Japanese Toilet: આખી દુનિયામાં ચર્ચાને પાત્ર બનેલું છે આ ટોઈલેટ, ખાસ જાણો કારણ

Japanese Toilet: હાલ જાપાનનું આ ટોઈલેટ ખુબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરવામાં આવી રહી છે અને તેની ખાસિયતો વિશે ચર્ચા થઈ રહી છે. તમને પણ એમ થતું હશે આખરે આ ટોઈલેટમાં એવું તે શું છે કે ચર્ચામાં આવી ગયું છે? ખાસ વાંચો અહેવાલ....

Japanese Toilet: આખી દુનિયામાં ચર્ચાને પાત્ર બનેલું છે આ ટોઈલેટ, ખાસ જાણો કારણ

Why toilet flush has one large and one small button: આપણે બધાએ આપણી સુવિધા અનુસાર આપણા ઘરમાં વોશરૂમ બનાવેલા હોય છે. ઘરથી લઈને મોટા મોટા શોપિંગ મોલમાં વોશરૂમમાં નવા અંદાજમાં મોર્ડન ફિટિંગ્સની એન્ટ્રી થઈ ચૂકી છે. આવામાં ઘરોમાં પણ નીત નવા પ્રકારની ફ્લેશ જોવા મળે છે. જો કે અહીં એક એવા જાપાની ટોઈલેટની ચર્ચા સમગ્ર દુનિયામાં થઈ રહી છે કે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. 

જાપીની ટેક્નોલોજીનો ઉપયોગ આપણા દેશમાં પણ અનેક દાયકાઓથી પૂરેપૂરા ભરોસા સાથે થતો આવ્યો છે. ઈલેક્ટ્રોનિક્સ હોય કે ઈનોવેશન કોઈ પણ મામલે જાપાની વસ્તુઓનો કોઈ તોડ નથી. હાલ એક એવા જાપાની ટોઈલેટની વાત કરીએ જે દર વર્ષે લાખો લીટર પાણી બચાવવાની પોતાની ખાસિયતના કરાણે ચર્ચામાં છે. જેને લઈને એક એવો દાવો કરાયો છે કે પર્યાવરણને અનુકૂળ આ ટોઈલેટની ડિઝાઈનથી વોશરૂમમાં જગ્યાની બચત થાય ચે. કોમ્પેક્ટ વોશરૂમનો ઉલ્લેખ કરતા એક ટ્વીટમાં એવો દાવો કરાયો છે કે જાપાન આવા ટોઈલેટનો મોટા પાયે ઉપયોગ કરીને વર્ષોથી લાખો લીટર પાણીની બચત કરી રહ્યું છે. 

— Fascinating (@fasc1nate) October 11, 2022

શું છે કમોડની ખાસિયત?
જાપાનના ટોઈલેટમાં લાગેલા આ કમોડની તસવીરે જો તમે ધ્યાનથી જોશો તો આ શીટમાં એક ફ્લેટ ટેંક છે જેની ઉપર એક હેન્ડવોશિંગ સિંક લાગી છે. તેમાં લાગેલા એક પાઈપના કારણે હાથ ધોવાથી નીકળનારું સાબુનું પાણી ટોઈલેટમાં વહી જવાની જગ્યાએ ફ્લેશ ટેંકમાં જાય છે. આ પ્રક્રિયાથી રોજ અનેક લીટર પાણીની બચત થાય છે. નોંધનીય છે કે આ સિંક પર લાગેલા નળનું પાણી તાજુ હોય છે. પરંતુ ટોઈલેટની આ ડિઝાઈનના કારણે રોજ ઘણું પાણી બચી જાય છે એટલે કે તેનો યોગ્ય ઉપયોગ થઈ જાય છે. 

આ Video પણ ખાસ જુઓ...

ચલણ વધી રહ્યું છે
હવે આવા ટોઈલેટનું દુનિયાના અનેક દેશોમાં ચલણ વધી રહ્યું છે. જો કે ઈન્ડિયામાં હજુ આવા કમોડ મોટી સંખ્યામાં જોવા મળતા નથી પણ જાપાની સોશિયલ મીડિયા પર આ ટોઈલેટની તસવીર અને તેની ખાસિયત વિશે જણવવામાં આવ્યું તો બાકીના નેટિઝન્સ પણ પોત પોતાના દેશનું ઉદાહરણ આપવા લાગ્યા. જાપાની પોસ્ટનો જવાબ બ્રિટન સહિત યુરોપના કેટલાક દેશોથી આવ્યો છે જ્યાં આ ખાસિયતવાળા કમોડ ચલણમાં આવી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news