Viral News: કોરોનાકાળમાં આ જમીનમાં 2 સફેદ અંડરવેર કેમ દાટી રહ્યા છે લોકો? કારણ જાણી ચોંકી જશો

Viral News: હાલ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો વાયરલ થઈ છે જેમાં સફેદ અન્ડરવેર જમીનમાં દાટેલા બતાવવામાં આવ્યા છે. તમને પણ નવાઈ લાગશે કે આવું કેમ અને તે પણ પાછા સફેદ અન્ડરવેર જ કેમ?

Viral News: કોરોનાકાળમાં આ જમીનમાં 2 સફેદ અંડરવેર કેમ દાટી રહ્યા છે લોકો? કારણ જાણી ચોંકી જશો

નવી દિલ્હી: હાલ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો વાયરલ થઈ છે જેમાં સફેદ અન્ડરવેર જમીનમાં દાટેલા બતાવવામાં આવ્યા છે. તમને પણ નવાઈ લાગશે કે આવું કેમ અને તે પણ પાછા સફેદ અન્ડરવેર જ કેમ? વાત જાણે એમ છે કે આ વાઈરલ થઈ રહેલી તસવીરો સ્વિટ્ઝરલેન્ડ છે જેમાં 2000 અંડરવેરને જમીનમાં ખાડો કરીને દાટવામાં આવી રહ્યા છે. તેની પાછળનું કારણ પણ રસપ્રદ છે. 

રિપોર્ટ મુજબ સ્વિટ્ઝરલેન્ડમાં ખેડૂતો અને બાગના માલિક માટીની ક્વોલિટીની તપાસ સંબંધિત એક રિસર્ચ માટે 2 હજાર જેટલા સફેદ અંડરવિયર જમીનમાં દાટી રહ્યા છે. સ્ટેટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ 'એગ્રોસ્કોપ' આ અભ્યાસમાં સામેલ વોલેન્ટિયર્સને જમીનમાં દાટવા માટે 2 સફેદ અંડરવેર મોકલી રહ્યા છે. ત્યારબાદ આ અંડરવેરને કાઢીને તેની તપાસ કરવામાં આવશે અને એ જોવામાં આવશે કે આખરે નાના જીવડાએ તેમને કઈ હદે અને કેટલા નષ્ટ કર્યા. 

Die Anmeldung für das Projekt ist geschlossen, wir hatten einen Medienevent und heute sind wir damit beschäftigt, die Pakete vorzubereiten, um sie an alle Teilnehmenden zu versenden.

📸: Gabriela Brändle pic.twitter.com/ELDcZYhTME

— Beweisstück Unterhose (@BUnterhose) April 9, 2021

કેનેડામાં થઈ ચૂક્યો છે આવો પ્રયોગ
ઈકોલોજિસ્ટ અને પ્રોજેક્ટના પ્રમુખ માર્સેલ ફોન ડેય હેઈડન જણાવે છે કે આ પ્રકારનો પ્રયોગ અગાઉ કેનેડામાં થઈ ચૂક્યો છે. પરંતુ આ સ્તરે નથી થયો. એ પહેલેથીજ ખબર છે કે ટી બેગ્સને જમીનને દાટીને માટીની હેલ્થ અંગે જાણકારી મેળવી શકાય છે. 'એગ્રોસ્કોપ'ના આ પ્રયોગમાં સામેલ થનારા ખેડૂતો અને બાગ માલિકો ટીબેગ્સને પણ જમીનમાં દાટશે જેથી કરીને તેની સરખામણી પણ થઈ શકે. અંડરવેરવાળા પ્રયોગની વિશ્વસનિયતાનું પરિક્ષણ કરવા માટે બાદમાં માટીના સેમ્પલ પણ પોતાની સાથે લઈ જઈ શકાશે. 

Mit Unterhosen lässt sich bewerten, wie lebendig dein Boden ist. Ob das wirklich stimmt, testen wir von Agroscope und der Uni Zürich gemeinsam mit dir im Projekt «Beweisstück Unterhose». Start: 7. April 2021

Foto: Agroscope, Nicolas Zonvi pic.twitter.com/t1giQsJAfV

— Beweisstück Unterhose (@BUnterhose) February 1, 2021

જો અન્ડરવેરમાં વધારા કાણા પડી ગયા તો?

પ્રયોગ હેઠળ આ અંડરવેરને ઘાસના મેદાન, ખેતરો, અને ઝાડ છોડ નીચે દાટવામાં આવશે. સૌથી પહેલા એક અન્ડરવેરને માટીમાંથી કાઢવામાં આવશે અને તેની તસવીર ખેંચાશે. તેના એક મહિના બાદ બીજુ અન્ડરવેર બહાર કાઢવામાં આવશે. અંડરવેરને માટીમાંથી બહાર કાઢ્યા બાદ તેના પ્રાકૃતિક રેશાને માટીમાં ભળવાનું વિશ્લેષણ ડિજિટલ રીતે થશે. જો અંડરવેરમાં વધુ કાણા હશે તો તેનો અર્થ એ થયો કે માટી સ્વસ્થ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news