટે ખુબ તાળીઓ પણ પાડી છે.
વ્લાદિમિર પુતિને પહેર્યું હતું 11 લાખનું જેકેટ
બીજી બાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને હાલમાં જ મોસ્કોમાં થયેલા એક કાર્યક્રમમાં લગભગ 14 હજાર અમેરિકી ડોલર એટલે કે 11 લાખ રૂપિયાનું જેકેટ પહેર્યું હતું. જેને ઈટલીની જાણીતી કંપની Loro Piana એ ડિઝાઈન કર્યું છે. આ જેકેટની નીચે પુતિને જે સ્વેટર પહેર્યું હતું તેની કિંમત 4 હજાર 218 અમેરિકી ડોલર એટલે કે સાડા ત્રણ લાખ રૂપિયા છે.
જેલેન્સ્કીના કપડામાં છૂપાયો છે શું સંદેશ?
જેલેન્સ્કી નેતા હોવાની સાથે સાથે એક એક્ટર પણ છે. તેઓ જ્યારે પણ દુનિયાની સામે આવે છે ત્યારે તેમના હાવભાવ અને તેમના કપડાંમાં એક ખાસ સંદેશ છૂપાયેલો હોય છે. તેઓ એક વિદ્રોહી અને એક પોસ્ટરબોય તરીકે પોતાને દુનિયા સામે રજૂ કરી રહ્યા છે. જ્યારે પુતિનના કપડાં જોઈને લાગે છે કે તેઓ આ સમગ્ર સ્થિતિને લઈને નિયંત્રણમાં છે, આત્મવિશ્વાસથી ભરેલા છે અને યુક્રેન અને અન્ય પશ્ચિમી દેશો પર સંપૂર્ણ રીતે હાવી છે.
જેલેન્સ્કીની વાતોમાં સચ્ચાઈ નથી?
યુદ્ધ શરૂ થયા બાદ જેલેન્સ્કી પોતાના અનેક વીડિયો બહાર પાડી ચૂક્યા છે. જેમાં ક્યારેક તેઓ લોકોની વચ્ચે જોવા મળે છે તો ક્યારેક કીવના રસ્તાઓ પર જોવા મળે છે. યુક્રેનની સરકાર અને જેલેન્સ્કી પોતે રશિયાથી પોતાને જીવનું જોખમ હોવાનું જણાવી ચૂક્યા છે. પરંતુ આ વીડિયો જોઈને એવું લાગે છે કે તેમની વાતોમાં સચ્ચાઈ નથી.
અહીં જુઓ Video
(અહેવાલ- સાભાર ડીએનએ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે