અહીં ચા-નાસ્તા જોડે મહેમાનોને પત્ની સાથે સુવાની પણ અપાય છે ઓફર! બીજા રિવાજો પણ જાણો

હિમ્બા જાતિની છોકરીઓ લગ્નના દિવસે જ સ્નાન કરે છે. વાસ્તવમાં આ પ્રથા પાણીની અછતના કારણે પડી હોઈ શકે છે. હિમ્બા જનજાતિની મહિલાઓ સ્નાન કરતી નથી પરંતુ તેમ છતાં તેમના શરીરમાંથી દુર્ગંધ આવતી નથી. તેનું કારણ એ છે કે તે એક ખાસ પ્રકારની પેસ્ટથી બનેલા તેલનો ઉપયોગ કરે છે. 

અહીં ચા-નાસ્તા જોડે મહેમાનોને પત્ની સાથે સુવાની પણ અપાય છે ઓફર! બીજા રિવાજો પણ જાણો

નવી દિલ્લીઃ કહેવાય છેકે, સમય બદલાઈ ગયો છે અને દુનિયા સમયની સાથે આગળ વધી ગઈ છે. પણ હજુ પણ એટલાં સ્થળો કેટલી જગ્યાઓ કેટલાં પ્રાંતો અને કેટલીક જાતિઓ માટે સમય બદલાયો નથી. ત્યાં કોઈ પરિવર્તન આવ્યું નથી. ત્યાં હજુ પણ વર્ષો જુના રિવાજો અને પ્રજાઓ ચાલી આવે છે. આવો જ એક રિવાજ કે પ્રથા એક જાતિમાં છે. જ્યાં મહેમાનોને ચા-નાસ્તા જોડે પત્ની સાથે સુવાની પણ કરાય છે ઓફર. વાત જાણીને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. આ જાતિ લોકો મહેમાનોને તેમની પત્નીઓ સાથે સુવડાવે છે, એવું પણ કહેવાય છેકે, આ જાતીની મહિલાઓ સૌથી સુંદર હોય છે. હિમ્બા જનજાતિમાં પુરુષોને એક કરતાં વધુ મહિલાઓ સાથે સંબંધ રાખવાની સ્વતંત્રતા છે. સાથે જ મહિલાઓ અન્ય પુરૂષો સાથે પણ શારીરિક સંબંધ બાંધી શકે છે.

દુનિયામાં ઘણી એવી જાતીઓ છે જે પોતાના અનોખા રિવાજો માટે જાણીતી છે.  આ અમે આવી જ એક જાતીની અનોખી વાત કરવાના છે. હિમ્બા એક જાતી છે જે આફ્રિકાના નામીબિયામાં આવેલા કુનૈન પ્રાંતમાં રહે છે. આ વિસ્તાર વિશ્વના સૌથી સૂકા વિસ્તારોમાંનો એક છે. હિમ્બા જનજાતિના રિવાજો પણ એવા છે, જેમાં પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ થાય છે.

હિમ્બા જાતિની છોકરીઓ લગ્નના દિવસે જ સ્નાન કરે છે. વાસ્તવમાં આ પ્રથા પાણીની અછતના કારણે પડી હોઈ શકે છે. હિમ્બા જનજાતિની મહિલાઓ સ્નાન કરતી નથી પરંતુ તેમ છતાં તેમના શરીરમાંથી દુર્ગંધ આવતી નથી. તેનું કારણ એ છે કે તે એક ખાસ પ્રકારની પેસ્ટથી બનેલા તેલનો ઉપયોગ કરે છે. 

હિમ્બા જનજાતિની મહિલાઓ આ પેસ્ટને રોજ પોતાના શરીર પર લગાવે છે. આ પેસ્ટ માત્ર મહિલાઓને તડકાથી જ નથી બચાવતી પરંતુ શરીરને જીવજંતુઓથી પણ બચાવે છે. કોટિંગને કારણે હિમ્બા જાતિની મહિલાઓનો રંગ આછો લાલ દેખાય છે. તેની સાથે હિમ્બા જનજાતિની મહિલાઓ ખાસ જડીબુટ્ટીઓનો ધુમાડો પોતાના શરીર પર લગાવે છે, જેના કારણે તેમના શરીરમાંથી સુગંધી આવે છે.   

આફ્રિકામાં હિમ્બા જાતિની મહિલાઓને સૌથી સુંદર માનવામાં આવે છે. અહીં બીજી અનોખી પરંપરા છે. વાસ્તવમાં અહીંના લોકો મહેમાનોની મહેમાનગતિ માટે જાણીતા છે અને તેમના ઘરે આવનાર મહેમાનોને તેમની પત્ની સાથે સેક્સ કરવાની છૂટ આપે છે. આ દરમિયાન મહિલાનો પતિ કાંતો બીજા રૂમમાં સૂઈ જાય છે અથવા ઘરની બહાર સૂઈ જાય છે. હિમ્બા જનજાતિમાં પુરુષોને એક કરતાં વધુ મહિલાઓ સાથે સંબંધ રાખવાની સ્વતંત્રતા છે. સાથે જ મહિલાઓ અન્ય પુરૂષો સાથે પણ શારીરિક સંબંધ બાંધી શકે છે. નામીબિયામાં હિમ્બા જનજાતિના લોકોની સંખ્યા લગભગ 50 હજાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news